Sky Sports Broadcasts Imran Khan Sons Interview at Lords
19 કલાક પેહલા
- કૉપી લિંક
(ક્રેડિટ- SKY SPORTS)
પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે વિવાદ ઊભો થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ મેચના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્કાય સ્પોર્ટ્સને પૂર્વ કેપ્ટન અને દેશના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પુત્રોનો ઇન્ટરવ્યૂ પ્રસારિત ન કરવા વિનંતી કરી હતી.
બોર્ડે ઇન્ટરવ્યૂ બતાવવામાં આવે તો મેચમાંથી વોકઆઉટ કરવા સુધીની ચેતવણી આપી હતી. જોકે, સ્કાય સ્પોર્ટ્સ PCBના વાંધાઓ છતાં નિર્ધારિત સમયે 18 મિનિટનો ઇન્ટરવ્યૂ ઓન-એર કર્યો.
લંચ પછી પાકિસ્તાની ખેલાડીઓના મેદાન પર પરત ફરવાને લઈને પણ થોડા સમય માટે રોકવાની ધમકી આપી હતી, પરંતુ પાકિસ્તાને બાદમાં રમત ચાલુ રાખી.
ઇન્ટરવ્યૂ બતાવવા પર PCBએ ધમકી આપી હતી
ઇમરાનના પુત્રો સુલેમાન અને કાસિમ ખાનનો ઇન્ટરવ્યૂ ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઇકલ એથરટને લીધો હતો. એથરટન તે 21 કેપ્ટનોમાં સામેલ છે, જેમણે ઇમરાન ખાનના બગડતા સ્વાસ્થ્યને લઈને પાકિસ્તાનના વડાપ્રધાનને પત્ર લખ્યો છે.
ઇમરાન ઑગસ્ટ 2023થી જેલમાં છે. ક્રિકઇન્ફો અને ધ ગાર્ડિયન સહિત અનેક મીડિયા સંસ્થાઓએ દાવો કર્યો હતો કે ટેસ્ટ મેચ દરમિયાન ઇમરાન ખાનના પુત્રોની ચર્ચામાં આવવાથી PCB ખુશ નહોતું.
બોર્ડે તો ત્યાં સુધી કહ્યું હતું કે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ ટીવી પર ઇન્ટરવ્યૂ બતાવવામાં આવે તો મેદાનમાં ઉતરશે નહીં.

ઇમરાનની જેલની સ્થિતિ પર બે પત્રો મોકલ્યા
વિશ્વભરના ક્રિકેટ કપ્તાનોએ ઇમરાન ખાનની જેલમાં હોવાની સ્થિતિ અંગે પાકિસ્તાનના વડાપ્રધાનને બે પત્રો મોકલ્યા છે. પ્રથમ પત્ર ફેબ્રુઆરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ તેનાથી ઇચ્છિત ફેરફાર થયો નહોતો.
બીજો પત્ર આ અઠવાડિયાની શરૂઆતમાં મોકલ્યો હતો. આ પત્ર ત્યારે મોકલ્યો હતો, જ્યારે ઇમરાનને થોડા સમયની મેડિકલ તપાસ પછી ફરીથી અદિયાલા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.
પુત્રોએ પિતાના જીવને ખતરો ગણાવ્યો
સુલેમાન અને કાસિમ ખાને જેલમાં પોતાના પિતાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. બંને ભાઈઓએ કહ્યું કે જેલમાં તેમના પિતાના જીવને ખતરો છે.
કાસિમે ઇન્ટરવ્યૂમાં કહ્યું, “તેઓ શું કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી. તેઓ ત્યાં ખુલ્લેઆમ તેમને મારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમને વધુમાં વધુ સમય સુધી અંદર રાખવા અને ચૂપ કરાવવા માગે છે.”
ઑગસ્ટ 2023થી ઇમરાન જેલમાં છે
73 વર્ષીય ઇમરાન ખાન ઑગસ્ટ 2023થી જેલમાં છે. તેમને સૌથી પહેલા તોશાખાના કેસમાં 3 વર્ષની સજા મળ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમના પર સિફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિત અનેક કેસ નોંધાયા હતા.
બાદમાં સિફર અને ઇદ્દત નિકાહ મામલાઓમાં તેમને અદાલતમાંથી રાહત મળી ગઈ. તોશાખાના મામલામાં પણ તેમની એક સજા રોકી દેવામાં આવી. આ છતાં અન્ય મામલાઓને કારણે તેઓ હજુ જેલમાં છે.
ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTIનું કહેવું છે કે 2022માં વડાપ્રધાન પદ પરથી હટ્યા પછી તેમની વિરુદ્ધ રાજકીય કારણોસર કેસ દાખલ કર્યા. તેમનો આરોપ છે કે તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખવા માટે આવું કર્યું.
જ્યારે, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારે છે અને કહે છે કે આ મામલાઓ કાનૂની પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે.

news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


