આશિષ યાદવે U20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીત્યો:નીરજ ચોપરા પછી મેડલ જીતનાર બીજો ભારતીય, 74.09 મીટર થ્રો કર્યો
આશિષ યાદવે યુજીનમાં ચાલી રહેલી અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ત્રીજા દિવસે મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. ભારતના યુવા એથ્લેટ આશિષે ત્રીજા રાઉન્ડમાં 74.09 મીટરનો થ્રો કર્યો, જેનાથી તેને સિલ્વર મળ્યો. આ જ ફાઇનલમાં સામેલ અન્ય ભારતીય ટી. ધરનિધરન 72.35 મીટરના થ્રો સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. નીરજે 2016માં ગોલ્ડ જીત્યો હતો 19 વર્ષીય આશિષ આ ઇવેન્ટમાં મેડલ જીતનાર નીરજ ચોપરા પછી બીજો ભારતીય બન્યો છે. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરાએ 2016માં પોલેન્ડમાં યોજાયેલી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો. નીરજે તે જ સ્પર્ધામાં 86.48 મીટરનો થ્રો કર્યો હતો, જે હજુ પણ વર્લ્ડ જુનિયર રેકોર્ડ છે. સાઉથ આફ્રિકાના જાન-હેન્ડ્રિક હેમન્સને ગોલ્ડ ગોલ્ડ મેડલ સાઉથ આફ્રિકાના જાન-હેન્ડ્રિક હેમન્સ જીત્યો. તેણે પોતાના છઠ્ઠા અને છેલ્લા પ્રયાસમાં 80.50 મીટર જેવલિન ફેંક્યો. હેમન્સનો આ થ્રો આ સીઝનનો U20 વર્લ્ડ લીડ પ્રદર્શન રહ્યો. પૂજા હાઈ જમ્પની ફાઇનલમાં ભારતની પૂજાએ ચેમ્પિયનશિપમાં વુમન્સ હાઈ જમ્પની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. તેણે ક્વોલિફિકેશનમાં 1.79 મીટરની ઊંચાઈ પહેલા જ પ્રયાસમાં પાર કરી. હવે પૂજા 10 ઑગસ્ટે ભારતીય સમય અનુસાર રાત્રે 1 વાગ્યે યોજાનારી ફાઇનલમાં મેડલ માટે પડકાર રજૂ કરશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

