Salman Khan Sanjay Dutt 7 Dogs Release Date Announced; Shot Riyadh
23 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને સંજય દત્તની ઇન્ટરનેશનલ એક્શન થ્રિલર ફિલ્મ ‘7 ડોગ્સ’ ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે, આ ફિલ્મ 21 ઓગસ્ટે ભારતીય થિયેટરોમાં લાગશે.
ફિલ્મનું ડિરેક્શન બિલાલ ફલ્લાહ અને આદિલ અલ અરબીએ કર્યું છે. આ ફિલ્મમાં ઇજિપ્તના સ્ટાર્સ કરીમ અબ્દુલ-અઝીઝ અને અહેમદ એઝ મુખ્ય ભૂમિકાઓમાં છે, જ્યારે સલમાન ખાન અને સંજય દત્ત કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં મિડલ ઇસ્ટના દેશોમાં રિલીઝ થઈ ચૂકી છે.

સલમાન ખાનની પોસ્ટ.
ટીઝરમાં બંને કલાકારોનો અંદાજ જોવા મળ્યો હતો ફિલ્મ ‘7 ડોગ્સ’નું ટીઝર ગયા વર્ષે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીઝરની શરૂઆતમાં સંજય દત્ત હાથમાં બંદૂક સાથે જોવા મળ્યો હતો, જ્યારે ટીઝરના છેલ્લા ભાગમાં સલમાન ખાન સૂટ-બૂટમાં જોવા મળ્યો હતો. બંને કલાકારોના ટીઝરમાં આવ્યા બાદથી જ ભારતીય દર્શકોમાં આ ફિલ્મને લઈને ચર્ચા હતી.

રિયાદમાં ત્રણ દિવસનું શૂટિંગ થયું હતું આ ફિલ્મનું નિર્માણ સાઉદી અરેબિયાની જનરલ એન્ટરટેઈનમેન્ટ ઓથોરિટીના ચેરમેન તુર્કી અલ-શેખે કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાન અને સંજય દત્તના તુર્કી અલ-શેખ સાથે સારા સંબંધો છે.
આ જ કારણથી બંને આ ફિલ્મમાં કેમિયો કરવા તૈયાર થયા હતા. આ રોલના શૂટિંગ માટે સલમાન અને સંજય ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાની રાજધાની રિયાદ ગયો હતો. ત્યાં બંનેએ ત્રણ દિવસના શેડ્યૂલમાં પોતાના સીન શૂટ કર્યા હતા.

ડ્રગ સિન્ડિકેટ અને ઇન્ટરપોલ ઓફિસરની વાર્તા વેરાયટીના રિપોર્ટ અનુસાર, ફિલ્મની વાર્તા ‘7 ડોગ્સ’ નામના એક ગ્લોબલ ક્રાઈમ સિન્ડિકેટની આસપાસ ફરે છે. આમાં ઇન્ટરપોલ ઓફિસર ખાલિદ અલ-અઝ્ઝાઝી આ સિન્ડિકેટના મોટા લીડર ઘાલી અબુ દાઉદને પકડી પાડે છે.
એક વર્ષ પછી જ્યારે આ સિન્ડિકેટ મિડલ ઇસ્ટમાં ‘પિંક લેડી’ નામની નવી ડ્રગ્સની તસ્કરી શરૂ કરે છે, ત્યારે ખાલિદને મજબૂરીમાં ઘાલીની મદદ લેવી પડે છે. ઘાલી જ એકમાત્ર એવો વ્યક્તિ છે, જે આ સિન્ડિકેટના કામ કરવાની રીતને સારી રીતે જાણે છે.

‘સાજન’ થી લઈને ‘ઓલ્ડ મની’ સુધી સાથે કામ કર્યું સલમાન ખાન અને સંજય દત્તની ઓનસ્ક્રીન જોડીને દર્શકો લાંબા સમયથી પસંદ કરતા રહ્યા છે. બંનેએ 1991માં આવેલી ફિલ્મ ‘સાજન’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી 2000માં આવેલી ફિલ્મ ‘ચલ મેરે ભાઈ’ અને 2002ની ફિલ્મ ‘યે હૈ જલવા’માં પણ બંને સાથે જોવા મળ્યા. ગયા વર્ષે બંને ઇન્ડો-કેનેડિયન રેપર એપી ઢિલ્લોનના મ્યુઝિક વીડિયો ‘ઓલ્ડ મની’માં પણ એકસાથે જોવા મળ્યા હતા.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


