Nifty Sensex Market Update; Auto Metal Stocks Selloff

Last Updated: August 25, 2026By

10 કલાક પેહલા

  • કૉપી લિંક

શેરબજારમાં આજે એટલે કે 25 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 287 પોઈન્ટના વધારા સાથે 77,656 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 116 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,335 પર બંધ થયો. IT અને ફાર્મા શેરોમાં વધુ ખરીદી જોવા મળી.

અન્નૂ પ્રોજેક્ટ્સનો IPO આજથી ખુલ્યો

અન્નૂ પ્રોજેક્ટ્સનો IPO આજથી ખુલી ગયો છે. કંપની આ દ્વારા 175.06 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPOમાં 28 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકાશે.

એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર રહ્યો

ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ ચેન્જ ટકાવારી ચેન્જ
કોસ્પી (સાઉથ કોરિયા) 6743 +46 +0.68%
નિકેઈ (જાપાન) 65856 +328 +0.50%
હેંગસેંગ (હોંગકોંગ) 25511 -6 -0.02%

24 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો

ઇન્ડેક્સ લેવલ પોઇન્ટ ચેન્જ ટકાવારી ચેન્જ
ડાઉ જોન્સ 53417 +140 +0.26%
નાસ્ડેક 25980 -200 -0.76%
S&P 500 7653 -22 -0.28%

ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 12,215 કરોડના શેર ખરીદ્યા

કેટેગરી લેટેસ્ટ છેલ્લા 7 દિવસ છેલ્લા 30 દિવસ
DII +2,494 +12,129 +42,251
FII/FPI +1,182 +464 +9,646

28 ઓગસ્ટે ESDS સોફ્ટવેર સોલ્યુશનનો IPO ખુલશે

ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડનો IPO 28 ઓગસ્ટે ખુલશે. કંપની આ દ્વારા 720 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. કંપનીએ IPO માટે શેરનો પ્રાઇસ બેન્ડ 408 રૂપિયાથી 429 રૂપિયા નક્કી કર્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 34 શેર માટે 14,586 રૂપિયાથી બોલી લગાવી શકશે. આ IPO 1 સપ્ટેમ્બરે બંધ થશે.

ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો

આ પહેલા ગઈકાલે એટલે કે 24 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 172 પોઈન્ટના ઘટાડા સાથે 77,369 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 33 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,219 પર બંધ થયો હતો.

Leave A Comment