સ્કોટલેન્ડે જીતી 5000મી વન-ડે:કેનેડાને 9 રનથી હરાવ્યું; ફિનલે મેકક્રીથે સદી ફટકારી
સ્કોટલેન્ડે વન-ડે ક્રિકેટની 5000મી મેચમાં કેનેડાને 9 રનથી હરાવ્યું. ડંડી (સ્કોટલેન્ડ)માં રમાયેલી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ-2ની આ ઐતિહાસિક મેચમાં ફિનલે મેકક્રીથે સદી ફટકારી અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી પામ્યો. ટૉસ હારતા બેટિંગ કરી રહેલી સ્કોટિશ ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 281 રન બનાવ્યા. જવાબમાં કેનેડા 49.2 ઓવરમાં 272 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. બ્રેન્ડન મેકમુલેને 3 અને ઓલિવર ડેવિડસને 2 વિકેટ લીધી. સ્કોટલેન્ડની ખરાબ શરૂઆત, મુન્સે ઝીરો પર આઉટ સ્કોટલેન્ડની શરૂઆત ખરાબ રહી અને જ્યોર્જ મુન્સે ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો. ત્યારબાદ મેકક્રીથ અને બ્રેન્ડન મેકમુલેને ઇનિંગ્સ સંભાળી. મેકક્રીથે 140 બોલમાં 112 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રિચી બેરિંગ્ટને 29 અને માઈકલ જોન્સે 36 રન બનાવ્યા. અંતે, સફયાન શરીફે 8 બોલમાં અણનમ 22 અને ઓલિવર ડેવિડસને 4 બોલમાં અણનમ 11 રન બનાવીને સ્કોટલેન્ડનો સ્કોર 281 રન સુધી પહોંચાડ્યો. કેનેડા માટે ઝાહિદ શિરઝાદે 3 અને કલીમ સનાએ 2 વિકેટ લીધી. યુવરાજ સમરાએ કેનેડાને ઝડપી શરૂઆત અપાવી 282 રનના ટાર્ગેટને ચેઝ કરતા યુવરાજ સમરાએ 65 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ તેના આઉટ થયા બાદ કેનેડાની ઇનિંગ્સ લથડી ગઈ. હર્ષ ઠાકરે 52 બોલમાં 23 રન બનાવ્યા, જ્યારે નિકોલસ કિર્ટન 16 અને શ્રેયસ મૌવા 22 રન બનાવી શક્યો. આ પછી કેપ્ટન સાદ બિન ઝફરે અણનમ 40 અને અંશ પટેલે 32 બોલમાં 41 રન બનાવીને કેનેડાને જીતની નજીક પહોંચાડ્યું. એહસાનની ઓવરમાં મેચ પલટાઈ કેનેડા જીત તરફ આગળ વધતું દેખાઈ રહ્યું હતું, પરંતુ 49મી ઓવરના પહેલા બોલ પર અંશ પટેલ 41 રનના સ્કોર પર રનઆઉટ થયો. આ જ ઓવરમાં જૈનુલ્લાહ ઇહસાને કલીમ સના (એક રન)ને બોલ્ડ કરી દીધો. પછી 50મી ઓવરમાં સફયાન શરીફે ઝાહિદ શિરઝાદને મુન્સેના હાથે કેચ કરાવીને કેનેડાને ઓલઆઉટ કરી દીધું. આ પહેલા બ્રેન્ડન મેકમુલેન અને ઓલિવર ડેવિડસને કેનેડાના મિડલ ઓર્ડર પર દબાણ બનાવ્યું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

