Border Actor Sudesh Berry Praises PM Narendra Modi; Criticizes CJP Protests At Jantar Mantar

Last Updated: July 30, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

એક્ટર સુદેશ બેરીએ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા. તેણે તેમને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવ્યા અને કહ્યું કે, જો તક મળશે, તો તે તેમના પગ ધોઈને તે પાણી પીવા ઈચ્છશે. આ સાથે, તેણે CJP પર પણ નિશાન સાધ્યું.

‘હું તો આ લોકોને ઓળખતો પણ નથી’

સુદેશ બેરીએ કહ્યું કે, ‘જંતર-મંતર પર બેઠેલી CJP દેશને આગળ નહીં, પરંતુ પાછળ ખેંચી રહી છે.’ તેણે કહ્યું કે, તેને આ પાર્ટીનું નામ પણ બરાબર ખબર નથી. તેણે કહ્યું, ‘મને ખબર નથી AGP, CGP… હું તો આ લોકોને ઓળખતો પણ નથી. હું ફક્ત એટલું જાણું છું કે આ લોકો દેશને પાછળ ખેંચી રહ્યા છે.’

CJP પર નિશાન સાધતા સુદેશ બેરીએ કહ્યું, ‘આ બધા નકામા લોકો છે. તેમની પાસે દેશ માટે કોઈ કામ નથી. જો ખરેખર સમાજની સેવા કરવી હોય, તો બાળકો માટે બગીચા બનાવો, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ બનાવો અને લોકોની સારવાર કરાવો. ફક્ત જંતર-મંતર પર બેસીને વિરોધ કરવાથી કંઈ નહીં થાય.’

તેણે પાર્ટીના નામ પર પણ કટાક્ષ કર્યો. સુદેશ બેરીએ કહ્યું, ‘કોઈ વિચિત્ર પ્રાણીનું નામ લઈને પાર્ટી બનાવી દીધી. લક્કડબગ્ગા પાર્ટી કેમ નથી બનાવતા?’

સુદેશ બેરીનો સૌથી ચર્ચિત રોલ ફિલ્મ 'બોર્ડર'માં સુબેદાર મથુરા દાસનો હતો.

સુદેશ બેરીનો સૌથી ચર્ચિત રોલ ફિલ્મ ‘બોર્ડર’માં સુબેદાર મથુરા દાસનો હતો.

સુદેશ બેરીએ મોદીના ખૂબ વખાણ કર્યા

ઇન્ટરવ્યુમાં સુદેશ બેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું, ‘નરેન્દ્ર મોદીએ બિચારાએ શું બગાડ્યું છે? તેમને ચા વેચવા દો. તેઓ આખી દુનિયામાં ચા વેચીને આવ્યા છે.’

વાતચીત દરમિયાન ઇન્ટરવ્યુઅરે સુદેશ બેરીને યાદ અપાવ્યું કે, તેમણે પહેલા પોતાની માતાના ચરણ ધોઈને તેમનું જળ પીધું હતું. આના પર તેણે કહ્યું, ‘હવે મારે મોદીજીના પગ ધોઈને પીવું છે. જો તમે મને મોદીજી સાથે મળાવી દો. હું તો તેમને મળ્યો નથી, હું તેમને ઓળખતો નથી. જેમ આપણે ઈશ્વરને જોયા નથી, છતાં તેમની પૂજા કરીએ છીએ, તો હું પણ એટલી જ ઇજ્જત મોદીજીની કરું છું. તો આમાં કોઈ ખરાબ વાત નથી. કોઈ ખરાબ વાત તો નથી ને? કરું છું તો કરું છું. પાર્ટીઓથી પરે, રાજનીતિથી પરે, એક ઇન્સાન તરીકે.’

રામરાજ્ય આવવાનો પણ દાવો કર્યો

સુદેશ બેરીએ એ પણ કહ્યું કે, તેના મતે દેશમાં ‘રામરાજ્ય આવી ગયું છે.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, આવું કેવી રીતે? તો તેણે જવાબ આપ્યો, ‘રામરાજ્ય આવી ગયું છે. જે હું જોઈ શકું છું, તે તમે જોઈ શકતા નથી. શબ્દોમાં કહી શકાય નહીં, આ અનુભવ કરવાની વાત છે.’

ઇન્ટરવ્યુમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, આ લોકો દેશ માટે કામ કરી રહ્યા છે અને તેમની વિરુદ્ધ કારણ વગર બોલવું યોગ્ય નથી.

Leave A Comment