ભારતીય મહિલા ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ બદલાયું:3 T20 મેચ ઉમેરવામાં આવી; એક ટેસ્ટ અને ત્રણ વન-ડે પણ રમાશે
ભારતીય વુમન્સ ટીમનો સાઉથ આફ્રિકી પ્રવાસનો શેડ્યૂલ બદલાઈ ગયો છે. હવે આ પ્રવાસમાં એક ટેસ્ટ અને ત્રણ વન-ડે સાથે ત્રણ T20 મેચ પણ રમાશે. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ CSA એ રિવાઇઝ્ડ શેડ્યૂલ જાહેર કર્યો છે. વુમન્સ ટીમ ઈન્ડિયા 9 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી આફ્રિકામાં રહેશે. હવે ટેસ્ટ મેચ પહેલા રમાશે, પછી વ્હાઇટ બોલ સિરીઝ પહેલાના શેડ્યૂલમાં એક ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડે મેચ રમાવાની હતી. પહેલા વન-ડે સિરીઝ રમાતી અને પછી ટેસ્ટ મેચ થતી. પ્રવાસ 9 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી ચાલવાનો હતો. હવે ટેસ્ટ મેચને પહેલા કરી દેવામાં આવી છે. પછી ત્રણ વન-ડે મેચ રમાશે. પછીથી ત્રણ T20 મેચ થશે. ભારતીય ટીમના પ્રવાસને એક સપ્તાહ વધારી દેવામાં આવ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

