Divya Khosla Spotted Riding Boat Mid-Sea, Shares Bold Photos
1 કલાક પેહલા
- કૉપી લિંક
ફાલ્ગુની પાઠકના ગીત ‘ઐયો રામા’થી ઓળખ મેળવનારી એક્ટ્રેસ અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમાર તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં છે.
દિવ્યા ખોસલા કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બીચ વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટો જોઈને ચાહકો તેના બોલ્ડ લુકના વખાણ કરી રહ્યા છે.
દિવ્યાએ પોતાને ‘વોટર બેબી’ ગણાવી
ફોટોમાં દિવ્યા મધદરિયે બોટ ચલાવતી જોવા મળી રહી છે. તો કેટલાક ફોટોમાં તે કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટો શેર કરતા દિવ્યાએ પોતાને ‘વોટર બેબી’ ગણાવી.
જુઓ ફોટો…

દિવ્યા ખોસલા કુમારે નિયોન ગ્રીન કલરનો આઉટફીટ પહેર્યો હતો.

દિવ્યાએ બોટ પરથી વિવિધ પોઝ આપ્યા હતા.

દિવ્યાએ બ્લેક ગોગલ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો.

યુઝર્સે એક્ટ્રેસના વખાણ કર્યાં


એક્ટર અને ડિરેક્ટર છે દિવ્યા
નોંધનીય છે કે, 39 વર્ષની દિવ્યા ખોસલા કુમારે મ્યુઝિક વીડિયો ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 2004માં મલ્ટી સ્ટારર ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ‘યારિયાં’, ‘સત્યમેવ જયતે-2’ ‘સાવી’ સહિતની ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકી છે.

દિવ્યા ખોસલા કુમાર ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.
પડદાંની ઉપર પોતાની સુંદરતાનો જાદુ પાથરવા ઉપરાંત દિવ્યા પડદા પાછળ પણ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેણે ‘યારિયાં’ ફિલ્મથી ડિરેક્ટોરિયલ ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તેણે ‘સનમ રે’ પણ ડિરેક્ટ કરી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


