BCCI AGM Mumbai: IPL Chairman Election & Andaman Cricket Membership Update

Last Updated: August 26, 2026By

મુંબઈ32 મિનિટ પેહલા

  • કૉપી લિંક

BCCIની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) મુંબઈમાં 18 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે બેઠકમાં IPL કાઉન્સિલના 2 પદો પર ચૂંટણી થશે. આમાંથી એક પદ IPL ચેરમેનનું છે.

અરુણ ધૂમલ હાલમાં IPLના ચેરમેન છે. બેઠકમાં આંદામાન-નિકોબાર ક્રિકેટ સંઘને એસોસિયેટ સભ્યપદ આપવા પર પણ નિર્ણય થશે.

અરજીની નોટિસ જાહેર, 31 ઓગસ્ટ છેલ્લી તારીખ

BCCIના ચૂંટણી અધિકારી એ.કે. જ્યોતિએ મંગળવારે ચૂંટણીની નોટિસ જાહેર કરી. નોટિસમાં કહેવામાં આવ્યું કે- ‘BCCIના પૂર્ણ સભ્યો તેમના પ્રતિનિધિઓના નામ ઇલેક્શન લિસ્ટમાં સામેલ કરાવવા માટે અરજી કરી શકે છે.’

અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. વોટિંગ માટે ઉમેદવારોના નામ 11 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.

આ ઉપરાંત, BCCI લોકપાલ અને એથિક્સ ઓફિસરની નિમણૂક પણ AGMના એજન્ડામાં સામેલ છે.

BCCIના એસોસિયેટ સભ્યને વોટ આપવાનો અધિકાર નથી

AGMના એજન્ડામાં આંદામાન-નિકોબાર દ્વીપસમૂહના ક્રિકેટ સંઘને એસોસિયેટ સભ્યપદ આપવાનો પ્રસ્તાવ સામેલ છે. BCCIની એપેક્સ કાઉન્સિલે જૂનમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં પણ આંદામાન-નિકોબારની સભ્યપદ પર ચર્ચા કરી હતી. BCCIના એસોસિયેટ સભ્યને વોટ આપવાનો અધિકાર હોતો નથી.

ગયા વર્ષે બેંગલુરુમાં SPS એકેડમી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આંદામાન-નિકોબાર ક્રિકેટ સંઘે ટીમ મોકલી હતી.

ગયા વર્ષે બેંગલુરુમાં SPS એકેડમી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આંદામાન-નિકોબાર ક્રિકેટ સંઘે ટીમ મોકલી હતી.

Leave A Comment