પારલે બિસ્કિટ્સે જ્યોર્જ કૂવરને સીઈઓ બનાવ્યા:ભારતમાં 75 લાખથી વધુ રિટેલ આઉટલેટનું નેટવર્ક, એશિયા-આફ્રિકામાં પણ હાજરી

Last Updated: September 1, 2026By

પારલે બિસ્કિટ્સે પેપ્સિકોના પૂર્વ અધિકારી જ્યોર્જ કૂવરને પોતાના CEO તરીકે નિયુક્ત કર્યા છે. કૂવરે પેપ્સિકોમાં ત્રણ દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું છે. પેપ્સિકોમાં તેમણે કન્ઝ્યુમર બિઝનેસ અને અલગ-અલગ બજારો સંબંધિત જવાબદારીઓ સંભાળી હતી. પારલે બિસ્કિટ્સના મેનેજિંગ ડિરેક્ટર અજય ચૌહાણે નિવેદનમાં જણાવ્યું કે, અમે જ્યોર્જનું સ્વાગત કરીએ છીએ. પારલેના મજબૂત પાયા પર આગળ કામ કરવા, પોતાની ક્ષમતાઓ મજબૂત કરવા અને ટકાઉ વિકાસની નવી તકો ખોલવા માટે અમે તેમની સાથે મળીને કામ કરવાની અપેક્ષા રાખીએ છીએ. 30 વર્ષથી વધુનો અનુભવ, અનેક ગ્લોબલ માર્કેટ્સમાં સંભાળી જવાબદારી જ્યોર્જ કોવૂર પાસે કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરનો 30 વર્ષથી પણ વધુનો અનુભવ છે. પેપ્સિકોમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ બિઝનેસ વર્ટિકલ્સ અને અલગ-અલગ દેશોના માર્કેટ્સમાં લીડરશિપ ભૂમિકાઓ ભજવી છે. તેમના આ અનુભવનો ફાયદો પારલેને પોતાના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બિઝનેસને નવા સ્તરે લઈ જવામાં મળશે. ભારતમાં 75 લાખથી વધુ રિટેલ આઉટલેટનું નેટવર્ક પારલેનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ભારતમાં 75 લાખથી વધુ રિટેલ આઉટલેટ્સ સુધી ફેલાયેલું છે. કંપનીએ એશિયા અને આફ્રિકા સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની હાજરી વધારી છે. કંપનીની શરૂઆત 1929માં મુંબઈના વિલે પારલેમાં થઈ હતી પારલેની સ્થાપના 1929માં મુંબઈના વિલે પારલેમાં થઈ હતી. પારલે બિસ્કિટ અને કન્ફેક્શનરીના વ્યવસાયમાં છે. તેના બ્રાન્ડ્સમાં પારલે-જી, મોનાકો, ક્રેકજેક, હાઈડ એન્ડ સીક અને મેલોડીનો સમાવેશ થાય છે. પારલે-જી વેચાણના જથ્થાની દ્રષ્ટિએ વિશ્વના સૌથી વધુ વેચાતા બિસ્કિટ બ્રાન્ડ્સમાંનું એક છે.

Leave A Comment