સોનું ₹1,703 વધીને ₹1.54 લાખ પર પહોંચ્યું:આ મહિને સોનું ₹11 હજાર મોંઘું થયું, ચાંદી આજે ₹2,531 વધીને ₹2.36 લાખ પ્રતિ કિલો થઈ

Last Updated: August 17, 2026By

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 17 ઓગસ્ટે વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,703 રૂપિયા વધીને 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. એક કિલો ચાંદીની કિંમત 2,531 રૂપિયા વધીને 2.36 લાખ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ મહિને એટલે કે ઓગસ્ટમાં માત્ર 17 દિવસમાં જ સોનું 11 હજાર અને ચાંદી 18 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે. આ વર્ષે સોના-ચાંદીમાં અત્યાર સુધી તેજી રહી આ વર્ષે સોના-ચાંદીની કિંમતમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું 2026માં અત્યાર સુધી 21 હજાર રૂપિયા મોંઘું થયું છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 10 ગ્રામ સોનું 1.33 લાખ રૂપિયાથી ઉપર હતું, જે હવે 1.54 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે. ચાંદીની કિંમતમાં 6 હજાર રૂપિયાનો વધારો થયો છે. ચાંદી 31 ડિસેમ્બર 2025ના રોજ 2.30 લાખ રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 2.36 લાખ રૂપિયા પર છે. આ દરમિયાન 29 જાન્યુઆરીએ સોનું 1.76 લાખ રૂપિયા અને ચાંદી 3.86 લાખ રૂપિયા ઓલટાઇમ હાઈ પપ પહોંચી હતી સોનું આ વર્ષે 1.60 લાખ સુધી જઈ શકે છે કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયાના મતે સોના-ચાંદીના ભાવ તેના હાઈથી ઘણા નીચે આવી ગયા છે. આવી સ્થિતિમાં, રોકાણકારો તેમાં રોકાણ કરી શકે છે, જોકે એકસાથે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. અજય કેડિયાના મતે, વર્ષના અંત સુધીમાં સોનું ફરી એકવાર 1.60 લાખ અને ચાંદી 2.80 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદવાના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે. અસલી ચાંદી ઓળખવાની 4 રીતો

Leave A Comment