'ગોવિંદાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે':સુનીતા આહુજાએ પતિ પર ફરી નિશાન સાધ્યું, એક્ટ્રેસ કોમલ સાથે દેખાવા પર કહ્યું, 'કેવા ખરાબ સ્ટાન્ડર્ડ છે!'
બોલિવૂડનો ‘હીરો નં.1’ ગોવિંદાનું નામ હાલમાં એક એક્ટ્રેસ સાથે જોડાઈ રહ્યું છે. તાજેતરમાં તે એક્ટ્રેસ કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યો હતો, ત્યારથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ અંગે ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ પ્રતિક્રિયા આપી છે. તેનું કહેવું છે કે ગોવિંદાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’ વાસ્તવમાં, જ્યારે એક પાપારાઝીએ સુનીતા આહુજાને પૂછ્યું કે, ‘ગોવિંદા સર કોમલ મેમ સાથે જોવા મળ્યા, ફિલ્મનું પ્રમોશન શરૂ થયું?’ આના પર સુનીતાએ કહ્યું કે, ‘એક કહેવત સાંભળી છે- ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એટલે આ બધું કરે છે. હવે શું કહીએ? ‘બધા નરકમાં જાય’ જ્યારે સુનીતાને પૂછવામાં આવ્યું કે, ‘સોશિયલ મીડિયા પર ગોવિંદાને ‘ચીટર નંબર 1′ કહેવામાં આવી રહ્યા છે.’ ત્યારે સુનીતાએ કહ્યું કે, ‘આ પ્રશ્ન તમારે ગોવિંદાના ચાહકોને પૂછવો જોઈએ. જ્યારે હું બોલું છું, ત્યારે આ બધા મને ટ્રોલ કરે છે. હું ઈચ્છું છું કે ગોવિંદાના ફેન્સ, મીડિયા આ વાતનો જવાબ આપે. મને ન પૂછો. મને કોઈ રસ નથી અને આ તેના ફેન્સ જણાવશે.’ તેમણે આગળ કહ્યું કે, ‘જ્યારે હું સાચું બોલું છું, ત્યારે બધા મને ગાળો આપે છે, તો હવે જે જોઈ રહ્યા છે, તેમણે જણાવવું જોઈએ કે ગોવિંદા સાચા કે હું અને આ વિશે મારે કંઈ વાત નથી કરવી. બધા નરકમાં જાય.’ સુનીતાએ એમ પણ કહ્યું કે જો કંઈ કરવું જ હતું તો સ્ટાન્ડર્ડથી કરત, આ શું ખરાબ સ્ટાન્ડર્ડ કરી રહ્યો છે. પહેલાં જે તેમનું સ્ટાન્ડર્ડ હતું ને, આ તો સ્ટાન્ડર્ડ જ નથી. આ ગોવિંદાનું સ્ટાન્ડર્ડ નથી. કો-એક્ટ્રેસ સાથે ગોવિંદા સ્પોટ થયો હતો ગોવિંદા એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો, જેનું નામ તેની પત્ની સુનીતાએ પણ લીધું છે. સુનીતાએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, તેને કોમલ નામથી નફરત છે. ગોવિંદા સાથે બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે કોમલ ગોવિંદા 7 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે અને તેના પ્રોડક્શનની આ ફિલ્મથી કોમલને પણ લોન્ચ કરી રહ્યા છે. એટલું જ નહીં, કોમલ ગોવિંદાની બીજી ફિલ્મ ‘દુનિયાદારી’માં પણ હોવાના અહેવાલ છે. ગોવિંદાએ જુલાઈમાં અપકમિંગ ફિલ્મ ‘રૂપા’ સાથે જોડાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં કોમલનો મીડિયા સાથે પરિચય કરાવ્યો અને વખાણ કરતા કહ્યું કે ફિલ્મ જોયા પછી દર્શકો તેને એક સારી એક્ટ્રેસ માનશે. સુનીતાએ અફેરના આરોપ લગાવ્યા હતા થોડા સમય પહેલા જ ગોવિંદાની પત્ની સુનીતાએ ‘મિસ માલિની’ને આપેલા ઇન્ટરવ્યુમાં ગોવિંદાના અફેરની ચર્ચાઓ પર વાત કરતા કહ્યું કે, ‘યુવાનીમાં ભૂલો થાય છે, પરંતુ 63 વર્ષની ઉંમરે આ બધું સાંભળવું યોગ્ય નથી.’ જ્યારે ઇન્ટરવ્યુઅરે જણાવ્યું કે, તેનું નામ કોમલ છે, ત્યારે સુનીતાએ કહ્યું- સુનીતાએ કહ્યું- ‘નવી છોકરીઓને શુગર ડેડી જોઈએ છે, શકલ હોતી નથી’ આ જ ઇન્ટરવ્યુમાં સુનીતાએ કહ્યું હતું કે, ‘આજકાલની જે છોકરીઓ આવે છે ને સંઘર્ષ કરવા માટે, તેમને એક શુગર ડેડીની જરૂર હોય છે, જે તેમનો ખર્ચો ચલાવે. શકલ બે કોડીની હોય છે, પણ હિરોઈન બનવું હોય છે. પછી શું કરે છે, ફસાવી લે છે, બ્લેકમેલ કરે છે. આવી છોકરીઓ ઘણી આવે છે, પણ તમે (ગોવિંદા) થોડા મૂર્ખ છો, 63 વર્ષના છો, સુંદર પત્ની છે, બાળકો છે. તમે આ ઉંમરે આ બધું ન કરી શકો. યુવાનીમાં બધા ભૂલ કરે છે, પણ આ ઉંમરે નહીં.’ કોમલ સાથે સ્પોટ થયા બાદ ગોવિંદાએ કહ્યું કે, સુનીતા સાર્વજનિક રીતે તેના વિશે નકારાત્મક વાતો કરીને સ્ટારડમ મેળવી રહી છે. સાથે જ એક્ટરે કહ્યું કે, ‘શું તમને સફળતા માટે બીજાને બદનામ કરવા જરૂરી છે?’ ‘તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે’ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં સુનીતાના ઘણી છોકરીઓ સાથે અફેરના દાવાઓ પર ગોવિંદાએ કહ્યું, ‘તે મને ખૂબ પ્રેમથી ગાળો આપે છે અને હું તેમના હાથથી ખાઉં પણ છું. મને લાગે છે કે, જે લોકો જ્યાં છે અને ભગવાને તેમને જે પણ ભૂમિકા આપી છે, જો તેઓ ત્યાં ન હોત, તો આપણે સફળ થઈ શક્યા ન હોત.’ ‘અંતર બનાવવા માટે આરોપ લગાવવા જરૂરી નથી’ ગોવિંદાએ ઇશારો કર્યો કે તેના વિશે ખૂલીને બોલ્યા પછી સુનીતાને સ્ટારડમ મળ્યું. તેણે કહ્યું, ‘ઘણી વાતો એવી હોય છે, જે વ્યક્ત નથી થતી. શું અંતર બનાવવા માટે આરોપ લગાવવાની જરૂર છે? પણ લોકો માને છે કે, આ બહાર નીકળવાનો સરળ રસ્તો છે.’ તેણે પ્રશ્ન કર્યો, ‘સફળતા માટે પોતાના જ લોકોની બુરાઈ જરૂરી છે શું? આ થોડું સરળ છે. સુનીતા વખાણ કરે છે પછી એક બુરાઈ કરે છે. મને આમાં વધારે પ્રેમ દેખાય છે.’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

