Messi Cries After FIFA World Cup Final Defeat; Spain Beats Argentina

Last Updated: July 20, 2026By

7 કલાક પેહલા

  • કૉપી લિંક

FIFA વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં સ્પેને ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાનું સતત બીજી વખત વર્લ્ડ કપ વિજેતા બનવાનું સપનું તોડી નાખ્યું. રવિવારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મેચમાં સ્પેને એક્સ્ટ્રા ટાઇમમાં 1-0થી જીત મેળવીને પોતાનું બીજું ફિફા વર્લ્ડ કપ ટાઇટલ જીતી લીધું.

મેચ પૂરી થયા પછી સૌથી ભાવુક ક્ષણ ત્યારે જોવા મળી, જ્યારે આર્જેન્ટિનાના કેપ્ટન લિઓનલ મેસ્સી મેદાન પર પોતાના આંસુ રોકી શક્યા નહીં. 39 વર્ષીય દિગ્ગજ ફૂટબોલર અંતિમ વ્હીસલ વાગતા જ ઘૂંટણિયે બેસી ગયો અને તેની આંખો ભરાઈ આવી. સ્ટેડિયમમાં હાજર હજારો દર્શકોએ ‘મેસ્સી… મેસ્સી…’ના નારા લગાવીને મહાન ખેલાડીનું સન્માન કર્યું. ઘણા ચાહકોએ પોસ્ટર અને પ્લેકાર્ડ દર્શાવીને મેસ્સીને સપોર્ટ કર્યો.

હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓ ગુસ્સે ભરાયા

ફાઈનલમાં સ્પેન સામે મળેલી હાર બાદ આર્જેન્ટિનાના ખેલાડીઓનો ગુસ્સો મેદાન પર ફાટી નીકળ્યો. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં ટાઇટલ મેચ પૂરી થયાના તરત જ બાદ આર્જેન્ટિનાના મિડફિલ્ડર લિઆન્દ્રો પરેડેસ અને સ્પેનના ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ ગઈ. આનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

ફાઈનલની અંતિમ વ્હીસલ વાગતા જ સ્પેનના ખેલાડીઓ પોતાની ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન પરેડેસ સીધા સ્પેનના ડિફેન્ડર એરિક ગાર્સિયા પાસે પહોંચ્યો અને તેની સાથે દલીલબાજી શરૂ કરી દીધી. થોડી જ સેકન્ડોમાં મામલો એટલો વધી ગયો કે પરેડેસે ગાર્સિયાને બે વખત મુક્કો મારી દીધો.

પરિસ્થિતિને સંભાળવા માટે સ્પેનના મિડફિલ્ડર ગાવી વચ્ચે બચાવ કરવા પહોંચ્યો. ગાવીએ બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પરેડેસનો ગુસ્સો શાંત ન થયો. તેણે ગાવી તરફ પણ હાથ ઉઠાવ્યો.

જોકે તેમ છતાં પરેડેસનો હાથ ગાવીના ચહેરા પર વાગી ગયો. ત્યારબાદ બંને ટીમના અન્ય ખેલાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ગમે તેમ કરીને મામલો શાંત પાડ્યો. આ દરમિયાન આર્જેન્ટિનાના ખેલાડી થિયાગો અલ્માડાએ હસ્તક્ષેપ કર્યો અને ગાવીને પાછળ ધકેલીને સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો, જેથી પરેડેસનો હાથ તેમના સુધી ન પહોંચી શકે.

હજારો લોકો વચ્ચે ટ્રમ્પની ફજેતી

ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફા પ્રમુખ ગિયાની ઇન્ફન્ટિનો પ્રેઝન્ટેશન સેરેમની માટે મેદાન પર પહોંચ્યા, ત્યારે સ્ટેડિયમમાં 80,000થી વધુ લોકોની ભીડ હૂટિંગ કરી અમેરિકાના રાષ્ટ્રપતિની ફજેતી કરી. તેઓ સ્પેનના સેલિબ્રેશનમાં આમંત્રણ વિના જોડાવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પ ‘મરીન વન’ હેલિકોપ્ટરમાં સ્ટેડિયમમાં પહોંચ્યા હતા; રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર મેચ શરૂ થાય તે પહેલાં લગભગ 45 મિનિટ પહેલાં સ્ટેડિયમની ઉપરથી ઉડ્યું હતું. મેચ દરમિયાન, તે ઇન્ફન્ટિનોની સાથે કાચથી બંધ વિસ્તારમાં બેઠા હતા જેમાં રોયલ સિટિંગ હતું. સ્પેનના રાજા ફેલિપ છઠ્ઠા, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સહિત ઘણા મહાનુભાવો અને પૂર્વ પ્લેયર્સ નજીકમાં બેઠા હતા.

એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસ હીરો બન્યો

ફિફા વર્લ્ડ કપના ફાઈનલમાં નિર્ધારિત 90 મિનિટ સુધી બંને ટીમ વચ્ચે કોઈ ગોલ થઈ શક્યો નહીં. ત્યારબાદ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં પહોંચી, જ્યાં સ્પેનના સબસ્ટીટ્યુટ ફેરાન ટોરેસે શાનદાર સૂઝબૂઝ દાખવી. તેણે રિબાઉન્ડ પર સૌથી પહેલા પહોંચીને બોલને ગોલ પોસ્ટમાં મોકલી દીધો. આ જ ગોલ મેચની નિર્ણાયક ક્ષણ સાબિત થયો અને સ્પેને બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી.

રેડ કાર્ડે બદલી નાખી આખી વાર્તા

આર્જેન્ટિનાને સૌથી મોટો ફટકો નિર્ધારિત સમયના ઇન્જરી ટાઇમમાં લાગ્યો. મિડફિલ્ડર એન્ઝો ફર્નાન્ડીઝને બીજું યલો કાર્ડ મળ્યા બાદ રેડ કાર્ડ બતાવ્યું હતું. આ કારણે લિઓનલ સ્કાલોનીની ટીમને આખા એક્સ્ટ્રા ટાઇમમાં 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું.

સ્પેને વધારાના ખેલાડીનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને સતત દબાણ જાળવી રાખ્યું. આંકડા પણ આર્જેન્ટિનાની મુશ્કેલીઓ દર્શાવે છે. ટીમ 115મી મિનિટ સુધી ગોલની દિશામાં એક પણ શોટ લગાવી શકી નહોતી. અંતે ફેરાન ટોરેસના ગોલે સ્પેનને જીત અપાવી.

હાર છતાં મેસ્સીએ રચ્યો ઇતિહાસ

ભલે આર્જેન્ટિના પોતાની ટ્રોફી બચાવવામાં અસફળ રહી, પરંતુ લિઓનલ મેસ્સીએ પોતાના નામે વધુ એક મોટો રેકોર્ડ નોંધાવી દીધો. તે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રણ ફાઇનલ રમનાર માત્ર બીજા ખેલાડી બન્યો છે. આ સિવાય 39 વર્ષની ઉંમરે તે વર્લ્ડ કપ ફાઇનલ રમનાર સૌથી મોટી ઉંમરનો આઉટફિલ્ડ ખેલાડી પણ બની ગયો છે.

સ્પેનના કોચે પણ બનાવ્યો રેકોર્ડ

સ્પેનના મુખ્ય કોચ લુઇસ ડે લા ફુએન્તેએ પણ આ જીત સાથે ઇતિહાસ રચી દીધો. 65 વર્ષની ઉંમરે તેઓ ફિફા વર્લ્ડ કપ જીતનારા સૌથી મોટી ઉંમરના કોચ બન્યા છે. તેમની રણનીતિ સામે આર્જેન્ટિનાનું આક્રમણ સંપૂર્ણપણે બેઅસર રહ્યું.

સ્પેને આખી મેચમાં શાનદાર શિસ્ત, ઉત્કૃષ્ટ ડિફેન્સ અને ધૈર્યનું પ્રદર્શન કર્યું. એક્સ્ટ્રા ટાઇમમાં મળેલી એક તકને ટીમે બંને હાથે ઝડપી લીધી અને ફૂટબોલની સૌથી પ્રતિષ્ઠિત ટ્રોફી બીજી વખત પોતાના નામે કરી લીધી. બીજી તરફ, મેસ્સીના આંસુઓએ આ ફાઇનલને હંમેશ માટે યાદગાર બનાવી દીધી.

