લિવરપૂલ ક્લબમાં હિસ્સેદારી ખરીદી રહ્યા છે લક્ષ્મી મિત્તલના જમાઈ:અમિત ભાટિયાએ જેફ બેઝોસ સાથે મળીને 17 હજાર કરોડની બોલી લગાવી

Last Updated: August 11, 2026By

બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ અમિત ભાટિયા ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટીમ લિવરપૂલમાં હિસ્સેદારી ખરીદી રહ્યા છે. તેમણે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સાથે મળીને 30% હિસ્સેદારી માટે 17 હજાર કરોડ રૂપિયાની બોલી લગાવી છે. હાલમાં લિવરપૂલની માલિકી ફેનવે સ્પોર્ટ્સ ગ્રુપ (FSG) પાસે છે. FSG પાસે લિવરપૂલની 97% હિસ્સેદારી છે. 3% હિસ્સેદારી ડાયનેસ્ટી ગ્રુપ પાસે છે. ડીલ ફાઇનલ થયા પછી FSG પાસે 67% હિસ્સેદારી રહેશે. ભાટિયા અને બેઝોસ પાસે 30% હિસ્સો આવશે. ડાયનેસ્ટી ગ્રુપ પાસે પહેલાની જેમ 3% હિસ્સેદારી રહેશે. અમિત ભાટિયા કોણ છે? 46 વર્ષના અમિત ભાટિયા, ભારતીય સ્ટીલ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના જમાઈ છે. 2004માં લક્ષ્મી મિત્તલની દીકરી વનિષા સાથે તેમના લગ્ન થયા હતા. ભાટિયા ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. કન્સોર્ટિયમમાં કોણ-કોણ સામેલ જેફ બેઝોસ- એમેઝોનના ફાઉન્ડર, ફોર્બ્સ અનુસાર લગભગ 245-281 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ (ઈલોન મસ્ક અને લેરી પેજ પછી) એડ્યુઆર્ડો સેવરિન- ફેસબુકના સહ-સ્થાપક લક્ષ્મી મિત્તલ- ભાટિયાના સસરા, અનુમાનિત નેટવર્થ 23.2 અબજ પાઉન્ડ, ડીલને ફાઇનાન્સિયલ બેકિંગ આપી રહ્યા છે. લિવરપુલનું વેલ્યુએશન 16 વર્ષમાં 15 ગણું વધ્યું ફૂટબોલ ક્લબ્સની વેલ્યુ સતત વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રીમિયર લીગ ક્લબ્સનું વેલ્યુએશન ઝડપથી વધ્યું છે. 2022માં ચેલ્સી 4.25 અબજ પાઉન્ડ એટલે કે લગભગ ₹54,949 કરોડમાં વેચાયું હતું. 2024માં જિમ રેટક્લિફે માન્ચેસ્ટર યુનાઇટેડમાં 25% હિસ્સેદારી ખરીદી હતી, જેમાં ક્લબની વેલ્યુ 4.3 અબજ પાઉન્ડ એટલે કે લગભગ ₹55,393 કરોડ આંકવામાં આવી હતી. 2023માં જ ડાયનેસ્ટી ઇક્વિટીએ લિવરપૂલમાં એક નાની હિસ્સેદારી ખરીદી હતી, ત્યારે ક્લબની વેલ્યુ 3.3 અબજ પાઉન્ડ એટલે કે લગભગ ₹42,511 કરોડ જણાવવામાં આવી હતી.