Dronacharya Award Coach Ganesh Devrukhkar Booked Under POCSO In Mumbai

Last Updated: August 28, 2026By

4 દિવસ પેહલા

  • કૉપી લિંક

દ્રોણાચાર્ય એવોર્ડી કોચ ગણેશ પ્રભાકર દેવરુખકર વિરુદ્ધ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન્સ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એટલે કે POCSO હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 45 વર્ષીય મલખંભ કોચ વિરુદ્ધ 16 વર્ષની વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની મુંબઈની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને ઘણા વર્ષોથી આરોપી કોચ પાસેથી જિમ્નેસ્ટિક્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ફરિયાદ મુજબ, ઘટના શુક્રવારે સવારની છે.

મલખંભ ફેડરેશન ઑફ ઈન્ડિયાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે મુંબઈના મલખંભ ફેડરેશન પાસેથી ઘટના અંગે માહિતી માંગવામાં આવી છે. આરોપી કોચ હાલ ફરાર છે. મુંબઈ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

વોટ્સએપ પર ‘Hi’ મોકલીને જિમ્નેશિયમ બોલાવવાનો આરોપ

વિદ્યાર્થીનીએ પોલીસને જણાવ્યું કે શુક્રવાર, 21 ઑગસ્ટની સવારે તે ઘરે અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન મોબાઈલ પર કોચનો વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં ફક્ત ‘Hi’ લખેલું હતું. વિદ્યાર્થીનીએ પણ જવાબમાં ‘Hi’ લખ્યું અને તેની માતાને આ અંગે જાણ કરી.

માતાના કહેવા પર વિદ્યાર્થીનીએ કોચને મેસેજ કરવાનું કારણ પૂછ્યું. ફરિયાદ મુજબ કોચે તેને પૂછ્યું કે તે ક્યાં છે અને જો ફ્રી હોય તો જિમ્નેશિયમ આવીને તેને મળે. ઘણા વર્ષોથી કોચ પાસેથી ટ્રેનિંગ લેતી હોવાને કારણે વિદ્યાર્થીનીને લાગ્યું કે તેને જિમ્નાસ્ટિક્સ સંબંધિત કોઈ વાત માટે બોલાવવામાં આવી છે. આ પછી તે જિમ્નેશિયમ પહોંચી ગઈ.

દરવાજો બંધ કરવાનું કહ્યું, ખોળામાં બેસાડવાનો આરોપ

ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની જિમ્નેશિયમ પહોંચી ત્યારે કોચ ત્યાં એકલો હતો. કોચે વિદ્યાર્થીનીને ચપ્પલ અંદર લાવવા અને દરવાજો અંદરથી બંધ કરવાનું કહ્યું. આ પછી બંને વચ્ચે કોલેજ અને અભ્યાસને લઈને વાતચીત થઈ.

વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો કે વાતચીત દરમિયાન કોચે તેનો ડાબો હાથ પકડ્યો અને તેને ખેંચીને પોતાના ખોળામાં બેસાડી દીધી. જ્યારે તેણે ઊભા થવાનો પ્રયાસ કર્યો ત્યારે કોચે પાછળથી તેની કમર પકડી લીધી અને તેની સાથે છેડછાડ કરી.

વિદ્યાર્થીનીએ કોલેજમાં શિક્ષકને ઘટના જણાવી

ફરિયાદ મુજબ, વિદ્યાર્થીની ત્યાંથી નીકળીને સીધી કોલેજ પહોંચી. પરેશાન જોઈને તેની ફ્રેન્ડ્સે તેને ઘટના વિશે પૂછ્યું. આ પછી તેણે પોતાની શિક્ષકને આખી વાત જણાવી.

શિક્ષકે પરિવારને આની જાણ કરી. આ પછી પરિવારજનો વિદ્યાર્થીનીને લઈને પોલીસ પાસે પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી.

CCTV અને વોટ્સએપ ચેટની તપાસ

મુંબઈની પાર્લે પોલીસે ફરિયાદના આધારે આરોપી કોચ વિરુદ્ધ POCSO એક્ટ અને BNSની સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે. પોલીસ જિમ્નેઝિયમ અને આસપાસ લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે. જિમમાં થયેલી વાતચીતને પણ તપાસનો ભાગ બનાવવામાં આવી છે.

————————–

સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…

ઇંગ્લિશ પેસર કાર્સ નાઇટ ક્લબની બહાર હાથકડીમાં જોવા મળ્યો: વીડિયો વાઇરલ, ECBએ તપાસ શરૂ કરી; પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડ ટીમનો ભાગ

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સને શનિવારે રાત્રે ડર્બીના એક નાઇટ ક્લબની બહાર પોલીસે હાથકડી પહેરાવી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment