LPG E-KYC Deadline Extended; Server Down Causes Queue At Gas Agencies

Last Updated: August 17, 2026By

2 કલાક પેહલા

  • કૉપી લિંક

ગેસ સિલિન્ડરની ઈ-KYC કરાવવાની છેલ્લી તારીખ 16થી વધારીને 23 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. તેમ છતાં, ઓઇલ કંપનીઓનું સર્વર ડાઉન હોવાથી આ પ્રક્રિયા અટકી પડી છે.

મોબાઇલ એપ્સ બરાબર કામ ન કરવાને કારણે લોકો હજુ પણ પોતાનું વેરિફિકેશન પૂરું કરાવવા માટે પરેશાન થઈ રહ્યા છે.

કાઉન્ટર્સ પર કામ અટકી જવાને કારણે LPG એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ ગ્રાહકોને એ વાતનો ભરોસો નથી કે તેમનું ઈ-KYC થઈ શકશે કે નહીં.

e-KYCની ડેડલાઇન બદલવાથી શું ફરક પડશે, સવાલ-જવાબમાં જાણીએ…

સવાલ 1: e-KYCને લઈને શું અપડેટ આવ્યું છે?

જવાબ: તેલ વિતરણ કંપનીઓએ આધાર વેરિફિકેશન (e-KYC)ની છેલ્લી તારીખ લંબાવી દીધી છે. હવે ગ્રાહકો 23 ઓગસ્ટ 2026 સુધીમાં પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ પહેલા તેની અંતિમ તારીખ 16 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી.

સવાલ 2: ડેડલાઇન વધવા છતાં ગ્રાહકો શા માટે પરેશાન થઈ રહ્યા છે?

જવાબ: તેલ કંપનીઓનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારે લોડ સંભાળી શકતું નથી. કલાકો સુધી સર્વર ડાઉન રહેવા, કંપનીઓની સત્તાવાર એપ્સ ક્રેશ થવા અને ધીમી પ્રોસેસિંગને કારણે લોકો પોતાનું વેરિફિકેશન કરી શકતા નથી.

સવાલ 3: ગેસ એજન્સીઓ અને ડીલરો પર શું અસર પડી રહી છે?

જવાબ: ડીલરોનું કહેવું છે કે ડેડલાઇન વધવાથી માત્ર 7 દિવસનો વધારાનો સમય મળ્યો છે, પરંતુ સિસ્ટમની ટેકનિકલ ખામીઓ યથાવત છે. એકવાર સર્વર ડાઉન થતાં આખા દિવસનું શેડ્યૂલ બગડી જાય છે. આને કારણે ગેસ એજન્સીઓના કાઉન્ટરો પર ભારે ભીડ છે અને બેકલોગ સતત વધી રહ્યો છે.

સવાલ 4: લોકોને કયા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે?

જવાબ: ગેસ એજન્સીઓ પર પહોંચતા ગ્રાહકોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. કલાકો રાહ જોયા પછી પણ જ્યારે લોકો કાઉન્ટર સુધી પહોંચી રહ્યા છે, ત્યારે સર્વર ઠપ થવાને કારણે તેમનું બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ થઈ શકતું નથી. ગ્રાહકોને આ વાતની કોઈ ગેરંટી મળી રહી નથી કે તેમનું કામ આજે થઈ શકશે કે નહીં.

સવાલ 5: આ આખી સમસ્યાનું મુખ્ય ટેકનિકલ કારણ શું છે?

જવાબ: મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમસ્યાનું મુખ્ય કારણ સંપૂર્ણપણે સ્ટ્રક્ચરલ છે. ઈ-કેવાયસીની આખી પ્રક્રિયા તેલ કંપનીઓના કેન્દ્રીય ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વર પર ચાલે છે.

જ્યારે મુખ્ય સર્વર ડાઉન હોય છે અથવા એપનો રિસ્પોન્સ ધીમો હોય છે, જેનાથી આખી પ્રક્રિયા ઠપ થઈ જાય છે. આવી સ્થિતિમાં ગેસ એજન્સી પર વધારાનો સ્ટાફ તૈનાત કરવા અથવા સાચા દસ્તાવેજો હોવાનો પણ કોઈ ફાયદો મળતો નથી.

સવાલ 6: 23 ઓગસ્ટ સુધી e-KYC ન થઈ, તો શું થશે?

જવાબ: નિયમો મુજબ, નિર્ધારિત સમય મર્યાદા સુધી વેરિફિકેશન ન કરાવનાર ગ્રાહકો અસ્થાયી રૂપે ઘરેલું અથવા સબસિડીવાળા દરે સિલિન્ડર મેળવવાનો અધિકાર ગુમાવશે.

તેમને ઈ-કેવાયસી પૂર્ણ ન થાય ત્યાં સુધી કોમર્શિયલ રેટ પર ગેસ સિલિન્ડર ખરીદવો પડી શકે છે, જે ઘરેલું રેટ કરતાં ઘણો મોંઘો હોય છે. જોકે, ગ્રાહકોનું કનેક્શન રદ કરવામાં આવશે નહીં.

સવાલ 7: શું મોબાઈલથી e-KYC કરી શકાય છે?

જવાબ: e-KYC માટે તમે જે કંપનીનો ગેસ વાપરી રહ્યા છો, તેની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરો. ઇન્ડેન, HP કે ભારત ગેસની એપ ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે. એપમાં આપેલા e-KYCના વિકલ્પને પસંદ કરીને પ્રક્રિયા પૂર્ણ કરો.

ફેસ ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય, તો ગભરાશો નહીં

ફેસ ઓથેન્ટિકેશન નિષ્ફળ જાય તો ગભરાવાની જરૂર નથી. એપને ફરીથી ખોલીને ફરીથી ફેસ વેરિફિકેશનની પ્રક્રિયા કરો. ધ્યાન રાખો કે ચહેરા પર પૂરતી રોશની હોય અને મોબાઇલને સ્થિર રાખો. ફેસ સ્કેન કર્યા પછી એપમાં ‘e-KYC સક્સેસ’નું સ્ટેટસ અવશ્ય જુઓ.

માત્ર ફેસ સ્કેન થઈ જવાથી એવું ન માનો કે e-KYC પૂર્ણ થઈ ગયું છે. જો સ્ટેટસ સક્સેસ દેખાતું ન હોય, તો ગેસ એજન્સી પાસેથી તમારા ગ્રાહક રેકોર્ડમાં e-KYCનું સ્ટેટસ કન્ફર્મ કરાવો.

ઓફલાઇન e-KYC કરાવવાના 2 વિકલ્પો

જો કોઈ ગ્રાહકને મોબાઇલ એપ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં સમસ્યા આવી રહી હોય, તો તેમની પાસે અન્ય વિકલ્પો પણ છે-

1. ગેસ એજન્સી જઈને: તમારી નજીકની ગેસ એજન્સી જઈને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકો છો.

2. સિલિન્ડર ડિલિવરી મેન દ્વારા: જ્યારે ડિલિવરી કર્મચારી ઘરે સિલિન્ડર આપવા આવે, ત્યારે તેમની પાસે ઉપલબ્ધ સત્તાવાર ડિવાઇસ દ્વારા પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવી શકાય છે.