Charlie Chauhan Weds Ramandeep Singh

Last Updated: August 9, 2026By

10 કલાક પેહલા

  • કૉપી લિંક

ટીવી અભિનેત્રી ચાર્લી ચૌહાણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ક્રિકેટર રમણદીપ સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ ગુરુદ્વારામાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

ચાર્લી અને રમણદીપ છેલ્લા 8 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ તેમણે પોતાના સંબંધોને મીડિયા અને ચાહકોથી છુપાવી રાખ્યા હતા. લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા ચાર્લીએ લખ્યું કે 8 વર્ષ સાથે રહ્યા પછી હવે તેઓ હંમેશા માટે એક થઈ ગયા છે.

જુઓ લગ્નની તસવીરો…

શીખ રીતિ-રિવાજથી થયા લગ્ન, ક્રિકેટર મિત્રો પહોંચ્યા

લગ્નનું આયોજન ખૂબ જ સાદગીપૂર્વક કરવામાં આવ્યું હતું. તેમાં ક્રિકેટર અર્શદીપ સિંહ, નમન ધીર, અશ્વિની કુમાર અને જસઇન્દર સિંહ જેવા નજીકના મિત્રો હાજર રહ્યા હતા.

લગ્ન દરમિયાન રમણદીપે ક્રીમ કલરની શેરવાની અને મરૂન પાઘડી પહેરી હતી, જ્યારે ચાર્લી મરૂન રંગના પરંપરાગત લહેંગા અને હેવી જ્વેલરીમાં જોવા મળી હતી. બંનેના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સહિત ટીવી અને ક્રિકેટ જગતની હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

બંનેનો 8 વર્ષ જૂનો સંબંધ હતો ચાર્લી અને રમણદીપનો અફેર છેલ્લા 8 વર્ષથી ચાલી રહ્યો હતો. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોનો સોશિયલ મીડિયા પર જાહેરમાં ખુલાસો કર્યો ન હતો. અચાનક લગ્નની તસવીરો સામે આવ્યા બાદ જ ચાહકોને તેમના સંબંધો વિશે જાણ થઈ હતી.

રમણદીપ સિંહ પંજાબના ક્રિકેટર છે અને 2024માં IPL ખિતાબ જીતનારી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ રહ્યા છે. તેમણે પોતાના કરિયરની શરૂઆત 2016-17ના ડોમેસ્ટિક T20 ટુર્નામેન્ટથી કરી હતી.

‘રોડીઝ 7’ થી કરી હતી કરિયરની શરૂઆત ચાર્લી ચૌહાણે પોતાના ટીવી કરિયરની શરૂઆત વર્ષ 2009માં ‘MTV રોડીઝ 7’ થી કન્ટેસ્ટન્ટ તરીકે કરી હતી. ત્યારબાદ વર્ષ 2012માં તેમણે ‘ગુમરાહ: એન્ડ ઓફ ઇનોસન્સ’ થી એક્ટિંગમાં પગ મૂક્યો.

તે જ વર્ષે તેમને ચેનલ વીના શો ‘બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર?’માં ઇલાક્ષી સિંહ (ઇલા)નો મુખ્ય રોલ મળ્યો. આ પછી ‘કૈસી યે યારિયાં’માં મુક્તિ વર્ધનના પાત્રથી તેમને ઘેર ઘેર ઓળખ મળી. તેમણે ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘યે હૈ આશિકી’, ‘ઇશ્ક કિલ્સ’ અને ‘એમટીવી વોરિયર હાઈ’ જેવા ઘણા શોમાં કામ કર્યું છે.