દુલીપ ટ્રોફી- વેસ્ટ ઝોનને હરાવીને નોર્થ ઝોન સેમિફાઇનલમાં:ગાયકવાડના રનઆઉટથી મેચ પલટાઈ, આબિદ મુશ્તાકે 9 વિકેટ લીધી
નોર્થ ઝોને વેસ્ટ ઝોનને 52 રનથી હરાવીને ુલીપ ટ્રોફીની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું. બેંગલુરુમાં 287 રનને ચેઝ કરી રહેલી વેસ્ટ ઝોનની ટીમ ચોથા દિવસે 234 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આબિદ મુશ્તાકે મેચમાં 9 વિકેટ લીધી. વેસ્ટ ઝોનના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું રનઆઉટ મેચનો ટર્નિંગ પોઈન્ટ રહ્યું. નોર્થ ઝોન હવે 30 ઓગસ્ટથી સાઉથ ઝોન સામે સેમિફાઇનલ રમશે. છેલ્લા દિવસે 6.3 ઓવરમાં સમેટાઈ વેસ્ટ ઝોન વેસ્ટ ઝોને ચોથા દિવસે 7 વિકેટે 220 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમને જીતવા માટે 67 રન જોઈતા હતા, પરંતુ આબિદ મુશ્તાક અને નિશાંત સિંધુએ 6.3 ઓવરમાં બાકીની ત્રણ વિકેટ ઝડપી લીધી. મુશ્તાકે બીજી ઇનિંગ્સમાં 22 ઓવરમાં 60 રન આપીને 4 વિકેટ લીધી. મેચમાં તેના 9/99ના પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યો. ગાયકવાડ અને મુશીર વચ્ચે સદીની ભાગીદારી વેસ્ટ ઝોન એક સમયે 3 વિકેટે 195 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતો. ગાયકવાડ અને મુશીર ખાન વચ્ચે 111 રનની ભાગીદારી થઈ ચૂકી હતી અને ટીમને જીત માટે 92 રન જોઈતા હતા. ગાયકવાડ 66 રન બનાવીને રનઆઉટ થયો. આ પછી વેસ્ટ ઝોને 25 રનની અંદર ગાયકવાડ અને મુશીર સહિત 4 વિકેટ ગુમાવી દીધી. મુશીર 96 રન બનાવીને સદીથી ચૂકી ગયો. નોર્થ ઝોનના 251 અને 222 રન નોર્થ ઝોને પહેલી ઇનિંગ્સમાં 251 રન બનાવ્યા હતા. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં 222 રન બનાવીને વેસ્ટ ઝોન સામે 287 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. વેસ્ટ ઝોન પ્રથમ ઇનિંગ્સમાં 187 રન પર ઓલઆઉટ થયું હતું અને બીજી ઇનિંગ્સમાં માત્ર 234 રન જ બનાવી શક્યું હતું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

