Aruna Irani Husband Kuku Kohli Passed Away; Salman Khan Expresses Condolences
2 કલાક પેહલા
- કૉપી લિંક
અરુણા ઇરાનીનાં પતિ અને ફિલ્મમેકર કુકુ કોહલીના નિધન પર બોલિવૂડ એક્ટર સલમાન ખાને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સલમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરીને કુકુ કોહલીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.
આ સાથે તેણે કુકુનાં પત્ની અને પીઢ એક્ટ્રેસ અરુણા ઈરાની સહિત સમગ્ર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
77 વર્ષીય કુકુ કોહલીનું 25 ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું, ત્યારબાદ 26 ઓગસ્ટે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સલમાન ખાનનું ટ્વીટ.
‘અરુણાજી, ભગવાન તમને હિંમત આપે’ સલમાન ખાને કુકુ કોહલી પર પોસ્ટ કરતા લખ્યું, ‘ભગવાન તમારી આત્માને શાંતિ આપે કુકુજી. અરુણાજી, મારું હૃદય તમારી સાથે છે. ભગવાન તમને હિંમત આપે.’ સલમાનની આ પોસ્ટ પછી તેના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ કુકુ કોહલીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અરુણા ઈરાની અને પરિવાર સાથે સલમાનનો ખાસ સંબંધ સલમાન ખાનનો અરુણા ઈરાની અને કુકુ કોહલીના પરિવાર સાથે જૂનો અને ગાઢ સંબંધ રહ્યો છે. સલમાને કુકુ કોહલીના પત્ની અરુણા ઈરાની સાથે ‘સપને સાજન કે’ (1992) અને ‘હમ તુમ્હારે હૈ સનમ’ (2002) જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
કુકુ કોહલીની દીકરી કરિશ્મા કોહલીનો પણ સલમાન ખાન સાથે પ્રોફેશનલ કનેક્શન રહ્યો છે. કરિશ્મા કોહલીએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મો ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’માં ડિરેક્ટર કબીર ખાન સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

કુકુ કોહલીના પત્ની અરુણા ઈરાનીએ તેમની ડિરેક્ટ કરેલી ‘ફૂલ ઔર કાંટે’, ‘કોહરામ’ અને ‘સુહાગ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
25 ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું 77 વર્ષીય કુકુ કોહલી (અવતાર કોહલી)નું નિધન 25 ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. 26 ઓગસ્ટે મુંબઈના ઓશિવરા સ્મશાન ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


