માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ પહેલીવાર ધ હન્ડ્રેડ ચેમ્પિયન:ટ્રેન્ટ રોકેટ્સને 5 વિકેટે હરાવ્યું; ટિમ સેફર્ટના 72 રન, ડોસને છગ્ગાથી ફાઈનલ જીતાડી
માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સે પહેલીવાર ‘ધ હન્ડ્રેડ’ મેન્સ કોમ્પિટિશનનો ખિતાબ જીતી લીધો. લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ટ્રેન્ટ રોકેટ્સના 158 રનના ટાર્ગેટને 19.3 બોલમાં 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. ટિમ સેફર્ટે 38 બોલમાં 72 રનની ઇનિંગ રમીને જીતનો પાયો નાખ્યો. જ્યારે લિયમ ડોસને છેલ્લા બોલે છગ્ગો ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવી દીધી. સેફર્ટે 38 બોલમાં 72 રન બનાવ્યા માન્ચેસ્ટરની જીતમાં ન્યૂઝીલેન્ડનો ટિમ સેફર્ટ સૌથી મોટા હીરો રહ્યો. તેણે 38 બોલમાં 72 રન બનાવ્યા. ઇનિંગમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગા સામેલ હતા. સેફર્ટે માત્ર 23 બોલમાં ફિફ્ટી પૂરી કરી લીધી હતી. તેણે પોલ વોલ્ટર સાથે પહેલી વિકેટ માટે ઝડપી શરૂઆત કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. છેલ્લા બોલમાં રોમાંચ, ડોસને છગ્ગો ફટકારી જીતાડી સેફર્ટ આઉટ થયા બાદ મેન્ચેસ્ટરનો સ્કોર 23 બોલ બાકી રહેતા 136 રન હતો અને જીત માટે 23 રન જોઈતા હતા. ત્યારબાદ ટ્રેન્ટ રોકેટ્સએ કમબેક કરવાનો પ્રયાસ કર્યો. મોહમ્મદ આમિરે સતત બોલ પર હેનરિક ક્લાસેન અને માઈકલ બ્રેસવેલને આઉટ કર્યા. માન્ચેસ્ટરને છેલ્લા 3 બોલમાં 3 રન જોઈતા હતા. બેન સેન્ડરસનના આગામી બે બોલ પર રન બન્યા નહીં. ત્યારબાદ લિયામ ડોસને ત્રીજા બોલ પર મિડ-વિકેટ ઉપરથી છગ્ગો ફટકારી મેચ પૂરી કરી. માન્ચેસ્ટરે 19.3 બોલમાં 162/5 રન બનાવી 5 વિકેટે જીત નોંધાવી. ટ્રેન્ટ રોકેટ્સ 158 રન બનાવ્યા આ પહેલા ટ્રેન્ટ રોકેટ્સ પહેલા બેટિંગ કરતા 100 બોલમાં 8 વિકેટે 158 રન બનાવ્યા. એનેરિન ડોનાલ્ડે 19 બોલમાં 38 રનની સૌથી મોટી ઇનિંગ રમી. લુઈસ ગ્રેગરીએ 16 બોલમાં 32 રન બનાવ્યા, જ્યારે મિચેલ સેન્ટનરે અણનમ 20 રનનું યોગદાન આપ્યું. માન્ચેસ્ટર તરફથી નૂર અહેમદ સૌથી સફળ બોલર રહ્યો. તેણે 33 રન આપીને 3 વિકેટ લીધી. સોની બેકરે 34 રન આપીને 2 વિકેટ લીધી. સેફર્ટને 33 રન પર જીવનદાન મળ્યું સેફર્ટ 33 રન પર આઉટ થવાથી બચ્યો. તેણે બોલને લેગ સાઇડમાં બાઉન્ડરી તરફ રમ્યો હતો. ફિન એલને બાઉન્ડરી પાસે કેચ લેવાનો પ્રયાસ કર્યો અને બોલને મેદાનની અંદર પાછો ફેંકી દીધો, પરંતુ રીપ્લેમાં તેનો પગ બાઉન્ડરી રોપને અડતો દેખાયો. થર્ડ અમ્પાયરે તેને 6 રન આપ્યા. આ પછી સેફર્ટે પોતાની ઇનિંગ્સને આગળ વધારતા 72 રન બનાવ્યા. બટલરે 14 બોલમાં 23 રન બનાવ્યા સેફર્ટ અને પોલ વોલ્ટરે માન્ચેસ્ટરને ઝડપી શરૂઆત અપાવી. આ પછી કેપ્ટન જોસ બટલરે 14 બોલમાં 23 રન બનાવ્યા. તેણે 3 છગ્ગા લગાવ્યા. બટલરના આઉટ થયા પછી પણ સેફર્ટે રન બનાવવાની ગતિ જાળવી રાખી અને ટીમને જીતની નજીક પહોંચાડી. માન્ચેસ્ટરે નામ બદલ્યા પછી પહેલું ટાઇટલ જીત્યું માન્ચેસ્ટરની ટીમ પહેલા માન્ચેસ્ટર ઓરિજિનલ્સના નામથી રમતી હતી. આ સીઝનથી ફ્રેન્ચાઇઝીનું નામ બદલીને માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ કરવામાં આવ્યું. ટીમ આ પહેલા બે વાર ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ બંને વાર તેને હાર મળી હતી. આ વખતે ટીમે પહેલી વાર ખિતાબ જીતી લીધો. ટ્રેન્ટ રોકેટ્સની મેન્સ ટીમ પાસે એક જ દિવસમાં મેન્સ અને વુમન્સ બંને ખિતાબ જીતવાની તક હતી. તેની મહિલા ટીમ આ પહેલા ફાઇનલમાં સનરાઇઝર્સ લીડ્સને હરાવીને ચેમ્પિયન બની ચૂકી હતી. મેન્સ ટીમ હારતાની સાથે તેનું ડબલ પૂરું કરવાનું સપનું તૂટી ગયું.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

