Post Office Monthly Income Scheme: Earn Up To 9250 Monthly Interest
5 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમે તમારા માટે દર મહિને આવકનું આયોજન કરવા માગો છો, તો પોસ્ટ ઓફિસનું નેશનલ સેવિંગ્સ મંથલી ઇનકમ એકાઉન્ટ યોગ્ય રહેશે. આ સ્કીમમાં 7.4% વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે.
આનાથી તમે તમારા માટે દર મહિને 9,250 રૂપિયાની આવકનું આયોજન કરી શકો છો. આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ…
સૌથી પહેલા જાણો પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ શું છે?
પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ એકાઉન્ટ ભારત સરકાર દ્વારા સમર્થિત નાની બચત યોજના છે. આ એવા લોકો માટે છે જેઓ પૈસા સુરક્ષિત રાખીને દર મહિને નિશ્ચિત આવક ઇચ્છે છે. આ સ્કીમ ખાસ કરીને નિવૃત્ત લોકો, વડીલો અને જોખમ ટાળનારા રોકાણકારો માટે ફાયદાકારક છે. તેને એક પ્રકારની ટર્મ ડિપોઝિટ કહી શકાય છે.

દર મહિને મળશે 9,250 રૂપિયા
આ સ્કીમમાં વાર્ષિક મળતા વ્યાજને 12 મહિનામાં વહેંચી દેવામાં આવે છે અને તે રકમ તમને દર મહિને મળતી રહે છે. જો તમે પૈસા ઉપાડતા નથી, તો તે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં રહેશે. આ વ્યાજ પર વધારાનું વ્યાજ મળશે નહીં. ચુકવણી ફક્ત મૂળ રકમ પર જ થશે.
ધારો કે તમે આ યોજનામાં 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો હવે તમને 7.4% વાર્ષિક વ્યાજ દર મુજબ વાર્ષિક 66 હજાર 600 રૂપિયા વ્યાજ મળશે. જ્યારે જો તમે આમાં જોઈન્ટ એકાઉન્ટ હેઠળ 15 લાખનું રોકાણ કરો છો, તો તમને 1 લાખ 11 હજાર રૂપિયા વાર્ષિક વ્યાજ મળશે. જો તેને 12 મહિનામાં સમાન રીતે વહેંચવામાં આવે, તો તમને દર મહિને 9,250 રૂપિયા મળશે.
નોંધ: આ ગણતરી અંદાજિત છે. સરકાર દર 3 મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે.
5 વર્ષ પછી જમા કરેલા પૈસા પાછા મળી જશે
તેનો મેચ્યોરિટી પિરિયડ 5 વર્ષનો છે. યોજના પૂરી થવા પર પૂરી જમા પૂંજી પાછી મળશે. જો તમે ઇચ્છો તો તેને ફરીથી આ જ યોજનામાં રોકાણ કરી શકો છો અને માસિક આવક ચાલુ રાખી શકો છો.

કોણ ખોલી શકે છે ખાતું?
આ ખાતું કોઈ પણ ભારતીય નાગરિક ખોલી શકે છે. તેમજ કોઈ સગીરના નામે અને 3 પુખ્ત વયના લોકોના નામે સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે. 10 વર્ષથી વધુ ઉંમરના સગીરના નામે પણ વાલીઓની દેખરેખ હેઠળ ખાતું ખોલી શકાય છે.

એકાઉન્ટ ખોલાવવા માટે આધાર-પાન જરૂરી
કેન્દ્ર સરકારે PPF, સુકન્યા સમૃદ્ધિ અને નેશનલ સેવિંગ્સ મંથલી ઇનકમ એકાઉન્ટ સહિત પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં રોકાણ માટે પાન અને આધાર કાર્ડ ફરજિયાત કરી દીધું છે. એકાઉન્ટ ખોલવા માટે આધાર નંબર અથવા આધાર એનરોલમેન્ટ સ્લિપ જરૂરી છે.
આમાં એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?
- આ માટે પહેલાં પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવવું પડશે.
- નેશનલ સેવિંગ્સ મંથલી ઇનકમ એકાઉન્ટ માટે એક ફોર્મ ભરવું પડશે.
- ફોર્મ સાથે એકાઉન્ટ ખોલવા માટે નિર્ધારિત રકમ માટે રોકડ અથવા ચેક જમા કરો.
- આ પછી તમારું ખાતું ખુલી જશે. વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


