Kriti Sanon Jewelry Ad Controversy: Sister Nupur Sanon Supports Actor
9 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ક્રિતી સેનનના જ્વેલરી એડવર્ટાઈઝમેન્ટ વિવાદમાં હવે તેની બહેન નૂપુર સેનન પણ તેના સમર્થનમાં ઉતરી આવી છે. રક્ષાબંધન થીમવાળી આ એડમાં ક્રિતીના કપડાં અને પેટ ડોગને રાખડી બાંધવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલિંગ થઈ રહી હતી.
હવે આ મામલે ક્રિતીના જવાબ પછી નૂપુર સેનને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની પોસ્ટ રી-શેર કરી. નૂપુરે લખ્યું કે ક્રિતી તેને જ રાખડી બાંધે છે અને જ્યારે તેને બહેનના કપડાંથી કોઈ વાંધો નથી, તો બીજાને શા માટે પરેશાની થઈ રહી છે.

‘તમારી વિચારસરણી વિકસાવો’ નૂપુર સેનને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ક્રિતી સેનનની પોસ્ટ રી-શેર કરતા ટ્રોલર્સ પર નિશાન સાધ્યું. નૂપુરે લખ્યું, “વિચારો, કોઈ બીજી મહિલા શું પહેરે છે, આ વાતથી લોકો કેટલા પરેશાન થઈ શકે છે. સન્માનપૂર્વક પોતાની વિચારસરણીને વિકસિત (ઇવોલ્વ) કરો.” નૂપુરે આગળ લખ્યું, “ક્રિતી જેને રાખડી બાંધે છે, તે હું છું. જ્યારે મને આનાથી કોઈ વાંધો નથી, તો તમને કેમ થઈ રહ્યો છે?”

લોકોએ આ જાહેરાત પર તહેવારના ખોટા નિરૂપણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
બ્રાલેટ બ્લાઉઝ પહેરીને રાખડી બાંધવા પર નારાજગી વ્યક્ત કરી
જ્વેલરી બ્રાન્ડની આ જાહેરાતમાં ક્રિતી સેનને કેપ સાથે બ્રાલેટ સ્ટાઈલ બ્લાઉઝ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું છે. વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકોએ તેના કપડાં પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


