SBI Funds Management IPO Share Price Strategy

Last Updated: July 21, 2026By

12 કલાક પેહલા

  • કૉપી લિંક

દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટના શેર 21 જુલાઈએ 6.8 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા. જોકે, બાદમાં શેરોમાં થોડી તેજી જોવા મળી. સવારે 11:10 વાગ્યે NSE પર શેરનો ભાવ 8.47 ટકા વધીને 622 રૂપિયા પર ચાલી રહ્યો હતો. કંપનીએ IPOમાં રોકાણકારોને શેર દીઠ 574 રૂપિયાના ભાવે શેર ફાળવ્યા હતા. શેરનું લિસ્ટિંગ 613 રૂપિયા પર થયું. BSE પર શેર 610 રૂપિયા પર લિસ્ટ થયો.

શેરનું લિસ્ટિંગ અંદાજ કરતાં ઓછા ભાવે થયું

SBI ફંડ્સ મેનેજમેન્ટના શેર અંદાજ કરતાં ઓછા ભાવે લિસ્ટ થયા. ગ્રે માર્કેટમાંથી શેરના 18-19 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થવાના સંકેતો મળી રહ્યા હતા. લિસ્ટિંગ પછી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1,25,804 કરોડ રૂપિયા પહોંચી ગયું. કંપનીનો IPO 14-16 જુલાઈ વચ્ચે ખુલ્યો હતો. આ ઇશ્યૂને 41 ગણાથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું હતું.

શેર હોલ્ડ કરવા કે વેચવા જોઈએ?

પ્રશ્ન એ છે કે જે રોકાણકારોને IPOમાં શેર ફાળવવામાં આવ્યા છે, શું તેમને તેને હોલ્ડ કરવા જોઈએ કે વેચવા જોઈએ? બીજો પ્રશ્ન એ છે કે જે રોકાણકારોને IPOમાં શેર ફાળવવામાં આવ્યા નથી, શું તેમને શેરબજારમાંથી તેને ખરીદવા જોઈએ? એક્સપર્ટ કહ્યું કે, SBI ફંડ્સ મેનેજમેન્ટના શેરોની શરૂઆત શેરબજારમાં સારી રહી. શેર લગભગ 6.8 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયા.

કિંમત ઘટવા પર શેર ખરીદવાની સલાહ

એક્સપર્ટનાં મતે ભલે શેર વધુ પ્રીમિયમ પર લિસ્ટ ન થયા હોય, પરંતુ લાંબા ગાળે શેર માટે સારી સંભાવના દેખાય છે. SBI ફંડ્સ મેનેજમેન્ટ દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે. તેને એસબીઆઈ જેવા મજબૂત બ્રાન્ડનો સપોર્ટ છે. એસબીઆઈનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ઘણું મોટું છે. એસેટ મેનેજમેન્ટ કંપની એસેટ લાઇટ બિઝનેસ મોડલનો ઉપયોગ કરે છે.

ખાસ વાત એ છે કે અન્ય એએમસીની સરખામણીમાં તેનું વેલ્યુએશન ઓછું છે. એક્સપર્ટે કહ્યું કે જે રોકાણકારોને આઈપીઓમાં શેર ફાળવવામાં આવ્યા છે, તેમને તે હોલ્ડ કરવા જોઈએ. તેમનો દૃષ્ટિકોણ લાંબા ગાળાનો હોવો જોઈએ. જે રોકાણકારોને આઈપીઓમાં શેર ફાળવવામાં આવ્યા નથી, તેઓ કિંમત ઘટવા પર તેને ખરીદી શકે છે.

શોર્ટ ટર્મ ટ્રેડર્સને શેરમાં લગભગ 585-590 રૂપિયા પર સ્ટોપલોસ જાળવી રાખવો જોઈએ. જે રોકાણકારોને દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સારા વિકાસ પર વિશ્વાસ છે, તેઓ આ શેર પર દાવ લગાવી શકે છે. બ્રોકરેજ ફર્મ ઇક્વિરસ સિક્યોરિટીઝે આ શેરને કવર કરવાનું શરૂ કર્યું છે. તેણે લાંબા ગાળા માટે શેર ખરીદવાની સલાહ આપી છે.

ટાર્ગેટ પ્રાઇસ ₹750 પ્રતિ શેર

એસબીઆઈ ફંડ્સ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને અમુંડીનું સંયુક્ત સાહસ છે. તેનું એસેટ અંડર મેનેજમેન્ટ 13 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. કંપનીનું ધ્યાન તેના આંતરરાષ્ટ્રીય એયુએમને આગામી ત્રણ વર્ષમાં બમણું કરીને 5 અબજ ડોલર કરવાનું છે.

જણાવી દઈએ કે એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટના શેરબજારમાં લિસ્ટિંગ પહેલા જ બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલે આ એસેટ મેનેજર કંપની માટે ‘બાય’ રેટિંગ આપી દીધું હતું. સાથે જ તેના માટે ₹750 પ્રતિ શેરનો પ્રાઇસ ટાર્ગેટ નક્કી કર્યો. આ ટાર્ગેટ, ₹574 પ્રતિ શેરના આઈપીઓ પ્રાઇસની સરખામણીમાં લગભગ 31% નો વધારો દર્શાવે છે.

————————————

આ સમાચાર પણ વાંચો:

સોનાની તેજીનો ફૂગ્ગો ફૂટશે, ભાવ અડધા થઈ જશે?:એક્સપર્ટની ચેતવણી- બે વખત કિંમતમાં ઐતિહાસિક ઘટાડો થઈ ચૂક્યો છે, જાણો કારણો

સોનાને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ઘેરું બની રહ્યું છે. સંકટના સમયે લોકો સોનામાં રોકાણ કરે છે. પરંતુ હાલ સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનાનો ભાવ આ જ વર્ષે જાન્યુઆરીમાં 1.91 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જે ઓલ ટાઈમ હાઈ છે.

જાન્યુઆરીમાં ઓલ ટાઈમ હાઈ પછી સોનું 25% થી વધુ ગગડી ચૂક્યું છે. હાલ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1.41 લાખ રૂપિયાની આસપાસ છે. આ દરમિયાન સોનાને લઈને તમામ નિષ્ણાતો બુલિશ નથી. કેટલાક નિષ્ણાતો મોટા ઘટાડાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. આવા સમયે રોકાણકારોને સમજાતું નથી કે આગળ સોનાની ચાલ કેવી રહેવાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment