BCCI Displeased With Japan Hotel Facilities For Asian Games Cricket Team

Last Updated: August 28, 2026By

26 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારત જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ‘B ટીમ’ મોકલી શકે છે. બોર્ડના સૂત્રો અનુસાર, BCCI જાપાનમાં મળતી સુવિધાઓથી સંતુષ્ટ નથી. એશિયન ગેમ્સમાં ક્રિકેટ મેચ 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર દરમિયાન રમાશે.

સમાચાર છે કે ટીમ જે હોટલમાં રોકાવાની છે, તેના રૂમ ખૂબ નાના છે. તેમાં કીટ બેગ રાખવા માટે પણ પૂરતી જગ્યા નથી.

ભારતે ટુર્નામેન્ટ માટે મેન્સ અને વુમન્સ બંને ટીમોની જાહેરાત કરી દીધી છે. હવે તેમાં ફેરફાર કરવા પર વિચારણા ચાલી રહી છે.

4 કારણો, જેનાથી BCCI નારાજ છે…

1. હોટલના નાના રૂમ

રિપોર્ટ્સ અનુસાર, ખેલાડીઓના રોકાણ માટે જે હોટલના રૂમ આપવામાં આવી રહ્યા છે, તે ખૂબ જ નાના છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે રૂમ એટલા સાંકડા છે કે જો બે ખેલાડીઓ પોતાની ભારે-ભરખમ કિટ બેગ ખોલી લે તો ચાલવા કે ઊભા રહેવા સુધીની જગ્યા બચતી નથી.

2. સ્ટેડિયમ 20 કિમી દૂર

આ વખતે એશિયન ગેમ્સમાં ખેલાડીઓ માટે કોઈ અલગ એથ્લીટ વિલેજ બનાવ્યું નથી. સ્ટેડિયમ નજીકની ફાઈવ સ્ટાર હોટલો પહેલાથી બુક હોવાને કારણે ક્રિકેટરોને 20 કિલોમીટર દૂર રોકવામાં આવી રહ્યા છે. આનાથી લાંબા ટ્રાવેલ ટાઈમની સમસ્યા ઊભી થઈ રહી છે.

3. ક્રિકેટ પીચ અનટેસ્ટેડ

મેચ માટે ‘કોરોગી સ્પોર્ટ્સ પાર્ક’ને સિલેક્ટ કર્યું છે, જે પહેલા બેઝબોલ સ્ટેડિયમ હતું. તેને તાજેતરમાં ક્રિકેટ સ્ટેડિયમમાં બદલવામાં આવ્યું છે. પીચ અને આઉટફિલ્ડ અત્યાર સુધી ઇન્ટરનેશનલ લેવલ પર યોગ્ય રીતે ટેસ્ટ થઈ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

4. ડ્રેસિંગ રૂમ ટેન્ટમાં, વોશરૂમ 500 મીટર દૂર

ડ્રેસિંગ રૂમ પાકા મકાનને બદલે તંબુઓમાં બનાવ્યા છે. અહીંથી વોશરૂમ 500 મીટર દૂર છે, જેનાથી ખેલાડીઓને અસુવિધા થઈ રહી છે.

ACCએ તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવી

સુવિધાઓ અને પીચની ગુણવત્તાને લઈને ઉઠેલા પ્રશ્નો પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ એક ટેકનિકલ ટીમને જાપાન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ મેદાન, પ્રેક્ટિસ નેટ્સ અને હોટલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે.

ક્રિકેટ ચોથી વખત એશિયન ગેમ્સનો ભાગ બનશે

ક્રિકેટને એશિયન ગેમ્સમાં ચોથી વખત સામેલ કર્યું છે. ગ્વાંગઝુ 2010 એશિયન ગેમ્સમાં ક્રિકેટ પહેલીવાર સામેલ થયું હતું. ઇંચિયોન ગેમ્સ 2014માં તે સામેલ રહ્યું. જોકે, આ મેચને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપ્યો નહોતો. 2018માં ગેમ્સની યાદીમાંથી ક્રિકેટને બહાર કરી દેવામાં આવ્યું. ચીનના હાંગઝોઉ ગેમ્સ 2022માં તેની વાપસી થઈ અને ભારત વિજેતા બન્યું. 2026માં ક્રિકેટ ચોથી વખત આ ગેમ્સનો ભાગ હશે. સંપૂર્ણ સમાચાર વાંચો..

——————————

વુમન્સ ક્રિકેટના આ સમાચાર પણ વાંચો…

વુમન્સ એશિયા કપ વિશે બધું જ જાણો!: આજથી 10મી આવૃત્તિ, 8 ટીમ ભાગ લેશે; ભારત-પાકિસ્તાન મુકાબલો 5 સપ્ટેમ્બરે રમાશે

વુમન્સ ક્રિકેટ એશિયા કપની 10મી આવૃત્તિ આજથી દુબઈમાં શરૂ થશે. આ વખતે 8 ટીમ વચ્ચે 12 મેચ રમાશે. શ્રીલંકા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ભારત 7 ટાઇટલ સાથે સૌથી સફળ ટીમ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment