Ishan Kishan Injured; Vaibhav Sooryavanshi Leads East Zone in Duleep Trophy
બેંગલુરુ2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો. ત્યારબાદ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ટીમની કમાન સંભાળી.
બેંગલુરુના BCCI સેન્ટર ઑફ એક્સેલન્સ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી મેચમાં ઈસ્ટ ઝોને ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી. સેન્ટ્રલ ઝોને પ્રથમ સેશનમાં 3 વિકેટે 81 રન બનાવ્યા. ટીમનો કેપ્ટન રજત પાટીદાર માત્ર 12 રન બનાવીને મુકેશ કુમારની બોલિંગ પર LBW આઉટ થયો.
વૈભવ સૂર્યવંશી પહેલીવાર કેપ્ટનશીપ કરી રહ્યો છે
વૈભવ સૂર્યવંશીએ પ્રથમ વખત કોઈ સિનિયર મેન્સ ટીમની કેપ્ટનશીપ સંભાળી છે. વૈભવ સૂર્યવંશીની આ માત્ર બીજી દુલીપ ટ્રોફી મેચ છે.
તે અત્યાર સુધી નવ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચૂક્યો છે. તેણે 2024ની શરૂઆતમાં રણજી ટ્રોફી દરમિયાન આ ફોર્મેટમાં ઐતિહાસિક ડેબ્યૂ કર્યું હતું અને તે આ ફોર્મેટમાં ડેબ્યૂ કરનારા સૌથી યુવા ખેલાડીઓમાં સામેલ છે.

ઈશાન કિશનની કાંડામાં બોલ વાગ્યો
વિકેટકીપિંગ કરતી વખતે ઈશાન કિશનના જમણા હાથના કાંડા પર બોલ વાગ્યો. ફિઝિયોએ તેની તપાસ કરી. આ પછી કિશને મેદાન છોડવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી કિશનના હાથ પર સ્ટ્રેપિંગ બાંધેલું જોવા મળ્યું. તેની જગ્યાએ કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ કરી રહ્યો છે.
વૈભવે છેલ્લી મેચમાં 2 વિકેટ લીધી હતી
વૈભવે નોર્થ-ઈસ્ટ ઝોન સામે ક્વાર્ટર ફાઇનલમાં 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે, બેટર તરીકે તે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. ઇસ્ટ ઝોને આ મેચ એક ઇનિંગ્સ અને 210 રનથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…

વૈભવે છેલ્લી મેચમાં 2 વિકેટ લીધી હતી.
વૈભવ માટે રેડ બોલમાં સાબિત કરવાની તક
IPLથી T20 ક્રિકેટમાં ઓળખ બનાવી ચૂકેલા વૈભવને હજુ રેડ-બોલમાં પોતાને સાબિત કરવાનું છે. દુલીપ ટ્રોફી ટેસ્ટ તેના માટે એક તક છે. તેણે IPL 2026માં સૌથી વધુ 776 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેને ભારતની T20 ટીમમાં સ્થાન મળ્યું.
ભારત માટે 6 T20માં 193 રન
વૈભવ અત્યાર સુધી ભારત માટે 6 T20 ઇન્ટરનેશનલ રમી ચૂક્યો છે. જેમાં તેણે 193 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.16 અને સ્ટ્રાઇક રેટ 189.21 છે. તેના નામે 2 ફિફ્ટી છે.
વૈભવ તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો હતો. તેણે T20 સિરીઝની 3 ઇનિંગ્સમાં 151 રન બનાવ્યા. તેની સરેરાશ 50.33 અને સ્ટ્રાઇક રેટ 196.10 રહ્યો. તેણે 2 અડધી સદી ફટકારી હતી.

———————————-
વૈભવ સૂર્યવંશી આ સમાચાર પણ વાંચો…
વૈભવ સૂર્યવંશીએ કહ્યું- ઈશાનભાઈને નથી ખબર હું વિકેટ-ટેકર છું: દુલીપ ટ્રોફીમાં ત્રણ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, બેટિંગમાં નિષ્ફળ રહ્યો

દુલીપ ટ્રોફીમાં નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ લેનાર વૈભવ સૂર્યવંશીએ એક કિસ્સો શેર કર્યો છે. વૈભવે કહ્યું- ‘વિકેટ પડી રહી ન હતી, તેથી ઈશાન ભાઈએ મને 2-3 ઓવર બોલિંગ કરવા કહ્યું. તેમને લાગ્યું કે મને બોલ આપવો જોખમી છે. પરંતુ તેમને ખબર ન હતી કે હું વિકેટ લેનાર બોલર છું.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર: રાજકોટ-અમદાવાદીઓને મેદાનમાં નહીં જોવા મળે વિસ્ફોટક બેટિંગ; સેહવાગ-દ્રવિડના પુત્રોને ચાન્સ, તો યુવા સ્ટારને કેમ નહીં?

BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું સિરીઝ માટે ભારતની 15 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. આમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. જોકે, BCCIના નિયમના કારણે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


