ઓટો કંપનીઓએ 40 લાખ EV કાર પાછી મંગાવી:30 લાખ ટેસ્લા કાર પણ સામેલ, ડોર હેન્ડલમાં ખામીથી અકસ્માતમાં કારમાં ફસાવાનું જોખમ વધતા નિર્ણય

Last Updated: August 22, 2026By

ચીનના રેગ્યુલેટરે સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટેસ્લા અને ઘણી મુખ્ય ચીની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપનીઓને 40 લાખથી વધુ વાહનો પાછા મંગાવવા જણાવ્યું છે. આ આ વર્ષનો સૌથી મોટો ઓટો રિકોલ છે, જે મુખ્યત્વે વાહનોના ફ્લશ અથવા છુપાયેલા ડોર હેન્ડલમાં આવી રહેલી સમસ્યાઓ સાથે સંબંધિત છે. 29.8 લાખ ટેસ્લા વાહનોમાં ડોર હેન્ડલની સુરક્ષાનું જોખમ ચીનના સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશન અનુસાર, અમેરિકી કાર નિર્માતા કંપની ટેસ્લા ચીનમાં બનેલી અને આયાત કરાયેલી લગભગ 29.8 લાખ EV (ઇલેક્ટ્રોનિક વ્હિકલ) પાછી મંગાવી રહી છે. આમાં ટેસ્લાના ‘મોડેલ 3’, ‘મોડેલ Y’, ‘મોડેલ X’ અને ‘મોડેલ S’ જેવા મોડેલનો સમાવેશ થાય છે. કંપની સોફ્ટવેર અપડેટ દ્વારા ડોર હેન્ડલ સંબંધિત આ તકનીકી સમસ્યાને સુધારશે, જેથી કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં કોઈ જોખમ ન રહે. અકસ્માત સમયે લોકો અંદર ફસાઈ જાય છે, 2027થી પ્રતિબંધ લાગશે ચીન અને દુનિયાના અન્ય ભાગોમાં થયેલા ઘણા EV અકસ્માતો પછી, રેગ્યુલેટરે હિડન ડોર હેન્ડલ્સની તપાસ કડક કરી દીધી હતી. અકસ્માત પછી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેઇલ થવા પર આ ડિજિટલ ડોર હેન્ડલ્સ કામ કરવાનું બંધ કરી દેતા હતા, જેનાથી દરવાજા લોક થઈ જતા હતા અને લોકો ગાડીની અંદર જ ફસાઈ જતા હતા. ચાઈનીઝ રેગ્યુલેટરે પોતાની વેબસાઈટ પર જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું છે કે, ગંભીર ટક્કર કે અકસ્માતની સ્થિતિમાં જો કારની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ફેઇલ થાય છે, તો આ હેન્ડલ્સ મુસાફરોને તરત બહાર નીકળતા રોકે છે અને બહાર હાજર બચાવ દળને પણ અંદર પહોંચવા દેતા નથી. ચીન સરકારે જાહેરાત કરી છે કે, આવતા વર્ષથી EV વાહનોમાં ફ્લશ/હિડન ડોર હેન્ડલ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને 2027 સુધીમાં આ પ્રતિબંધ સંપૂર્ણપણે અમલમાં આવી જશે. ફ્લશ/હિડન હેન્ડલ શું છે? એરોડાયનેમિક્સ વધારવા અને કારને પ્રીમિયમ લુક આપવા માટે બોડીની અંદર છુપાયેલા રહેતા હેન્ડલ, જે ચાવી કે હાથ નજીક લઈ જતાં બહાર આવે છે.