યુગાન્ડાના ફૂટબોલ સ્ટાર ડેવિડ ઓવરીની હત્યા:રાજધાની કંપાલામાં અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો, હોસ્પિટલમાં મૃત્યુ થયું

Last Updated: August 9, 2026By

યુગાન્ડાના આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી ડેવિડ ઓવરીની હત્યા કરવામાં આવી છે. 28 વર્ષીય ઓવરી દેશના સૌથી મોટા ફૂટબોલ ક્લબ્સમાં સામેલ એસસી વિલા ક્લબના કેપ્ટન હતા. સ્થાનિક પોલીસ અનુસાર મંગળવારે રાજધાની કંપાલાના એક ઉપનગરમાં અજાણ્યા હુમલાખોરોએ ઓવરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. રસ્તા પરથી પસાર થતા લોકોએ તેમને બેભાન અવસ્થામાં જોયા અને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા. બાદમાં તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. ફેડરેશન ઓફ યુગાન્ડા ફૂટબોલ એસોસિએશન્સે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ડેવિડ માત્ર એક ફૂટબોલર નહોતા. તેઓ એક લીડર અને યુવાનો માટે પ્રેરણા હતા. એસસી વિલાના કેપ્ટન તરીકે તેમણે હિંમત, નમ્રતા અને જુસ્સા સાથે ટીમનું નેતૃત્વ કર્યું. યુગાન્ડા ક્રેન જર્સી પહેરીને તેમણે દેશની આશાઓને આગળ વધારી. યુગાન્ડા ક્રેને X પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. જૂનમાં એક રગ્બી ખેલાડીને ભીડે મારી નાખ્યો હતો ઓવરીના મૃત્યુ પહેલા જૂનમાં એક અન્ય લોકપ્રિય સ્પોર્ટ્સ પર્સનાલિટીનો જીવ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, રગ્બી ખેલાડી સિડની ગોંગોડ્યોનું મૃત્યુ કંપાલામાં ભીડ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ થયું હતું. તેમને ભૂલથી ચોર સમજી લેવામાં આવ્યા હતા. NCS યુગાન્ડાએ કહ્યું- અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ નેશનલ કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સ યુગાન્ડાએ જણાવ્યું હતું કે, દુઃખની વાત છે કે યુગાન્ડાનું રમતગમત જગત તાજેતરના દિવસોમાં આવી અનેક દુર્ઘટનાઓનો ભોગ બન્યું છે. અમે ન્યાય અને આ સમસ્યાના કાયમી ઉકેલની અપેક્ષા રાખીએ છીએ. સંસદની વેબસાઇટ પર જારી કરાયેલા નિવેદન અનુસાર, ડેપ્યુટી સ્પીકર થોમસ તયેબવાએ અધિકારીઓને દેશમાં સુરક્ષા પડકારોનો સામનો કરવા જણાવ્યું છે.