નેપાળમાં ભારતીય ફોરેન્સિક અને ટનલ રેસ્ક્યૂ ટીમ તૈનાત:મૃતદેહોની ઓળખ માટે DNA તપાસમાં મદદ કરશે; પૂરમાં અત્યાર સુધી 804 મોત

Last Updated: August 30, 2026By

નેપાળમાં ભયાનક પૂર પછી હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓને બચાવવા માટે બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે. લગભગ 898 કર્મચારીઓ હજુ પણ ગુમ છે, જ્યારે 361 કર્મચારીઓને અત્યાર સુધી બચાવી લેવામાં આવ્યા છે. ત્રિશૂલી-3 ‘એ’ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં ચાલી રહેલી બચાવ કામગીરીમાં થોડી સફળતા મળી છે. બચાવકર્મીઓ મશીનોની મદદથી માટી અને કાંપ હટાવી રહ્યા છે. સુરંગમાં 6 ઇંચનું કાણું પાડીને પાઇપ દ્વારા હવા પહોંચાડવામાં આવી રહી છે. હવે આ કાણું મોટું કરીને મેનહોલ બનાવવાની તૈયારી છે, જેથી બચાવ દળ સુરંગની અંદર જઈને લોકોની શોધ કરી શકે. 26 ઓગસ્ટે નેપાળની ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં અચાનક પૂર આવ્યું હતું. આ આફતમાં નેપાળમાં અત્યાર સુધીમાં 788 લોકોના મોત થયા છે. જ્યારે, તિબેટમાં મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો છે. પૂર પછી તબાહીનો નજારો, 4 તસવીરો… પળેપળની અપડેટ્સ માટે નીચે આપેલો બ્લોગ વાંચો…

Leave A Comment