Wrong UPI Payment? Follow These Steps to Get Your Money Back Refund Guide

Last Updated: September 1, 2026By

28 મિનિટ પેહલા

  • કૉપી લિંક

UPI પેમેન્ટ્સથી પૈસાની લેવડદેવડ ખૂબ જ સરળ અને ઝડપી બની ગઈ છે. જોકે, ક્યારેક ઉતાવળમાં કે ભૂલથી ખોટા નંબર કે અજાણ્યા QR કોડ પર પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. આવી સ્થિતિમાં ગભરાવાને બદલે તરત જ યોગ્ય પગલાં લેવા જરૂરી છે.

ખોટા ખાતામાં મોકલેલા પૈસા હંમેશા માટે ડૂબી જતા નથી. જોકે, UPI PIN દાખલ કરીને કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન તમારા તરફથી અધિકૃત માનવામાં આવે છે, તેથી બેંક તેને આપમેળે રિવર્સ કરી શકતી નથી. પૈસા પાછા મળશે કે નહીં, તે તમે કેટલી ઝડપથી ફરિયાદ નોંધાવો છો તેના પર નિર્ભર છે.

સૌથી પહેલાં આ ચેક કરો

ખોટું પેમેન્ટ થવા પર સૌથી પહેલાં તમારી UPI એપ જેમ કે PhonePe, Google Pay, Paytm કે BHIM માં જઈને ટ્રાન્ઝેક્શન સ્ટેટસ તપાસો. જો ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ કે પ્રોસેસિંગ દેખાઈ રહ્યું છે અને છેલ્લે નિષ્ફળ જાય છે, તો પૈસા તમારા બેંક ખાતામાં પાછા આવી જશે. જો પેમેન્ટ સફળતાપૂર્વક તમારા બેંકમાંથી કપાઈ ગયા છે, તો માની લો કે રકમ મેળવનારાનાં ખાતામાં જમા થઈ ગઈ છે. હવે તેને જાતે રિવર્સ થવાની રાહ ન જુઓ.

પૈસા પાછા મેળવવા માટે કરો આ કામ

  • UPI એપ અને તમારી બેંકમાં તરત જ રિપોર્ટ નોંધાવો. એપ એટલે કે GPay, PhonePe, Paytm, BHIM વગેરેથી પેમેન્ટ કર્યું છે, તો તેની Help & Support કે Raise Dispute કે Complaint સેક્શનમાં જઈને ટ્રાન્ઝેક્શનની જાણ કરો.
  • આ પછી તરત જ તમારી બેંકના કસ્ટમર કેરનો સંપર્ક કરો કે હોમ બ્રાન્ચ પર જાઓ. બેંકને UPI ટ્રાન્ઝેક્શન ID, રેફરન્સ નંબર, તારીખ અને સ્ક્રીનશોટ આપો. બેંક બીજી બેંક શાખાનો સંપર્ક કરીને રકમ મેળવનારી વ્યક્તિને પૈસા પાછા આપવા વિનંતી કરી શકે છે. જો UPI એપ કે બેંકમાંથી રાહત ન મળે, તો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ npci.org.in પર જઈને Dispute Redressal Mechanism માં તમારી ફરિયાદ નોંધાવો.
  • 30 દિવસની અંદર સમસ્યાનો ઉકેલ ન મળે તો તમે ભારતીય રિઝર્વ બેંકની લોકપાલ યોજના હેઠળ ફરિયાદ નોંધાવી શકો છો.

શું બેંક પૈસા પાછા કાપી શકે છે?

ઘણા લોકોને લાગે છે કે બેંક બીજા વ્યક્તિના ખાતામાંથી પૈસા કાપીને પાછા તેમના ખાતામાં જમા કરી દેશે, પરંતુ આવું નથી. કારણ કે તમે તમારો UPI PIN દાખલ કરીને ચુકવણી કરી છે, તેથી બેંક રકમ મેળવનારી વ્યક્તિની પરવાનગી વિના તેના ખાતામાંથી પૈસા કાઢી શકતી નથી. બેંક ફક્ત એટલું જ કરી શકે છે, તેમનું ખાતું બ્લોક કરી શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, જ્યારે બેંક પ્રાપ્તકર્તાનો સંપર્ક કરે છે, ત્યારે તે સ્વેચ્છાએ પૈસા પરત કરી દે છે. જો સામેવાળી વ્યક્તિ પૈસા પરત કરવાનો ઇનકાર કરે છે, તો કાનૂની પ્રક્રિયામાં સમય લાગી શકે છે.

ખોટી ચુકવણી ટાળવા માટે આ બાબતોનું ધ્યાન રાખો

  • UPI PIN દાખલ કરતા પહેલાં સ્ક્રીન પર દેખાતા નામની તપાસ કરો.
  • નવા અથવા અજાણ્યા UPI ID પર મોટી રકમ મોકલતા પહેલાં 1 અથવા 10 રૂપિયાનું ટેસ્ટ પેમેન્ટ કરો.
  • ઉતાવળમાં અથવા ભૂલથી ઘણીવાર ખોટા નંબર ડાયલ અથવા સ્કેન થાય છે.
  • Pay બટન દબાવતા પહેલાં 5 સેકન્ડ રાહ જોઈને વિગતો ફરીથી વાંચો.

સવાલ-જવાબથી સમજો

સવાલ-1: શું ખોટા UPI ID પર મોકલેલા પૈસા પાછા મળી શકે છે?

જવાબ: હા, પૈસા પાછા મળવા શક્ય છે, પરંતુ આ માટે તમારે તરત જ UPI એપ, બેંક અને NPCI પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી પડશે.

સવાલ-2: ખોટી ચુકવણી થવા પર સૌથી પહેલાં કોનો સંપર્ક કરવો?

જવાબ: સૌથી પહેલાં તમારી UPI એપના હેલ્પલાઇન અથવા સપોર્ટ સેક્શનમાં ટ્રાન્ઝેક્શનની જાણ કરો અને તે પછી તરત જ તમારી બેંકને જાણ કરો.

સવાલ-3: શું બેંક સફળ UPI ટ્રાન્ઝેક્શનને તરત જ રદ કરી શકે છે?

જવાબ: ના. કારણ કે ટ્રાન્ઝેક્શન UPI PIN દાખલ કરીને કરવામાં આવ્યું છે, તેથી બેંક તેને એકતરફી રદ કરી શકતી નથી. રિકવરી માટે નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવું પડે છે.

સવાલ-4: ખોટા UPI ટ્રાન્સફરથી કેવી રીતે બચવું?

જવાબ: UPI PIN દાખલ કરતા પહેલાં સ્ક્રીન પર દેખાતા નામ, UPI ID અને રકમને હંમેશા ધ્યાનથી ફરીથી તપાસો.

——————————–

આ સમાચાર પણ વાંચો:

ગેસનો બાટલો અને દૂધ મોઘું થયું:સિલિન્ડરમાં 11.50 અને દૂધમાં 9 રૂપિયાનો વધારો ઝીંકાયો, ટાટા-હ્યુન્ડાઈની કારના ભાવમાં પણ તેજી

આજ એટલે કે, 1 સપ્ટેમ્બર 2026 થી કોમર્શિયલ સિલિન્ડર સરેરાશ 11.50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં આજથી દૂધ 9 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘું થઈ ગયું છે. આ ઉપરાંત, જે ગ્રાહકોએ LPG કનેક્શનની e-KYC પૂર્ણ કરી નથી, તેમને સબસિડીનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે. e-KYC કરાવવાની સમયમર્યાદા 31 ઓગસ્ટ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment