Lalit Modi Gets Relief in FEMA Case; Tribunal Quashes ED Fine
સ્પોર્ટ્સ ડેસ્ક18 કલાક પેહલા
- કૉપી લિંક
IPL-2009ને સાઉથ આફ્રિકામાં આયોજિત કરવા સંબંધિત 15 વર્ષ જૂના ફેમા (FEMA) કેસમાં પૂર્વ IPL ચેરમેન લલિત મોદીને મોટી રાહત મળી છે.
સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ એક્ટ (SAFIMA) હેઠળ એપલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમના પર લાદેલો દંડ રદ કરી દીધો છે.
આ મામલો 2009માં લોકસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા કારણોસર IPLની બીજી સીઝન સાઉથ આફ્રિકામાં આયોજિત કરવા સાથે સંબંધિત છે.
EDનો આરોપ હતો કે BCCIએ IPL 2009ના આયોજન માટે લગભગ 4.98 કરોડ અમેરિકી ડોલર (243 કરોડ રૂપિયાથી વધુ) ભારતીય રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી વિના વિદેશ મોકલ્યા હતા.

IPL 2009નું ટાઇટલ ડેક્કન ચાર્જર્સે જીત્યું હતું. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 રનથી હરાવ્યું હતું.
ટ્રિબ્યુનલે કહ્યું- લલિત મોદી આ લેણદેણ માટે જવાબદાર નથી
105 પાનાના નિર્ણયમાં ટ્રિબ્યુનલે કહ્યું કે લલિત મોદીની જવાબદારી સાબિત કરતો કોઈ નક્કર પુરાવો નથી. ટ્રિબ્યુનલે કહ્યું કે મોદી BCCIના મામલાઓના પ્રભારી નહોતા. તેમને પૂરતા પુરાવા વિના આ મામલામાં સામેલ કર્યા હતા. તેથી તેમના પર લગાવવામાં આવેલો દંડ ખોટો હતો.
2018માં EDએ દંડ લગાવ્યો હતો
EDએ 2011માં આ મામલે શો-કોઝ નોટિસ જારી કરી હતી. 2018માં લલિત મોદી, BCCIના કેટલાક પૂર્વ પદાધિકારીઓ અને અન્ય પર દંડ લગાવ્યો હતો. આ પછી બધાએ SAFEMA અપીલીય ન્યાયાધિકરણમાં તેને પડકારી હતી.
લલિત મોદીએ કહ્યું- કોઈ ખોટું કામ કર્યું નથી
નિર્ણય પછી લલિત મોદીએ કહ્યું કે તેમણે હંમેશા ભારતીય ક્રિકેટ અને IPLના હિતમાં કામ કર્યું અને કોઈ વ્યક્તિગત ખોટું કાર્ય કર્યું નથી. તેમણે કહ્યું કે આ નિર્ણય ફક્ત તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ તે પણ પુષ્ટિ કરે છે કે કોઈપણ આરોપનો નિર્ણય કાયદા અને પુરાવાના આધારે જ થવો જોઈએ.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


