'ઔકાતમાં રહે, અંદર ગયા પછી બહાર નહીં આવી શકે':ઓરીએ સમય રૈનાને ખુલ્લેઆમ ધમકાવ્યો; કોમેડિયને અર્ચના પૂરણ સિંહના પતિ અને દીકરાઓનું અપમાન કર્યું
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ શોને લઈને સમય રૈના ફરી ચર્ચામાં આવ્યો છે. શો દરમિયાન કોમેડિયને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અંબાણી પરિવારના લાડકા ઓરીની મજાક ઉડાવી હતી. જેના પર ઓરી ભડકી ગયો હતો અને સમયને ખુલ્લેઆમ ધમકી આપી. બાદમાં સમયે શોની બીજી મહેમાન અર્ચના પુરણ સિંહનો પણ મજાક ઉડાવ્યો. અર્ચનાના પતિ અને દીકરાને બેરોજગાર ગણાવતા સોશિયલ મીડિયા પર યુઝર્સ સમયને ટ્રોલ કરી રહ્યા છે. ‘હું મારા સિવાય પેનલમાં કોઈને ઓળખતો નથી’ તાજેતરમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’નો નવો એપિસોડ આવ્યો છે, જેમાં ઓરહાન અવત્રમાણી ઉર્ફ ઓરી, અર્ચના પૂરણ સિંહ, સ્ટેન્ડઅપ કોમેડિયન્સ નિશાંત સૂરી અને શેરોન વર્મા ગેસ્ટ પેનલમાં સામેલ થયા હતા. જ્યારે સમયે ઓરીને શોમાં આવીને કેવું લાગ્યું? એવું પૂછતાં ઓરીએ જણાવ્યું કે, તે એપિસોડ શૂટ કરવા માટે છેક લંડનથી આવ્યો છે, અને પહેલીવાર એવી પેનલમાં છે, જ્યાં તે પોતાના સિવાય બીજા કોઈને ઓળખતો નથી. ‘ઓરી બિઝી હોવાનો દેખાડો કરે છે’ આના પર અર્ચના પુરણ સિંહ ટોણો મારતા કહે છે કે, ‘ઓરી માત્ર બિઝી હોવાનો દેખાડો કરે છે, વાસ્તવમાં તે લંડનથી નહીં પણ દહીંસરથી આવ્યો છે.’ આ સાંભળતા જ બધા હસી પડે છે. જોકે, ઓરી પોતાની વાત પર અડગ રહે છે. ત્યારે સમય તેને કહે છે કે, તે પેનલમાં બેઠેલા લોકોનો પરિચય આપે. તેના પર ઓરી એટિટ્યૂડ દેખાડે છે અને જણાવે છે કે, તેને પેનલમાં કોણ બેઠું છે તે જાણવામાં કોઈ રસ નથી. આ સાંભળીને સમય રૈના દર્શકોને કહે છે કે, ‘આજે તો હું આને ખૂબ હેરાન કરીશ.’ બાદમાં જ્યારે સમય ઓરીના જૂના ઇન્ટરવ્યૂને ટાંકીને કહે છે કે, ‘તારી ઇચ્છા હતી કે તું ઘરે ઘરે જાણીતો થાય.’ આ અંગે ઓરી કહે છે કે, ‘હા, આજે હું ઘરે ઘરે જાણીતો થઈ ગયો છું.’ સમયે રૈનાએ ગે કહેતા ઓરી ભડક્યો ઓરીની આ વાત પર સમય રૈના કટાક્ષ કરતા કહે છે કે, ‘આનાથી ખબર પડે છે કે, ‘વ્હેર ધેર ઇઝ અ વીલ, ધેર ઇઝ અ ગે’ (એટલે કે જ્યાં ચાહ છે, ત્યાં ગે છે).’ આ સાંભળતા જ ઓરી ગુસ્સાથી લાલઘુમ થઈ ગયો. તેણે જાહેર શોમાં જ સમય રૈનાને ધમકી આપી દીધી. ઓરીએ કહ્યું કે, ‘જે લોકોને હું ઓળખું છું, જો તું એમના ચક્કરમાં ફસાઈ ગયો, તો બહાર નહીં આવી શકે. સાવધાન રહે અને તારી ઔકાતમાં રહે.’ ઓરીએ સમયને વાંદરા સાથે સરખાવ્યો જોકે, ઓરીની ધમકીનો જવાબ સમયે પોતાની શૈલીમાં આપ્યો. તેણે કહ્યું કે, ‘ક્યાં નાખીશ? વનતારામાં?’ આના પર ઓરીએ કહ્યું કે, ‘ત્યાં વાંદરાઓને જ રાખવામાં આવે છે, તું ત્યાં વધુ સારી જિંદગી જીવી શકીશ અને તારે આ બધી બકવાસ કરવાની જરૂર નહીં પડે.’ સમયે અર્ચનાના પતિ-દીકરાઓને બેરોજગાર ગણાવ્યા કોમેડિયને ન માત્ર ઓરી પર પરંતુ અર્ચના પુરણ સિંહ પર પણ કટાક્ષ કરવાની એક પણ તક છોડી નહોતી. સમયે અર્ચનાની સાથે સાથે તેના પતિ અને દીકરાઓ પર પણ કટાક્ષ કર્યા. શોમાં સમયે અર્ચનાને કહ્યું કે, ‘હું તમારા વ્લોગ્સ જોઉં છું. ન તો તમારા પતિ કોઈ કામ કરે છે, ન તો તમારા બેરોજગાર દીકરા કામ કરે છે. આજે પણ અહિંયા જ બેઠા છે.’ અર્ચનાએ દીકરાઓને ઠપકો આપ્યો જોકે, અર્ચના સમયના કટાક્ષને હળવાશથી લે છે, અને ખડખડાટ હસતાં હસતાં સામે બેઠેલા પોતાના દીકરાઓને કહે છે કે, ‘મેં કહ્યું હતું કે આગળની સીટ પર ન બેસો. આ રીતે તેમને ખ્યાતિ નહીં મળી. આ રીતે તમે માત્ર તમારી બેઇજ્જતી કરાવો છો.’ તે વખતે સમયે અર્ચનાની વાતમાં ટાપસી પુરાવતા તેમના બંને બાળકોને કહ્યું કે, ‘તમને ખબર છે કે ખ્યાતિ કેમ મેળવવી છે? ત્યારબાદ તે અર્ચનાની સિગ્નેચર સ્ટાઇલમાં ખડખડાટ હસવા લાગ્યો. આ જોઈને અર્ચના પણ હસવાનું રોકી ન શકી. સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’ના આ એપિસોડના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. એક તરફ જ્યાં અર્ચનાએ સમયના કટાક્ષને મજાક તરીકે જોઈ, ત્યાં બીજી તરફ કેટલાક યુઝર્સને આ મજાક પસંદ પડી નથી. કેટલાક યુઝર્સે કહ્યું કે, ‘આ ફની નથી, આને બેઇજ્જતી કરવું કહેવાય છે.’ જ્યારે બીજા યુઝર્સે કહ્યું કે, ‘નલ્લે બેટે વાળી કમેન્ટ ઘણી પર્સનલ હતી.’ જ્યારે કેટલાક યુઝર્સે કહ્યું કે, ‘અર્ચનાએ હાસ્ય પાછળ પોતાની પીડા છુપાવી લીધી.’ જોકે, સમય કે અર્ચનાએ આના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

