YouTube Views What is the best time to post YouTube Shorts to get more views | Gujarat News

Last Updated: August 29, 2026By

YouTube Shorts આજકાલ Gen Z યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. ના ફેસબુક, ના ઇન્સ્ટા પોસ્ટ પરંતુ યુ ટયુબ શોર્ટસ યુવાનો માટે વધુ સારું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. પરંતુ યુ ટયુબ શોર્ટસમાં ઘણીવાર સર્જકો (Creators) ઉત્તમ વિડિઓઝ બનાવવા છતાં અપેક્ષિત વ્યૂઝ મેળવી શકતા નથી, જેનું એક મુખ્ય કારણ વિડિયો પોસ્ટ કરવાનો ખોટો સમય હોઈ શકે છે. શોર્ટ્સ વાયરલ કરવા માટે કોઈ એક નિશ્ચિત સમય નથી હોતો, તે તમારા દર્શકોની ટેવો અને તેમની ઑનલાઇન હાજરી પર આધાર રાખે છે.

યુ ટયુબ શોર્ટસ, ભારતીય પ્રેક્ષકો માટે શ્રેષ્ઠ વિકલ્પ

જો તમારી ચેનલ પર ભારતીય પ્રેક્ષકો વધુ હોય, તો સાંજનો સમય શોર્ટ્સ પોસ્ટ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. લોકો અભ્યાસ કે કામથી મુક્ત થઈને સાંજે ૬ થી ૯ વાગ્યા વચ્ચે YouTube પર વધુ સમય વિતાવે છે. આ સમયે યુઝર્સ સક્રિય હોવાથી નવા શોર્ટ્સને શરૂઆતમાં જ સારા વ્યુઝ મળી રહે છે. આ સમય મનોરંજન, કોમેડી, ગેમિંગ અને વાયરલ કન્ટેન્ટ માટે ખૂબ અનુકૂળ છે.

બપોરનો સમય (૧૨:૦૦ થી ૨:૦૦): લંચ બ્રેકનો ઉપયોગ કરો

બપોરે ૧૨:૦૦ થી ૨:૦૦ વાગ્યા દરમિયાન શોર્ટ્સ પોસ્ટ કરવાથી પણ સરસ પ્રતિસાદ મળી શકે છે. આ સમયે મોટાભાગના વિદ્યાર્થીઓ, ઓફિસ કર્મચારીઓ અને મોબાઇલ યુઝર્સ પોતાના લંચ બ્રેક દરમિયાન સોશિયલ મીડિયા બ્રાઉઝ કરતા હોય છે. જો તમારું કન્ટેન્ટ આ વર્ગ માટેનું હોય, તો આ સમય ટેસ્ટિંગ માટે યોગ્ય છે.

વીકેન્ડ (શનિવાર-રવિવાર): રજાના દિવસે બદલાય છે સમયપત્રક

શનિવાર અને રવિવારે રજા હોવાને કારણે દર્શકોનું ડેઇલી રૂટિન બદલાય છે અને તેઓ દિવસ દરમિયાન YouTube પર વધુ સક્રિય રહે છે. તેથી સપ્તાહના અંતે શોર્ટ્સ પોસ્ટ કરવા માટે સવારે ૯ થી ૧૧ વાગ્યા અને સાંજે ૫ થી ૯ વાગ્યા વચ્ચેનો સમય શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.

YouTube Studio Analytics: તમારી ચેનલનો સાચો સમય પોતે જ જાણો

સામાન્ય સમય પર નિર્ભર રહેવાને બદલે તમારી ચેનલના ચોક્કસ આંકડા (Data) જોવા વધુ મહત્વના છે. YouTube Studio ના Analytics > Audience વિભાગમાં જઈને તમે જોઈ શકો છો કે તમારા દર્શકો કયા સમયે સૌથી વધુ ઑનલાઇન હોય છે. જો તમારા પ્રેક્ષકો રાત્રે કે બપોરે વધુ સક્રિય હોય, તો તે મુજબ જ તમારા વિડિઓઝ શેડ્યૂલ કરવા જોઈએ.

Leave A Comment