Purple Style Labs IPO: Shahrukh Salman Sachin Invest in Fashion Empire

Last Updated: August 30, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

2018માં પર્પલ સ્ટાઇલ લેબ્સે મલ્ટી-બ્રાન્ડ લક્ઝરી ફેશન પ્લેટફોર્મ ‘પર્નિયાઝ પોપ-અપ શોપ’ને હસ્તગત કરી.

IIT બોમ્બેમાંથી અભ્યાસ કરનાર અને ડોયચે બેંકમાં બેંકિંગની નોકરી કરનાર અભિષેક ‘મોન્ટી’ અગ્રવાલની કંપની પર્પલ સ્ટાઇલ લેબ્સ પોતાનો IPO લાવી રહી છે. આ કંપનીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર અને માધુરી દીક્ષિત જેવી સેલિબ્રિટીઝનું રોકાણ છે.

જાણો કેવી રીતે એક એરોસ્પેસ એન્જિનિયરે મુંબઈમાં ઝારાના સ્ટોરની જગ્યા લઈને લક્ઝરી ફેશનના વિશ્વમાં 4,600 કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કર્યું…

સવાલ 1. પર્પલ સ્ટાઇલ લેબ્સના IPOની મુખ્ય વિગતો શું છે?

જવાબ: પર્પલ સ્ટાઇલ લેબ્સએ તેના ₹680 કરોડના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹546 થી ₹575 પ્રતિ શેર નક્કી કર્યો છે. આ IPO સબસ્ક્રિપ્શન માટે 31 ઓગસ્ટે ખુલશે અને 2 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે કંપનીનું કુલ વેલ્યુએશન લગભગ ₹4,600 કરોડ આંકવામાં આવ્યું છે.

સવાલ 2. કંપનીના સ્થાપક કોણ છે અને તેમની પૃષ્ઠભૂમિ શું છે?

જવાબ: કંપનીના સ્થાપક અને પ્રમુખ અભિષેક ‘મોન્ટી’ અગ્રવાલ છે. તેમણે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં BTech અને MTechની ડિગ્રી મેળવી છે. ગ્રેજ્યુએટ થયા પછી તેમણે ‘ડૉઇશ બેંક’માં ઇક્વિટી ડેરિવેટિવ્સ સ્ટ્રક્ચરર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

કંપનીના સ્થાપક અને પ્રમુખ અભિષેક 'મોન્ટી' અગ્રવાલ છે.

કંપનીના સ્થાપક અને પ્રમુખ અભિષેક ‘મોન્ટી’ અગ્રવાલ છે.

સવાલ3. એરોસ્પેસ એન્જિનિયરિંગ અને બેન્કિંગ છોડીને તેમણે ફેશન બિઝનેસમાં કેવી રીતે એન્ટ્રી કરી?

જવાબ: અભિષેકની રુચિ લક્ઝરી પ્રોડક્ટ્સ અને કપડાંના વ્યવસાયમાં હતી. કોઈ ઔપચારિક ફેશન શિક્ષણ કે અનુભવ વિના તેમણે 2015માં બેન્કિંગ છોડી દીધું.

ત્યારબાદ પર્પલ સ્ટાઇલ લેબ્સ (PSL) નો પાયો નાખ્યો. તેમનું વિઝન ભારતના મોટા ડિઝાઇનર બ્રાન્ડ્સ, ટેકનોલોજી, રિટેલ અને ડિસ્ટ્રિબ્યુશનને એક સિંગલ પ્લેટફોર્મ પર લાવવાનું હતું.

સવાલ 4. કંપનીની વૃદ્ધિમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ શું રહ્યો?

જવાબ: વર્ષ 2018માં પર્પલ સ્ટાઈલ લેબ્સે મલ્ટી-બ્રાન્ડ લક્ઝરી ફેશન પ્લેટફોર્મ ‘પર્નિયાઝ પોપ-અપ શોપ’નું હસ્તગત કર્યું. આ ટેકઓવર કંપની માટે ગેમ-ચેન્જર સાબિત થયું, જેના દ્વારા ઘરેલું અને વિદેશી ગ્રાહકો સુધી ભારતીય ડિઝાઇનર વેરની પહોંચ સરળ બની.

સવાલ 5. મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન સ્થિત બિલ્ડિંગ સાથે શું મામલો જોડાયેલો છે?

