પ્રેમ, હાસ્ય અને અણધાર્યા વળાંકો:'ટોમ એન્ડ ચેરી'માં સિદ્ધાર્થ રાંદેરિયા અને ધન્યા દોશીની ધમાલ, 28 ઓગસ્ટે રિલીઝ થશે ગુજરાતી ફિલ્મ

Last Updated: August 26, 2026By

ગુજરાતી સિનેમામાં નવતર વિષયો પર ફિલ્મો બની રહી છે. ત્યારે ઝી સ્ટુડિયોઝ ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ ‘ટોમ એન્ડ ચેરી’ લઈને આવ્યા છે. ગુજરાતી સ્ટાર સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન સ્ટારર આ ફિલ્મ રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટ 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ગુજરાતી સિનેમાને એક નવું અને ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે ધર્મેશ મહેતાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પરિવારનો પ્રેમ, સંબંધોની મીઠાસ, ભરપૂર હાસ્ય અને અનેક અણધાર્યા વળાંકો છે. ફિલ્મ વિશે લીડ એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયાએ કહ્યું કે, ‘ટોમ એન્ડ ચેરી એક એવી ફિલ્મ છે, જે કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાના આનંદની ઉજવણી કરે છે. ટ્રેલરને દર્શકો તરફથી જે શાનદાર પ્રતિસાદ મળ્યો છે, તેનાથી મારો ઉત્સાહ બમણો થઈ ગયો છે. આ પ્રાદેશિક વાર્તા મોટા પડદા પર ગુજરાતી સિનેમાને એક નવું અને ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. મને પૂરી આશા છે કે દર્શકો આ ફિલ્મને તે જ હૂંફ અને પ્રેમથી સ્વીકારશે, જે રીતે અમે તેને બનાવી છે.’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘ભારતીય મનોરંજન ક્ષેત્રના ભવિષ્યમાં પ્રાદેશિક સિનેમા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતી સિનેમાની સમૃદ્ધ વાર્તાકથનની પરંપરા અને સતત વિસ્તરતા દર્શકવર્ગમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. અમારું લક્ષ્ય એવી ફિલ્મો રજૂ કરવાનું છે, જે સાંસ્કૃતિક રીતે પ્રામાણિક હોવા સાથે મુખ્ય પ્રવાહના દર્શકોને પણ આકર્ષે. ‘ટોમ એન્ડ ચેરી’ ગુજરાતી સિનેમા અને સંગીતને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પહોંચાડવાના વિશાળ વિઝનની પ્રથમ કડી છે.’ મેકર્સ જણાવે છે કે, વાર્તા તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ધીયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા ધીયા ફિલ્મવર્ક્સ તથા એચ.જી. પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જ્યારે હરેશ પટેલ આ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે, જ્યારે વિનોદ સરવૈયા અને હુમાયૂન મકરાણી ફિલ્મના લેખક છે.

Leave A Comment