Sourabh Raaj Jain Slams Reality Shows; Criticizes Hosts Lock Upp 2, Alliance & Bhojpuri Bawal Controversy

Last Updated: August 6, 2026By

  • Gujarati News
  • Entertainment
  • Sourabh Raaj Jain Slams Reality Shows; Criticizes Hosts Lock Upp 2, Alliance & Bhojpuri Bawal Controversy

5 કલાક પેહલા

  • કૉપી લિંક

પ્રખ્યાત ટીવી શો ‘મહાભારત’માં ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવનાર એક્ટર સૌરભ રાજ જૈને રિયાલિટી શો પર પ્રશ્નો ઊભા કર્યા છે. તેનું કહેવું છે કે, ‘મેકર્સ ટીઆરપી મેળવવા માટે જે હદ સુધી નીચે ઉતરી રહ્યા છે, તે શરમજનક છે.’ તેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે, જ્યારે OTT પ્લેટફોર્મ પર ‘લોકઅપ 2’, ‘અલાયન્સ’ અને ‘ભોજપુરી બવાલ’ જેવા શો ચર્ચામાં છે.

‘માણસાઈના નાતે બોલવું જરૂરી છે’

સૌરભ રાજ જૈને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રિયાલિટી શો પર નિશાન સાધતા લખ્યું છે, ‘મને કહેવામાં આવ્યું હતું કે, આ મુદ્દે ચૂપ રહું, કારણ કે વ્યાવસાયિક રીતે મારે આની સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ માનવતાના નાતે હવે બોલવું જરૂરી છે. રિયાલિટી શોને હવે પોતાની વાસ્તવિકતાનો સામનો કરવાની જરૂર છે. માત્ર ટીઆરપી મેળવવા માટે તેઓ જે હદ સુધી નીચે ઉતરી ગયા છે, તે અત્યંત શરમજનક છે. આ બિલકુલ મનોરંજન નથી. આ બીમાર માનસિકતા, અમાનવીયતા, માનસિક ઉત્પીડન, ક્રૂરતા અને વિકૃત વિચારસરણીનું ઘૃણાસ્પદ પ્રદર્શન છે.’

‘શોના હોસ્ટ કેમ બધું ચૂપચાપ જોઈ રહ્યા છે?’

તેણે કહ્યું, ‘આશ્ચર્ય થાય છે કે આટલા મોટા અને પ્રખ્યાત હોસ્ટ આવા શોમાં આ બધું થતું કેવી રીતે ચૂપચાપ જોતા રહે છે અને તેને થવા દે છે? આ ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક છે. આશા છે કે ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ થોડી સમજદારી બાકી છે અને સમયસર તેના પર લગામ લાગશે. આખરે આપણે સમાજ માટે કેવા માપદંડ નક્કી કરી રહ્યા છીએ?’

શું ‘લોકઅપ 2’ પર એક્ટરે નિશાન સાધ્યું?

આ દિવસોમાં 3 રિયાલિટી શો ચર્ચામાં છે. પહેલો છે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલો ‘લોકઅપ 2’, જેની વિજેતા શ્રેયા કાલરા બની છે. બીજો શો છે એમેઝોન પ્રાઇમનો ‘અલાયન્સ’ અને ત્રીજો છે જિયો હોટસ્ટારનો ‘ભોજપુરી બવાલ’.

'લોકઅપ 2'નું હોસ્ટિંગ ફરાહ ખાન અને રિતેશ દેશમુખે કર્યું હતું.

‘લોકઅપ 2’નું હોસ્ટિંગ ફરાહ ખાન અને રિતેશ દેશમુખે કર્યું હતું.

જ્યાં ‘અલાયન્સ’ સ્ટ્રેટેજીનો સ્વચ્છ રિયાલિટી શો છે, ત્યાં નેટફ્લિક્સનો ‘લોકઅપ 2’ ગાળાગાળી અને ઝઘડાઓને કારણે વિવાદોમાં રહ્યો. શોમાં સેક્સ્યુઆલિટીની મજાક ઉડાવવામાં આવી અને અશ્લીલ ભાષાનો પણ ઉપયોગ થયો. આ ઉપરાંત, 2 ઓગસ્ટથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહેલો રિયાલિટી શો ‘ભોજપુરી બવાલ’ પણ ચર્ચામાં છે, જેમાં ભોજપુરી એક્ટ્રેસિસ બોલિવૂડ એક્ટ્રેસિસની મજાક ઉડાવતી જોવા મળી છે.

'લોકઅપ 2' શો રામ કપૂર અને ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાને લીધે પણ ખૂબ વિવાદમાં રહ્યો.

‘લોકઅપ 2’ શો રામ કપૂર અને ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાને લીધે પણ ખૂબ વિવાદમાં રહ્યો.

2 રિયાલિટી શોનો ભાગ રહ્યો છે સૌરભ રાજ

રિયાલિટી શો પર પ્રશ્ન ઉઠાવનાર સૌરભ રાજ પોતે પણ 2 રિયાલિટી શો, ‘ખતરોં કે ખિલાડી 11’ અને ‘નચ બલિયે’માં જોવા મળ્યો છે. નોંધનીય છે કે, સૌરભ રાજ ઘણા માયથોલોજિકલ શો, જેમ કે ‘દેવોં કે દેવ મહાદેવ’, ‘મહાકાલી: અંત હી આરંભ હૈ’, ‘મહાભારત’માં જોવા મળ્યો છે. તેને સાચી ઓળખ મહાભારતમાં ભગવાન કૃષ્ણના પાત્રથી મળી હતી. આ ઉપરાંત તે ‘કસમ સે’, ‘પરિચય’, ‘મીત મિલા દે રબ્બા’ અને ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળ્યો છે.

Leave A Comment