જુઓ ફાઈનલની 15 તસવીર:-

સૌથી પહેલા વર્લ્ડ ચેમ્પિયન્સની તસવીર

ફૂટબોલ વર્લ્ડકપ ટ્રોફી સાથે સ્પેનની ટીમ.

ફૂટબોલ વર્લ્ડકપ ટ્રોફી સાથે સ્પેનની ટીમ.

સ્પેનના પ્લેયર્સનું સેલિબ્રેશન

જીત સેલિબ્રેટ કરતા લામિન યમાલ અને સાથી ખેલાડીઓ.

જીત સેલિબ્રેટ કરતા લામિન યમાલ અને સાથી ખેલાડીઓ.

ટ્રોફી સાથે સ્પેનના સ્ટાર ફૂટબોલર લામિન યમાલ.

ટ્રોફી સાથે સ્પેનના સ્ટાર ફૂટબોલર લામિન યમાલ.

ઇમોશનલ મોમેન્ટ્સ

ફાઇનલ હાર્યા પછી મેસી રડવા લાગ્યા. તેમની પાસે સતત બીજો વર્લ્ડ કપ જીતવાની તક હતી.

ફાઇનલ હાર્યા પછી મેસી રડવા લાગ્યા. તેમની પાસે સતત બીજો વર્લ્ડ કપ જીતવાની તક હતી.

મેચ પછી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ લામિન યામલને ગળે લગાવ્યા.

મેચ પછી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ લામિન યામલને ગળે લગાવ્યા.

ફાઇનલ હાર્યા પછી ટ્રોફીને જોતા મેસી. તેમનું બીજું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું.

ફાઇનલ હાર્યા પછી ટ્રોફીને જોતા મેસી. તેમનું બીજું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું.

શકીરાનું પરફોર્મન્સ

ફૂટબોલ વર્લ્ડકપ ફાઇનલના હાફ ટાઇમ પછી પરફોર્મ કરતી શકીરા.

ફૂટબોલ વર્લ્ડકપ ફાઇનલના હાફ ટાઇમ પછી પરફોર્મ કરતી શકીરા.

ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી શકીરા.

ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરતી શકીરા.

શકીરાએ બોર્ના બોય સાથે પરફોર્મ કર્યું. બંનેએ વર્લ્ડકપ માટે ડાઈ-ડાઈ ગીત ગાયું.

શકીરાએ બોર્ના બોય સાથે પરફોર્મ કર્યું. બંનેએ વર્લ્ડકપ માટે ડાઈ-ડાઈ ગીત ગાયું.

ક્લોઝિંગ સેરેમનીનો ફોટો…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇનલ મેચ જોવા પહોંચ્યા. તેઓ VIP બોક્સમાં ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનો સાથે જોવા મળ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇનલ મેચ જોવા પહોંચ્યા. તેઓ VIP બોક્સમાં ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફન્ટિનો સાથે જોવા મળ્યા.

જસ્ટિન બીબરે પણ ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લીધો.

જસ્ટિન બીબરે પણ ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લીધો.

હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ક્લોઝિંગ સેરેમની સમયે.

હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ ક્લોઝિંગ સેરેમની સમયે.

યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર સ્પીડે પરફોર્મ કર્યું.

યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર સ્પીડે પરફોર્મ કર્યું.

મેચના 2 ફોટો જુઓ

ફાઇનલ મેચ પછી આર્જેન્ટિના અને સ્પેનના ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડો કર્યો.

ફાઇનલ મેચ પછી આર્જેન્ટિના અને સ્પેનના ખેલાડીઓ એકબીજા સાથે ઝઘડો કર્યો.

એન્ઝો ફર્નાન્ડિઝને એક્સ્ટ્રા ટાઈમમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું.

એન્ઝો ફર્નાન્ડિઝને એક્સ્ટ્રા ટાઈમમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યું.

———————–

FIFA વર્લ્ડ કપ ફાઈનલ સંબંધિત આ સમાચાર પણ વાંચો…

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો: ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું, ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકાર્યો

સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ન્યૂયોર્કના ન્યૂ જર્સી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું. સ્પેન માટે એક્સ્ટ્રા ટાઇમમાં ફેરાન ટોરેસે ગોલ કર્યો. આ સાથે જ સ્પેને 2010 પછી બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી, ત્યારે ટીમે નેધરલેન્ડ્સને 1-0થી હરાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment