Nepal Flood Survivors Stories | Tea Break Saves Lives & Teacher Heroism
33 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરને કારણે લગભગ 750 લોકોનાં જીવ ગયા, જ્યારે 2,500 લોકો હજુ પણ ગુમ છે. પૂરે મોટા પાયે તબાહી મચાવી અને ઘણા પરિવારો વિખેરાઈ ગયા. આ દર્દનાક દ્રશ્ય વચ્ચે કેટલાક લોકોનાં બચવાની કહાનીઓ પણ સામે આવી છે. કોઈનો જીવ ચા પીવા માટે રોકાઈ રહેવાથી બચ્યો, તો કોઈએ અનેક બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
વાંચો, નેપાળ પૂરમાં મોતને માત આપનારી આવી જ 3 કહાનીઓ…
‘ચા માટે ન રોકાયા હોત તો જીવ જઈ શકતો હતો’
તીર્થયાત્રી ગડા એલાવેનીએ ANI ને જણાવ્યું કે તેમનું ગ્રુપ ત્રણ બસમાં કાઠમંડુથી મુસાફરી કરી રહ્યો હતો. રસ્તામાં બધા લોકો ચા પીવા માટે થોડીવાર માટે રોકાઈ ગયા. આ રોકાણ પાછળથી તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થયો.
એલાવેનીને પાછળથી ખબર પડી કે તેમનાથી લગભગ અડધા કલાક પહેલાં નીકળેલી બે બસ પૂરમાં તણાઈ ગઈ હતી અને તેમનો પત્તો લાગ્યો નથી. તેમણે કહ્યું,
અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમારી સાથે આવું થશે. અમે દર્શન કરી શક્યા નહીં, પરંતુ ભગવાન અમને સુરક્ષિત ઘરે પાછા લાવ્યા.
એલાવેનીએ જણાવ્યું કે તેમણે કાઠમંડુથી લગભગ 80 કિલોમીટરની મુસાફરી કરી હતી અને ત્રણેય બસોમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.

તીર્થયાત્રી ગડા એલાવેનીએ ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાની આપવીતી સંભળાવી.
આંખો સામે આખી શાળા તણાઈ ગઈ, પરંતુ બાળકોને બચાવી લેવાયા
ત્રિભુવન સેકન્ડરી કો-એજ્યુકેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડી એક ક્લાસમાં ભણાવી રહ્યા હતા. ત્યારે તેમનો સાથી દોડતો આવ્યો. તેણે જણાવ્યું કે નદીના ઉપરના વિસ્તારમાં રહેતા કોઈ વ્યક્તિએ ફોન કરીને પૂર આવવાની જાણકારી આપી છે.
દવાડીએ ભાસ્કરને જણાવ્યું, ‘મેં તરત જ સ્કૂલની ઘંટડી સતત વગાડવાનો આદેશ આપ્યો, જેથી ખતરાનો એલાર્મ આપી શકાય. સ્કૂલમાં 1,600 વિદ્યાર્થીઓ ભણે છે. પૂરના દિવસે કેટલા હતા, ખબર નથી. બધા બાળકોને સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા. જોકે, મારી આંખો સામે સ્કૂલ પૂરમાં તણાઈ ગઈ.’
દવાડીએ કહ્યું, ‘સદનસીબે બાળકો બચી ગયા. પછી મને હેલિકોપ્ટરથી બચાવવામાં આવ્યો. સ્કૂલમાં પૂરગ્રસ્ત વિસ્તારોના બાળકો ભણતા હતા. ઘણા બાળકોએ આખો પરિવાર ગુમાવી દીધો છે.’

પૂરની જાણ થતાં જ બાળકોને શાળામાંથી સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા.
6 વર્ષની બાળકી 3 દિવસ કાટમાળમાં દટાયેલી રહી, રેસ્ક્યુ ટીમે બચાવી
રસુવાના તિમુરે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમે 6 વર્ષની બાળકીને પૂરના ત્રણ દિવસ પછી કાટમાળ નીચેથી જીવતી બહાર કાઢી. ટીમ જ્યારે ગુમ થયેલા લોકોની શોધ કરી રહી હતી, ત્યારે તેમને કાટમાળ નીચેથી બાળકીના રડવાનો અવાજ સંભળાયો. આ પછી જવાનોએ માટી અને કાટમાળ હટાવીને બાળકીને બહાર કાઢી.
આ પછી બાળકીને તિમુરેની પોલીસ ચોકી લઈ જવામાં આવી. જ્યાંથી તેને સારવાર માટે કાઠમંડુ મોકલવાની તૈયારી કરવામાં આવી. ખરાબ હવામાન અને અંધારું હોવાને કારણે તેને એરલિફ્ટ કરી શકાયું નહીં. બીજા દિવસે હેલિકોપ્ટર દ્વારા તેને કાઠમંડુ પહોંચાડવામાં આવી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

બાળકીના બચાવનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં રેસ્ક્યુ ટીમના સભ્યો ભારે કાટમાળ વચ્ચે બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢતા જોવા મળી રહ્યા છે.
શનિવાર સુધીમાં 7,514 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાં 163 વિદેશીઓ પણ છે.

નેપાળ-તિબેટ સરહદ પર ભોટે કોશી નદીમાં પાણી સાથે કાટમાળ અને ખડકોનો પ્રવાહ આવ્યો
પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- સવારે 7.30 વાગ્યે જાણકારી મળી ગઈ હતી
ત્રિશુલી નિવાસી 36 વર્ષીય રમેશ રિઝાલના જણાવ્યા અનુસાર, ચીન બોર્ડર પાસે રહેતા તેમના એક મિત્રએ સવારે 7.30 વાગ્યે ફોન કરીને ભયાનક પૂર આવવાની જાણકારી આપી હતી. રિઝાલે તેને ગંભીરતાથી લીધું નહીં. તેઓ બાળકોને શાળાએ મોકલવાની તૈયારી કરતા રહ્યા.
સવારે 9.20 વાગ્યે તેમણે પોતાના નવા ઘરના નિર્માણનો વીડિયો પણ બનાવ્યો. ત્યારબાદ અફરાતફરી મચતા પરિવાર સાથે સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા.
ત્રિભુવન સેકન્ડરી કો-એજ્યુકેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ રાજેન્દ્ર દવાડીએ જણાવ્યું કે એક સહકર્મીને નદીના ઉપરના વિસ્તારમાંથી પૂરની સૂચના મળી હતી. ત્યારબાદ તેમણે સ્કૂલની ઘંટડી સતત વગાડવાનો નિર્દેશ આપ્યો.
સ્કૂલમાં લગભગ 1,600 વિદ્યાર્થીઓ છે. દવાડીના મતે, તેમની આંખો સામે સ્કૂલ પૂરમાં તણાઈ ગઇ, જોકે બાળકોને સુરક્ષિત બચાવી લેવાયા. બાદમાં તેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા.
ભૂકંપના 13 મિનિટ બાદ ડેટા સિસ્ટમ બંધ
હવામાન વિભાગના મતે, 26 ઓગસ્ટના રોજ સવારે 8.37 વાગ્યે નેપાળ-તિબેટ સરહદ પાસે 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના 13 મિનિટ બાદ સવારે 8.50 વાગ્યે ભોટે કોશી નદીનું જળસ્તર માપનાર ડેટા રિસીવિંગ સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું.
ભૂકંપ પછી તિબેટની લ્હેંદે ખોલા નદીમાં પહાડનો એક મોટો હિસ્સો બરફ અને ખડકો સાથે પડ્યો હતો. લ્હેંદે ખોલા, ભોટેકોશી નદીની સહાયક નદી છે. ભોટેકોશી ચીનમાંથી નીકળીને નેપાળમાં પ્રવેશે છે.

પૂરનું પાણી એટલી ઝડપથી આવ્યું કે લોકોને સંભાળવાનો અને સુરક્ષિત જગ્યાએ પહોંચવાનો સમય પણ ન મળ્યો.
9.36 વાગ્યે પાણી બજાર તરફ આગળ વધ્યું, 2 મિનિટમાં બધું વહી ગયું
ત્રિશૂલી બજારમાં ભંગારનો ધંધો કરતા બિહાર મૂળના જલેશ્વર સાહનીએ પૂરની તબાહીની તસવીરો ખેંચી. તેમણે જણાવ્યું કે સવારે લગભગ 9.15 વાગ્યે રાસુવાગઢીમાં હાજર તેમના ભાઈએ ફોન કરીને વિશાળ પૂર આવવાની જાણ કરી. આ પછી સાહની પરિવાર સાથે પહાડી પર ચાલ્યા ગયા.
સાહનીએ સવારે 9.36 વાગ્યે એક તસવીર લીધી, જેમાં પૂરનું પાણી ત્રિશૂલી બજાર તરફ આગળ વધતું દેખાઈ રહ્યું હતું. તેના માત્ર બે મિનિટ પછી 9.38 વાગ્યે લેવાયેલી બીજી તસવીરમાં આખું ત્રિશૂલી બજાર પૂરના પાણીમાં વહી ગયું હતું. એટલે કે, વિનાશની ગતિ એટલી ઝડપી હતી કે બે મિનિટમાં આખો નજારો બદલાઈ ગયો.
————————–
આ સમાચાર પણ વાંચો:
નેપાળમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં 898 કર્મચારીઓ ફસાયા:6 ઇંચનું બાકોરું કરીને પાઇપથી હવા પહોંચાડાય છે; 750થી વધુ લોકોનાં મોત

નેપાળમાં ભયાનક પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. લગભગ 898 કર્મચારીઓ હજુ પણ ગુમ છે, જ્યારે 361 કર્મચારીઓને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા છે.
ત્રિશૂલી-3 ‘એ’ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. બચાવકર્મીઓ મશીનોની મદદથી માટી અને કાંપ હટાવી રહ્યા છે. સુરંગમાં 6 ઇંચનું કાણું પાડીને પાઇપ દ્વારા હવા પહોંચાડવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