જવાબ: ફેબ્રુઆરી 2025માં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઝારાએ મુંબઈની ઈસ્માઈલ બિલ્ડિંગમાં સ્થિત પોતાનો ફ્લેગશિપ સ્ટોર બંધ કરી દીધો હતો. આ 5 માળના અને લગભગ 60 હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલા સ્પેસનું પર્પલ સ્ટાઈલે ટેકઓવર કરી લીધું. આનાથી ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીમાં કંપનીનો દબદબો વધુ મજબૂત બન્યો.

સવાલ 6. કયા-કયા મોટા સેલિબ્રિટી અને ઇન્વેસ્ટર્સ આ કંપની સાથે જોડાયેલા છે?

જવાબ: પર્પલ સ્ટાઈલ લેબ્સના શેરહોલ્ડરોમાં ઘણા દિગ્ગજ બોલિવૂડ અને સ્પોર્ટ્સ હસ્તીઓનો સમાવેશ થાય છે. તેમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, સચિન તેંડુલકર અને માધુરી દીક્ષિત જેવા નામો મુખ્યત્વે સામેલ છે. આ ઉપરાંત, ઘણા સંસ્થાકીય અને મુખ્ય સ્ટાર્ટઅપ રોકાણકારોએ પણ કંપનીમાં રોકાણ કર્યું છે.

સવાલ 7. કંપનીનો વર્તમાન બિઝનેસ મોડેલ અને નેટવર્ક કેટલું મોટું છે?

જવાબ: કંપની માત્ર ઓનલાઈન માર્કેટપ્લેસ નથી, પરંતુ તે ડિજિટલ સેલ્સ અને ફિઝિકલ એક્સપિરિયન્સ સેન્ટર્સને જોડીને એક ઓમ્નીચેનલ મોડેલ ચલાવે છે.

કંપનીના પોર્ટફોલિયોમાં 1,300થી વધુ ડિઝાઇનર્સનું નેટવર્ક છે. આ ઉપરાંત, કંપનીએ વેન્ડેલ રોડ્રિક્સ અને હેમંત ત્રિવેદી જેવા જાણીતા ફેશન બ્રાન્ડ્સ પણ હસ્તગત કરી છે.

સવાલ 8. પર્પલ સ્ટાઈલ લેબ્સની નાણાકીય સ્થિતિ કેવી છે?

જવાબ: નાણાકીય વર્ષ 2026માં કંપનીની ઓપરેશનલ રેવન્યુ 13.9% વધીને ₹557.8 કરોડ રહી, જે FY25માં ₹489.9 કરોડ હતી. જોકે, બિઝનેસ વિસ્તરણ અને આક્રમક રોકાણને કારણે FY26માં કંપનીનું નેટ લોસ વધીને ₹285.4 કરોડ થઈ ગયું, જે ગયા વર્ષે ₹188.4 કરોડ હતું.

સવાલ 9. આ આખી યાત્રામાંથી બિઝનેસ જગત અને આંત્રપ્રેન્યોર્સ માટે શું મોટો ટેકઅવે છે?

જવાબ: અભિષેક અગ્રવાલની યાત્રા દર્શાવે છે કે કોર ડોમેન નોલેજ ન હોવા છતાં પણ યોગ્ય બિઝનેસ મોડેલથી સફળતા મેળવી શકાય છે. તેમણે પોતે ફેશન ડિઝાઇનર બનવાને બદલે ફેશનના બિઝનેસ, ડિસ્ટ્રિબ્યુશન, બ્રાન્ડ એક્વિઝિશન અને ટેક-સંચાલિત પ્લેટફોર્મ નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

નોલેજ પાર્ટ: જાણો શું છે ઓમ્નીચેનલ ફેશન મોડેલ?

ઓમ્નીચેનલનો અર્થ છે ઓનલાઈન અને ઓફલાઈન શોપિંગને એકબીજા સાથે જોડી દેવું. એટલે કે ગ્રાહક ભલે મોબાઈલ એપથી સામાન ખરીદે કે સીધા દુકાનમાં જઈને. તેમને બંને જગ્યાએ એક જેવી સુવિધા, કિંમતો અને ઓપ્શન્સ મળે છે.

રિટેલ ઇન્વેસ્ટર્સ માટે ટિપ્સ

કંપનીની આવક વધી રહી છે, પરંતુ નુકસાન પણ ₹188.4 કરોડથી વધીને ₹285.4 કરોડ થઈ ગયું છે. હાઈ લક્ઝરી સેગમેન્ટમાં સ્પર્ધા અને બર્ન રેટને ધ્યાનમાં રાખીને જ IPOમાં રોકાણ કરવાનો નિર્ણય લો.

Leave A Comment