Spain Football World Cup 2026 Win; 7 Heroes Including Rodri & Unai Simon
સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્પેને આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને ફૂટબોલ વર્લ્ડ કપનું બીજી ટાઈટલ જીત્યું. ટીમની સૌથી મોટી તાકાત તેની મજબૂત ડિફેન્સ રહી. તેની સામે આખી ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ થયો. ટીમે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 5450 પાસ આપ્યા. તેમાંથી 4930 પાસ પૂર્ણ થયા. તેની એક્યુરેસી પર્સેન્ટેજ 90 પર્સેન્ટ રહી. આ ટુર્નામેન્ટમાં સ્પેનની આખી ટીમ એકજૂટ થઈને રમી.
ટીમ પાસે લામિન યામલ જેવો સ્ટાર હતો. જ્યારે કેપ્ટન રોડ્રીએ મિડફિલ્ડથી રમતને નિયંત્રિત કરી. ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ગોલકીપર રહેલા ઉનાઈ સિમોન સામે માત્ર એક ગોલ થયો.
સ્પેનના 7 ખેલાડી, જેના દમ પર સ્પેન વર્લ્ડ ચેમ્પિયન બન્યું
1. ફેરન ટોરેસ – ફાઇનલમાં ગોલ કર્યો
ટોરેસ ફાઇનલમાં 62મી મિનિટે ઓયારઝાબાલની જગ્યાએ ઉતર્યા. તેણે પેડ્રો પોરોનાં ક્રોસ પર નિકો વિલિયમ્સનાં હેડરથી મળેલી બોલને ગોલપોસ્ટમાં પહોંચાડી દીધી. તે કોઈ વર્લ્ડ કપ ફાઇનલમાં વિનિંગ ગોલ કરનાર બીજા સબસ્ટિટ્યૂટ બન્યા. ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ સામે તેના પાસ પર મિકેલ મેરિનોએ સ્ટોપેજ ટાઈમમાં નિર્ણાયક ગોલ કર્યો હતો.

2. લામિન યમાલ – 30 સફળ ડ્રિબલ કર્યા
યમાલે સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે ફાઉલ મેળવ્યો. આના પર પેનલ્ટી મળી અને ઓયારઝાબાલે ગોલ કર્યો. માત્ર 19 વર્ષ 1 દિવસની ઉંમરવાળા યમાલે ટુર્નામેન્ટમાં 30 સફળ ડ્રિબલ કર્યા. આ ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડી દ્વારા કરાયેલા સૌથી વધુ ડ્રિબલ છે.

3. રોડ્રી- મિડફિલ્ડથી ગેમ ચલાવી
રોડ્રીએ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 803 પાસ આપ્યા. તેમાં તેની એક્યુરેસી 94% રહી. આ ટુર્નામેન્ટમાં કોઈ ખેલાડી દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ પાસ છે. તેણે સેમિફાઇનલમાં ફ્રાન્સના કિલિયન એમબાપ્પે અને માઇકલ ઓલિસેને અડધા કલાક સુધી એકબીજાને પાસ પણ કરવા દીધા નહોતા. તેને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવ્યો.

4. મિકેલ ઓયારઝાબલ- ટીમનો ટોપ સ્કોરર
ઓયારઝાબલે ટુર્નામેન્ટમાં 5 ગોલ અને 1 આસિસ્ટ સાથે ટીમના ટોપ ગોલ સ્કોરર રહ્યો. વર્લ્ડ કપમાં નોકઆઉટ મેચમાં બે ગોલ કરનાર પ્રથમ સ્પેનિશ ખેલાડી બન્યો.

5. પૉ ક્યૂબાર્સી- બેસ્ટ યંગ પ્લેયર
ક્યૂબાર્સીને ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ યુવા ખેલાડી પસંદ કરવામાં આવ્યો. તે ટુર્નામેન્ટમાં 857 મિનિટ રમ્યો. તેણે 97% એક્યુરેસી સાથે 690 પાસ આપ્યા. ફાઇનલ મેચમાં ક્યૂબાર્સીને આર્જેન્ટિનાના ફર્નાન્ડેઝે પાડી દીધો અને ફર્નાન્ડેઝને રેડ કાર્ડ મળ્યું. આર્જેન્ટિના એક્સ્ટ્રા ટાઈમમાં 10 ખેલાડીઓ સાથે રમી અને આ દરમિયાન સ્પેને ગોલ કર્યો.

6. ઉનાઈ સિમોન- ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ ખાધો
સિમોનને ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર પસંદ કરવામાં આવ્યો. તેને ગોલ્ડન ગ્લવ એવોર્ડ આપવામાં આવ્યો. સિમોને પૂરી 857 મિનિટ મેદાન પર વિતાવી. તેણે 14 ગોલ રોક્યા. તેણે પેનલ્ટી એરિયાની અંદર 120 અને બહાર 93 ઇન્ટરસેપ્ટ કર્યા. આખી ટુર્નામેન્ટમાં માત્ર એક ગોલ ખાધો, તે પણ ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમ સામે.

7. નિકો વિલિયમ્સ – અસિસ્ટ કરીને ટીમને ફાઇનલ જીતાડી
વિલિયમ્સને આખી ટુર્નામેન્ટમાં માત્ર 159 મિનિટ મળી. તેના હેડરથી જ બોલ ટોરેસ સુધી પહોંચ્યો, જેના પર વિનિંગ ગોલ થયો. બે વર્ષ પહેલાં યુરો 2024 ફાઇનલમાં તેઓ પોતે ગોલ કરીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

—————————————————–
ફાઇનલ મેચના પૂરા સમાચાર વાંચો…
સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો:ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું, ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકાર્યો

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી, ત્યારે ટીમે નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


