સિંગર કરનદીપ સિંહને હાર્ટ એટેક આવ્યો:કહ્યું- 'જીમ જાઉં છું, હેલ્ધી ખાઉં છું, છતાં મારા હૃદય અને મગજે કામ કરવાનું બંધ કરી દીધું'
પંજાબી સિંગર, એક્ટર, મોડેલ અને ફિટનેસ ઇન્ફ્લુએન્સર કરણદીપને ઓસ્ટ્રેલિયામાં હાર્ટ એટેક આવ્યો. સિંગરે પોતે આ અંગે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા લખ્યું, 19 મે તેની જિંદગીનો છેલ્લો દિવસ હતો. જો તેના મિત્રો નજીક ન હોત, તો તે જીવતો ન હોત. સિંગરે યુવાનોને અપીલ કરી રોપડમાં જન્મેલા અને ઓસ્ટ્રેલિયામાં રહેતા 32 વર્ષીય કરણદીપે યુવાનોને અપીલ કરી કે, ‘ભલે તમે જીમ કરતા હોવ, તેમ છતાં તમારું મેડિકલ ચેકઅપ ચોક્કસ કરાવો. ખબર નહીં ક્યારે શું થઈ જાય.’ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘હું તો રોજ જીમ જાઉં છું, સારો આહાર લઉં છું, તેમ છતાં ગઈકાલે મારું મગજ અને હૃદય અટકી ગયું. મને હવે નવું જીવન મળ્યું છે, તો હવે હું યુવાનોને સ્વાસ્થ્ય માટે વધુ પ્રેરિત કરીશ. જણાવવામાં આવી રહ્યું છે કે, લોહી ઘટ્ટ થવાને કારણે બ્લોકેજ આવી હતી. હાલ મેડિકલ એક્ઝામિનેશન ચાલી રહ્યું છે.’ કરનદીપે વીડિયો શેર કરીને મહત્વની વાતો જણાવી… છાતીમાં દુખાવો થતાં જ મિત્રોએ CPR આપ્યો
સિંગરે જણાવ્યું કે, છાતીમાં હળવો દુખાવો અને ગૂંગળામણ અનુભવાઈ. આ પછી મિત્રોએ તરત જ ઇમરજન્સી નંબર ડાયલ કરીને ડોકટરોને બોલાવ્યા અને છાતી દબાવતા રહ્યા. મિત્રોએ જ CPR આપ્યો. સિંગરે મિત્રોના નામ જણાવ્યા નથી પરંતુ જાહેર કરાયેલા વીડિયોમાં મિત્રો અને મેડિકલ ટીમ દેખાઈ રહી છે. ટીમે ઘરે જ ચેકઅપ કર્યું. જોકે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ન હતો. કેટલા વર્ષથી જીમ કરી રહ્યો છે?
પંજાબી સિંગરે જણાવ્યું કે, તે 10-12 વર્ષથી જીમ કરી રહ્યો છે. લોકો અને યુવાનોને હેલ્ધી ડાયટ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. જાતે બનાવેલો દેશી ખોરાક લે છે. કરનદીપ 10 થી વધુ ગીતો રિલીઝ કરી ચૂક્યો છે. તેમાં ‘તેરા ગમ’, ‘જુનૂન’, ‘વેડિંગ ડ્રીમ’, ‘નો પીસ’ લોકપ્રિય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 35 હજાર 600 ફોલોઅર્સ છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

