Joan Hicks Becomes Oldest Cricketer to Take Five Wickets

Last Updated: August 29, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

આઇલ ઓફ મેનની ક્રિકેટર જોઆન હિક્સે 94 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તેઓ પુરુષ કે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં 5 વિકેટ લેનાર સૌથી વધુ ઉંમરના ખેલાડી બન્યા. તેમણે 51 વર્ષ 171 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી.

40 વર્ષની ઉંમરે ટી-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરનાર હિક્સે ઓસ્ટ્રેલિયાના બર્ટ આયર્નમોન્ગરનો રેકોર્ડ તોડ્યો. તેમણે 1932માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાઉથ આફ્રિકા સામે 49 વર્ષ 314 દિવસની ઉંમરે આ પરાક્રમ કર્યું હતું.

હિક્સે રોમાનિયામાં રમાયેલા મહિલા કોન્ટિનેન્ટલ કપમાં ગ્રીસ સામે 4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટ લીધી. તેમના પ્રદર્શનની મદદથી આઇલ ઓફ મેને ગુરુવારે ગ્રીસને 9 વિકેટે હરાવ્યું.

મેચ દરમિયાન જોઆન હિક્સ.

મેચ દરમિયાન જોઆન હિક્સ.

હિક્સે ગ્રીસની ઇનિંગ્સ સમેટી લીધી

આઇલ ઓફ મેને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. હિક્સની શાનદાર બોલિંગને કારણે ગ્રીસની ટીમ 15 ઓવરમાં માત્ર 52 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આર્ગીરોપોલુએ ટીમ માટે સૌથી વધુ 17 રન બનાવ્યા. જ્યોર્જીના ફોર્ડે પણ 2 વિકેટ ઝડપી.

આઇલ ઓફ મેને 6 ઓવરમાં 1 વિકેટે 56 રન બનાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. લિબી મૂરે અણનમ 24 રન બનાવ્યા. હિક્સને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કર્યાં.

49 વર્ષની ઉંમરે પણ 5 વિકેટ લીધી હતી

હિક્સે આ પહેલા પણ 5 વિકેટ લીધી છે. તેમણે ઑગસ્ટ 2024માં માલ્ટા સામે 49 વર્ષ અને 162 દિવસની ઉંમરે 10 રન આપીને 5 વિકેટ લીધી હતી.

તેના 6 દિવસ પછી, તેમણે ગ્રીસ સામે 49 વર્ષ અને 168 દિવસની ઉંમરે 22 રન આપીને 5 વિકેટ લીધી. ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 5 વિકેટ લેનાર સૌથી વૃદ્ધ ક્રિકેટર બન્યા હતા.

‘આઇલ ઓફ મેન’ની મહિલા ટીમે વધુ સારું પ્રદર્શન કર્યું

આઇલ ઓફ મેનની મેન્સ ટીમે 33 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે. ટીમે 15 મેચમાં જીત નોંધાવી છે, જ્યારે 15માં તેને હાર મળી છે. 3 મેચ અનિર્ણિત રહી.

તેની સરખામણીમાં વુમન્સ ટીમે વધુ સારો દેખાવ કર્યો છે. ટીમે 37 મેચમાં 22 જીત મેળવી છે અને 15 મેચ ગુમાવી છે.

Leave A Comment