Vaibhav Suryavanshi Duleep Trophy Batting Record; 92 Runs 7 Sixes
23 કલાક પેહલા
- કૉપી લિંક
વૈભવ સૂર્યવંશીએ એકવાર ફરી પોતાની બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે દુલીપ ટ્રોફી 2026ની પહેલી સેમીફાઇનલમાં તોફાની ઇનિંગ રમી છે. આ ઇનિંગ દરમિયાન તેણે ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું. જોકે, ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે રમાઇ રહેલી દુલીપ ટ્રોફીની મેચમાં વૈભવ સદી ફટકારવાથી માત્ર થોડા રનથી ચૂકી ગયા, પરંતુ તેમણે પોતાની ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી દીધો. આ તોફાની ઇનિંગ સાથે તેમણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
વૈભવ સૂર્યવંશીએ ધમાલ મચાવી
આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 92 રનની તોફાની ઇનિંગ રમી. તેણે આ ઇનિંગ દરમિયાન 81 બોલનો સામનો કર્યો. આ દરમિયાન તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ દરમિયાન વૈભવનો સ્ટ્રાઇક રેટ 113.58 રહ્યો હતો.
આ પહેલા વૈભવ સૂર્યવંશીએ માત્ર 42 બોલમાં આ ફિફ્ટી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 3 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા હતા. આ ઇનિંગ દરમિયાન વૈભવ પોતાની સામાન્ય રમતથી વિપરીત જોવા મળ્યો. તેણે ડિફેન્સ કર્યું અને આરામથી ક્રિઝ પર રહીને બેટિંગ કરી.
બેટિંગ, બોલિંગ પછી હવે કેપ્ટનશીપમાં પણ છવાયો વૈભવ સૂર્યવંશી
ઈસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોન વચ્ચે દુલીપ ટ્રોફીની સેમિફાઇનલ રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયો. ત્યારબાદ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ટીમની કમાન સંભાળી હતી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ કપ્તાની કરતા પહેલા સેન્ટ્રલ ઝોનની ટીમને 266 રન પર રોકી દીધી.
વૈભવ સૂર્યવંશીની ઉંમર ભલે માત્ર 15 વર્ષ હોય, પરંતુ ક્રિકેટની સમજ તેની ઉંમર કરતાં ક્યાંય આગળ દેખાઈ રહી છે. વૈભવને જ્યારે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન માટે અચાનક કેપ્ટનશીપ કરવાની તક મળી, ત્યારે આ યુવા ખેલાડીએ એવો નિર્ણય લીધો જેણે તેમની સૂઝબૂઝની ઝલક બતાવી દીધી.
ઈશાન કિશનને ઈજા થતાં સ્ટેન્ડ ઇન કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી
મેચની શરૂઆતમાં ઇશાન કિશન જ ઇસ્ટ ઝોનની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. પરંતુ 19મી ઓવર દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ અને તેને મેદાનની બહાર જવું પડ્યું. ઇશાન બહાર ગયા બાદ વાઇસ-કેપ્ટન વૈભવને આગેવાનીની જવાબદારી મળી. કુમાર કુશાગ્રએ વિકેટકીપિંગ સંભાળી, જ્યારે વૈભવે મેદાન પર ફીલ્ડ સેટ કરવાની અને બોલરો સાથે રણનીતિ બનાવવાની જવાબદારી ઉપાડી. ઇશાન બાદમાં હાથ પર ટેપ લગાવીને પરત ફર્યા, પરંતુ વિકેટકીપિંગની જવાબદારી ફરીથી ન સંભાળી. સંપૂર્ણ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો…

બેટિંગ, બોલિંગ પછી હવે કેપ્ટનશીપમાં પણ છવાયો વૈભવ સૂર્યવંશી
ઈશાન કિશનની કાંડામાં બોલ વાગ્યો
વિકેટકીપિંગ કરતી વખતે ઈશાન કિશનના જમણા હાથના કાંડા પર બોલ વાગ્યો. ફિઝિયોએ તેની તપાસ કરી. આ પછી કિશને મેદાન છોડવાનો નિર્ણય કર્યો. થોડા સમય પછી કિશનના હાથ પર સ્ટ્રેપિંગ બાંધેલું જોવા મળ્યું. તેની જગ્યાએ કુમાર કુશાગ્ર વિકેટકીપિંગ કરી રહ્યો છે.
વૈભવે છેલ્લી મેચમાં 2 વિકેટ લીધી હતી
વૈભવે નોર્થ-ઈસ્ટ ઝોન સામે ક્વાર્ટર ફાઇનલમાં 3 ઓવરમાં 11 રન આપીને 2 વિકેટ લીધી હતી. જોકે, બેટર તરીકે તે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. ઇસ્ટ ઝોને આ મેચ એક ઇનિંગ્સ અને 210 રનથી જીતીને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…

વૈભવ સૂર્યવંશી આ સમાચાર પણ વાંચો…
વૈભવ સૂર્યવંશીએ કહ્યું- ઈશાનભાઈને નથી ખબર હું વિકેટ-ટેકર છું: દુલીપ ટ્રોફીમાં ત્રણ ઓવરમાં 2 વિકેટ લીધી હતી, બેટિંગમાં નિષ્ફળ રહ્યો

દુલીપ ટ્રોફીમાં નોર્થ-ઈસ્ટ ઝોન સામે 2 વિકેટ લેનાર વૈભવ સૂર્યવંશીએ એક કિસ્સો શેર કર્યો છે. વૈભવે કહ્યું- ‘વિકેટ પડી રહી ન હતી, તેથી ઈશાન ભાઈએ મને 2-3 ઓવર બોલિંગ કરવા કહ્યું. તેમને લાગ્યું કે મને બોલ આપવો જોખમી છે. પરંતુ તેમને ખબર ન હતી કે હું વિકેટ લેનાર બોલર છું.’ સંપૂર્ણ સમાચાર વાંચો…
વૈભવ સૂર્યવંશી અંડર-19 ટીમમાંથી બહાર: રાજકોટ-અમદાવાદીઓને મેદાનમાં નહીં જોવા મળે વિસ્ફોટક બેટિંગ; સેહવાગ-દ્રવિડના પુત્રોને ચાન્સ, તો યુવા સ્ટારને કેમ નહીં?

BCCIએ ઓસ્ટ્રેલિયા સામેની ઘરેલું સિરીઝ માટે ભારતની 15 સભ્યોની અંડર-19 ટીમ જાહેર કરી છે. આમાં પૂર્વ ભારતીય દિગ્ગજ વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગ અને પૂર્વ ભારતીય કોચ રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડને સ્થાન મળ્યું છે. જોકે, BCCIના નિયમના કારણે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટીમમાં સામેલ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો…
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


