India Wins Commonwealth Fencing Championship 2026

Last Updated: August 13, 2026By

51 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતે નાઇજીરીયાના લાગોસમાં કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ વખત ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ફેન્સર્સે સિનિયર અને અંડર-23 કેટેગરીમાં કુલ 35 મેડલ જીત્યા. જેમાં 13 ગોલ્ડ, 8 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પ્રદર્શન માટે ભારતને વિલ્કિન્સન સ્વોર્ડ ટ્રોફી પણ મળી. આ કોમનવેલ્થ ફેન્સિંગ ફેડરેશન દ્વારા ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ ઓવરઓલ પ્રદર્શન માટે આપવામાં આવે છે.

ચોથા દિવસે 6માંથી 5 ગોલ્ડ જીત્યા

સિનિયર ભારતીય ફેન્સર્સે સ્પર્ધાના ચોથા દિવસે 6 ઇવેન્ટમાંથી 5માં ગોલ્ડ જીત્યા. ભારતે મેન્સ સેબર, વુમન્સ સેબર, મેન્સ એપે, વુમન્સ એપે અને વુમન્સ ફોઇલમાં ગોલ્ડ મેળવ્યો. મેન્સ ફોઇલમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો.

ફેન્સિંગમાં ભારતનું સૌથી સફળ પ્રદર્શન

ભારતે સેબર, એપે અને ફોઈલ ત્રણેય હથિયારોમાં મજબૂત પ્રદર્શન કર્યું. અંડર-23 ખેલાડીઓના પ્રદર્શન સાથે સિનિયર ફેન્સર્સની સફળતાએ ભારતને ચેમ્પિયનશિપમાં ટોચ પર પહોંચાડ્યું.

FAI મહાસચિવે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા

ફેન્સિંગ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (FAI)ના મહાસચિવ રાજીવ મહેતાએ ભારતીય ટીમની સફળતા બદલ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે પ્રથમ વખત કોમનવેલ્થ ઓવરઓલ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવો એ ભારતીય ફેન્સિંગમાં પ્રતિભા, અનુશાસન અને મહેનતનું પરિણામ છે.