Salman Khan Mumbai Event Look Viral; Health Concerns & Fans Worried
40 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના ‘સુલતાન’ સલમાન ખાન પોતાના દમદાર લુક અને ફિટનેસ માટે જાણીતા છે, પરંતુ તાજેતરમાં સામે આવેલા તેના વીડિયો અને તસવીરોએ કરોડો ફેન્સને ચિંતામાં મૂકી દીધા છે. મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA)ના એક પબ્લિક ઇવેન્ટમાં એક્ટરે હાજરી આપી હતી. આ ઇવેન્ટમાંથી સલમાન ખાનનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, તેમાં તે ઓળખાય નહીં તેવો લાગી રહ્યો છે. તેવા જ વીડિયો શનિવારે પણ વાઇરલ થયા હતા જેમાં તે ગોવા જતો જોવા મળે છે પણ તેના લુકે ફેન્સને ચિંતામાં મુક્યા છે.
જુઓ બે તસવીરોમાં સલમાનનો લુક:-

શનિવારે એરપોર્ટ પર તેણે આછા વાદળી રંગનો શર્ટ, કાળું ટી-શર્ટ અને ટોપી પહેરી હતી.

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીની ઇવેન્ટમાં સલમાન
વીડિયોમાં ભાઈજાનનો ચહેરો ખૂબ જ ઉતરેલો, ગાલ અંદર બેસી ગયેલા અને આંખોમાં ભારે થાક દેખાઈ રહ્યો છે. સલમાન ખાનની આ હાલત જોઈને ફેન્સ સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે કે, “આખરે સલમાન ખાનને શું થઈ ગયું છે?” ચહેરાની આવી હાલત જોઈને લોકો ફરી એકવાર સલમાનની એ જૂની બીમારીઓ વિશે ચર્ચા કરવા લાગ્યા છે, જેનો ખુલાસો સલમાને પોતે જ અગાઉ કર્યો હતો.
બ્રેઈન એનેયૂરિઝમ અને ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જીયાની ચર્ચા ફરી જાગી
સલમાન ખાનનો આ સુકાયેલો ચહેરો અને નબળાઈ જોઈને ફેન્સનું ધ્યાન તેની ગંભીર ન્યુરોલોજીકલ બીમારીઓ તરફ ગયું છે. અગાઉ નેટફ્લિક્સ પર પ્રસારિત ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સલમાન ખાને પોતાની આ ગંભીર બીમારીઓ વિશે ખુલીને વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે તે માત્ર એક નહીં પણ ઘણી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે.

સલમાન ખાન કપિલ શર્મા શો દરમિયાન
સલમાને કપિલના શોમાં કહ્યું હતું કે-
હું રોજ મારા હાડકાં તોડાવું છું, પાંસળીઓ તૂટેલી છે, તેમ છતાં હું કામ કરી રહ્યો છું. મને ટ્રાઈજેમિનલ ન્યુરાલ્જીયા છે, મગજમાં એનેયૂરિઝમ છે અને સાથે જ એવી માલફોર્મેશન (AVM – આર્ટિરિયોવીનસ માલફોર્મેશન) પણ છે. આ બધું હોવા છતાં હું સતત કામ કરી રહ્યો છું.

ફેન્સ ચિંતિત, પણ સલમાને પૂછ્યું- ‘તમારી તબિયત કેવી છે?’
સોશિયલ મીડિયા પર જ્યારે સલમાન ખાનના આ લુકને લઈને ચિંતા અને અફવાઓનું બજાર ગરમ થયું, ત્યારે સલમાન ખાને પોતે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોતાની નવી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી દીધી. આ તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, “તમારા લોકોની તબિયત કેવી છે?”


સલમાને પોસ્ટ કરેલી તસવીરો
સલમાને શેર કરેલી તસવીરોમાં તે વાઈરલ વીડિયો કરતાં ઘણા વધુ ફિટ અને પ્રોફેશનલ લુકમાં જોવા મળી રહ્યા છે, જેથી ફેન્સને થોડી રાહત થઈ છે. જોકે, વાઇરલ વીડિયોમાં દેખાતો ગળેલો ચહેરો અને થાકેલી આંખો એ વાતની સાક્ષી પૂરે છે કે 60 વર્ષની ઉંમરે પણ આટલી ગંભીર બીમારીઓ હોવા છતાં ‘ભાઈજાન’ જે રીતે કેમેરા સામે કલાકો સુધી ઊભા રહે છે અને કામ કરે છે, તે ખરેખર વિલપાવર દર્શાવે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


