'ગાળ આપશો, તો સાંભળવા પણ તૈયાર રહેજો':રણવીર શૌરીનો યુવતીને ગાળ આપ્યા બાદ માફી માંગવાનો ઇનકાર; 16 કરોડ વ્યૂવાળી રીલ પર વિવાદ

Last Updated: August 8, 2026By

અનુપમ ખેર, બોમન ઇરાની, રણવીર શોરી સહિત ‘ખોસલા કા ઘોસલા 2’ની સ્ટારકાસ્ટે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરી હતી. આ રીલ પર 160 મિલિયનથી વધુ વ્યૂઝ પણ આવ્યા. જોકે, રીલ પર કેટલાક યુઝર્સે વાંધાજનક કોમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું, જેના જવાબમાં રણવીર શોરીએ પણ મજેદાર જવાબો આપ્યા. જોકે, એક છોકરીને જવાબ આપતી વખતે રણવીર શોરીએ ગાળ આપી, જેના પર વિવાદ થયો. છોકરીને ગાળ આપવા બદલ રણવીર શોરીની સખત શબ્દોમાં ટીકા થવા લાગી. જ્યારે એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યું કે, તે છોકરીને ગાળ કેવી રીતે આપી શકે? તો જવાબમાં એક્ટરે લખ્યું, ‘તને તેની ઉંમર અને જેન્ડર કેવી રીતે ખબર છે? આ ઇન્ટરનેટ છે. અહીં જેવું કરો તેવું ભરો. તમારું ભાષણ તમારી પાસે રાખો.’ બીજી પોસ્ટમાં રણવીર શોરીએ લખ્યું, ‘ગાળો આપવાને genZની ભાષા ગણાવે છે, અને જ્યારે એ જ ભાષામાં અમે જવાબ આપીએ છીએ ત્યારે તે ગાળો બની જાય છે.’ ઘણા લોકો સતત રણવીરને માફી માંગવા માટે કહી રહ્યા છે. આ વિવાદ પર રણવીર શોરીએ ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે, ‘હું ટ્રોલ્સને તે જ ભાષામાં જવાબ આપું છું, જે ભાષામાં તેઓ મારી સાથે વાત કરે છે અને તેના માટે મારે બિલકુલ માફી માંગવાની જરૂર નથી. જે યુઝરની તમે વાત કરી રહ્યા છો, તે એક જાણીતું ઝેરીલું અને બદતમીઝ એકાઉન્ટ છે. મને ખબર નથી કે તે એકાઉન્ટ પાછળ ખરેખર કોણ છે, તેની ઉંમર કે જેન્ડર શું છે.’ એક્ટરે આગળ કહ્યું, ‘મારા માટે એ વધુ મહત્વનું છે કે, તે કયા પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે, નહીં કે તેની પ્રોફાઇલ ફોટોમાં છોકરી છે કે છોકરો. જો કોઈ છોકરી પણ ગંદી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, તો તેને પણ તે જ પ્રકારના જવાબો સાંભળવા માટે તૈયાર રહેવું જોઈએ.’ રીલને મળ્યા 162 મિલિયન વ્યૂઝ અનુપમ ખેરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પરથી એક રીલ પોસ્ટ કરી હતી, જેમાં તે ટિકટોકના સમયના ટ્રેન્ડિંગ ઓડિયો પર બોમન ઈરાની, રણવીર શોરી અને પ્રવીણ સાથે લિપસિંક કરતા જોવા મળ્યા હતા. થોડા જ સમયમાં રીલ વાયરલ થઈ ગઈ અને માત્ર 5 દિવસમાં તેને 162 મિલિયન એટલે કે 16 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા. આ અનુપમ ખેરની પ્રોફાઇલ પર સૌથી વધુ જોવાયેલા વીડિયોમાં સામેલ થઈ ગઈ છે. આ વીડિયો ‘ખોસલા કા ઘોસલા 2’ના સેટ પર લંચ બ્રેક દરમિયાન બનાવવામાં આવ્યો હતો. અનુપમ ખેરે ચાહકોનો આભાર માન્યો અનુપમ ખેરે BTS વીડિયો શેર કરતા જણાવ્યું કે, ટીમને રીલ પર આટલો શાનદાર પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા નહોતી. તેમણે લખ્યું, ’15 કરોડ વ્યૂઝ અને ગણતરી હજુ ચાલુ છે. જ્યારે અમે આ રીલ શૂટ કરી હતી, ત્યારે અમને બિલકુલ અંદાજ નહોતો કે તેને માત્ર ઇન્સ્ટાગ્રામ પર 15 કરોડ વ્યૂઝ મળશે.’ તેમણે આગળ લખ્યું, ‘અમે તેને એટલી ગંભીરતા અને નિર્દોષતાથી બનાવ્યું, જાણે કે અમારી જિંદગીની સૌથી મહત્વપૂર્ણ ફિલ્મનો ક્લાઇમેક્સ શૂટ કરી રહ્યા હોઈએ.’ એક્ટરે જણાવ્યું કે રીલની સૌથી મજેદાર પળો અચાનક રેકોર્ડ થઈ હતી. બોમન ઈરાનીની મેકઅપ આર્ટિસ્ટ અમૃતાએ કલાકારોની રિહર્સલ અને રીલ સાથે જોડાયેલી દરેક વાત પર ચર્ચા કરતા ચૂપચાપ વીડિયો રેકોર્ડ કર્યો હતો. ફિલ્મમાં જૂની કાસ્ટ સાથે રવિ કિશન પણ ‘ખોસલા કા ઘોસલા 2’ એ 2006માં આવેલી કોમેડી ફિલ્મ ‘ખોસલા કા ઘોસલા’ની સિક્વલ છે. આ ફિલ્મને પ્રશાંત ભાગિયાએ ડિરેક્ટ કરી છે. સિક્વલમાં અનુપમ ખેર, બોમન ઈરાની, રણવીર શોરી, પરવીન ડબાસ અને કિરણ જૂનજા જૂની કાસ્ટ તરીકે પરત ફરી રહ્યા છે. રવિ કિશન પણ મહત્વની ભૂમિકામાં કલાકારોની ટીમમાં જોડાયા છે. ફિલ્મને ટી-સિરીઝ સાથે સવિતા રાજ હિરેમઠ અને રાજ હિરેમઠે પ્રોડ્યુસ કરી છે. આ સિક્વલ મૂળ ફિલ્મના લગભગ બે દાયકા પછી મધ્યમ વર્ગના પરિવારના જીવન પર આધારિત એક મોટી કોમિક વાર્તા રજૂ કરશે.