Kartik Aaryan Visits Mahakaleshwar Temple Ujjain; Performs Shayan Aarti After National Award Win
1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન નેશનલ અવોર્ડ મળતા જ મહાકાલના શરણે પહોંચ્યો. કાર્તિક સોમવારે રાત્રે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો. તેણે શયન આરતીમાં ભાગ લઈને બાબા મહાકાલના આશીર્વાદ લીધા.
કાર્તિકે નંદી હોલમાં શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને શયન આરતીમાં ભાગ લીધો. આરતી પછી તેણે પરંપરા અનુસાર નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના કહી અને મહાકાલ સમક્ષ માથું ટેકવીને પૂજા-અર્ચના કરી.

કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું, ‘જય મહાકાલ’
કાર્તિકને જોઈને ચાહકો ઉત્સાહિત દેખાયા
મંદિર પરિસરમાં જેવી દર્શનાર્થીઓની નજર કાર્તિક આર્યન પર પડી, તો તેને જોવા માટે ઉત્સાહનું વાતાવરણ બની ગયું. જોકે એક્ટર શાંત ભાવે દર્શન કરીને મંદિરથી રવાના થઈ ગયો.
કાર્તિક આર્યનની આગામી ફિલ્મોમાં ‘નાગઝિલા’ ફેન્ટસી કોમેડી, એક દેશભક્તિ એક્શન ડ્રામા અને ડિરેક્ટર કબીર ખાનની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સામેલ છે. ‘ચંદુ ચેમ્પિયન’ પછી આ તેની આગામી સ્પોર્ટ્સ ફિલ્મ હશે.

કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે નેશનલ અવોર્ડ મળ્યો છે.
,
નેશનલ અવોર્ડ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને નેશનલ અવોર્ડ મળ્યો:યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ, કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર; 72મા નેશનલ અવોર્ડની જાહેરાત

72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો (નેશનલ ફિલ્મ અવોર્ડ્સ)ની યાદી શનિવારે જાહેર થઈ છે. જેમાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ને વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો. જ્યારે, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો. જ્યારે ગુજરાતી ફિલ્મ ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


