Hrithik Roshan Saba Azad Breakup Rumors; Dating App Profile Viral Photos Urvashi Rautela Claim

Last Updated: August 15, 2026By

31 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ ગણાતા હૃતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદના બ્રેકઅપની અફવાઓ ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હૃતિકના ડેટિંગ એપ ‘રાયા’ પરના પ્રોફાઇલના સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ આ મામલો ગરમાયો છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ હૃતિકની એક્સ-ગર્લફ્રેન્ડ કંગના રનૌતે હૃતિક અને સબાના સંબંધો પર નિશાન સાધ્યું હતું. ત્યારે હૃતિક અને સબાના સંબંધને કંગનાની નજર લાગી ગઈ હોવાનું યુઝર્સમાં ચર્ચાઈ રહ્યું છે.

વાયરલ સ્ક્રીનશોટમાં તેમના પ્રોફાઇલ બાયોમાં ‘એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર’ લખેલું દેખાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે હૃતિક કે સબા તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

સોશિયલ મીડિયા પર હૃતિકના ડેટિંગ એપ 'રાયા' પરના પ્રોફાઇલના કથિત સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર હૃતિકના ડેટિંગ એપ ‘રાયા’ પરના પ્રોફાઇલના કથિત સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યા છે.

ઉર્વશી રૌતેલાના નિવેદનથી અફવાઓ વધી તાજેતરમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ પણ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂરના પ્રોફાઇલ જોયા હતા.

જોકે, ઉર્વશીનું આ નિવેદન સીધી રીતે હૃતિકના રિલેશનશિપ સ્ટેટસ સાથે જોડાયેલું ન હતું, પરંતુ ચાહકો તેને હૃતિક અને સબાના બ્રેકઅપના સંકેત તરીકે જોઈ રહ્યા છે. ત્યારથી સોશિયલ મીડિયા પર બંનેના અલગ થવાની ચર્ચા તેજ બની ગઈ છે.

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ દાવો કર્યો હતો કે, તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ 'રાયા' પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂરના પ્રોફાઇલ જોયા હતા.

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ દાવો કર્યો હતો કે, તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂરના પ્રોફાઇલ જોયા હતા.

કંગનાએ શું કહ્યું હતું?

થોડા સમય પહેલા થયેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર ‘ધ વર્લ્ડ ઓઝ એન અપૉલોજી ટુ હૃતિક રોશન (દુનિયાએ હૃતિક રોશનની માફી માંગવી જોઈએ.)’ ટ્રેન્ડ સામે આવ્યો હતો. આ સંબંધિત એક પોસ્ટ પર હૃતિક રોશને કમેન્ટ કરી હતી. આ કમેન્ટ પર કંગના રનૌત ભડકી ગઈ હતી.

હૃતિકના આ રિએક્શન બાદ કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું,

QuoteImage

પ્રિય હૃતિક, મને ખુશી છે કે તમને તમારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. સબા આઝાદ સાથે તમારી જોડી ખૂબ સારી લાગે છે અને તમે બંને એક સિરિયસ રિલેશનશિપમાં છો. આવા સમયે કોઈ મહિલાને આ રીતે ચીડવવી કે તેની મજાક ઉડાવવી તમને શોભતું નથી. તેના બદલે, તમારે તે લોકોની નિંદા કરવી જોઈએ, જે તમારા નામનો ઉપયોગ કરીને મને પરેશાન કરી રહ્યા છે અને બુલી કરી રહ્યા છે.

QuoteImage

કંગનાની પોસ્ટ.

કંગનાની પોસ્ટ.

કંગનાએ આગળ કહ્યું,

QuoteImage

કૃપા કરીને આગમાં ઘી હોમવા જેવું વર્તન બંધ કરો અને તમારા પાર્ટનરને પણ આ રીતે શરમાવો નહીં. આશા છે કે તમે સમજદારીથી કામ લેશો અને આવી અયોગ્ય ટિપ્પણીઓ કરવાનું બંધ કરશો.

QuoteImage

કંગના અને હૃતિકે ‘કાઈટ્સ’ (2010) અને ‘ક્રિશ 3’ (2013)માં સાથે કામ કર્યું છે.

કંગના અને હૃતિકે ‘કાઈટ્સ’ (2010) અને ‘ક્રિશ 3’ (2013)માં સાથે કામ કર્યું છે.

સોશિયલ મીડિયા યુઝર્સે કંગના પર નિશાન સાધ્યું

એક યુઝરે લખ્યું, 'આનું કારણ કંગના છે.'

એક યુઝરે લખ્યું, ‘આનું કારણ કંગના છે.’

બીજા યુઝરે લખ્યું કે, 'કંગના કહેતી હશે કે મેં બંનેને અલગ કરી દીધા. મિશન કમ્પ્લિટ.

બીજા યુઝરે લખ્યું કે, ‘કંગના કહેતી હશે કે મેં બંનેને અલગ કરી દીધા. મિશન કમ્પ્લિટ.

કેટલાક યુઝર્સે હૃતિકને કંગના સાથે પેચઅપ કરવાની સલાહ આપી.

કેટલાક યુઝર્સે હૃતિકને કંગના સાથે પેચઅપ કરવાની સલાહ આપી.

હૃતિક અને સબાએ બ્રેકઅપના સમાચારો પર મૌન સેવ્યું તમામ અટકળો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ છતાં, હૃતિક રોશન અને સબા આઝાદમાંથી કોઈએ પણ આ મુદ્દે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

હૃતિક પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને ઘણીવાર અંગત બાબતો પર બોલવાનું ટાળે છે. આ વખતે પણ બંને કલાકારો તરફથી આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

હૃતિક સબા કરતા 17 વર્ષ મોટો છે હૃતિક અને સબાના ડેટિંગની અફવાઓ ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી. જ્યારે એક્ટર તેની સાથે ડિનર ડેટ પર સ્પોટ થયો હતો. બાદમાં સબા ઘણી વખત હૃતિકના પરિવાર સાથે જોવા મળી હતી. બંને કરણ જોહરના 50મા જન્મદિવસમાં પણ એકસાથે સામેલ થયા હતા. હૃતિક અને સબા વચ્ચે પૂરા 17 વર્ષનો તફાવત છે. હૃતિક 48 વર્ષનો છે, જ્યારે સબા માત્ર 31 વર્ષની છે.

હૃતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા છે હૃતિકના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. બંનેએ 2014માં એકબીજાથી છૂટાછેડા લઈ લીધા હતા. રેહાન અને રિદાન બંને સુઝેન અને ઋત્વિકના દીકરા છે. છૂટાછેડાના કેટલાક વર્ષો પછી, સુઝેને અર્સલાન ગોનીને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.