Ahmedabad Hosts Commonwealth Cue Sports Championship 2026
3 કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ 7થી 10 ઓક્ટોબર દરમિયાન ‘કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026’ની યજમાની કરશે. કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપની બીજી સીઝન અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે, જેમાં 45 દેશોના ખેલાડીઓ પાંચ શાખાઓ: સ્નૂકર,ઇંગ્લિશ બિલિયર્ડ્સ, બ્લેકબોલ, હે બોલ અને 10-બોલની 10 મેડલ ઇવેન્ટ્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે. આ ચેમ્પિયનશીપ વર્લ્ડ કોન્ફેડરેશન ઑફ બિલિયર્ડ્સ સ્પોર્ટ્સ (WCBS) અને બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઈન્ડિયા (BSFI)ના નેજા હેઠળ તથા એપ્સ સ્પોર્ટ્સ પ્રમોશન દ્વારા આયોજન છે.
2025માં મોરિશિયસ ખાતે યોજાયેલી પહેલી સીઝન પછી આ ચેમ્પિયનશીપ ભારતમાં પહેલીવાર યોજાઈ રહી છે અને તેને કોમનવેલ્થ સ્પોર્ટનું સમર્થન પ્રાપ્ત છે. આ ટુર્નામેન્ટમાં પાંચેય શાખાઓમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ મેડલ ઇવેન્ટ્સ યોજાશે, જેમાં ઇંગ્લિશ બિલિયર્ડ્સ (જેમાં દરેક કેટેગરીમાં 8 ખેલાડીઓ ભાગ લેશે) સિવાય દરેક રમતમાં કેટેગરી દીઠ 16 ખેલાડીઓ ભાગ લેશે. આ વર્ષે ઇંગ્લિશ બિલિયર્ડ્સનો ઉમેરો થવાથી મોરિશિયસની પહેલી સીઝનની ચાર રમતોના કાર્યક્રમનો વિસ્તાર થયો છે.
વર્લ્ડ પૂલ એસોસિએશન (WPA)ના પ્રમુખ ઈશાન સિંહે જણાવ્યું કે, “અમદાવાદ આંતરરાષ્ટ્રીય રમતગમતના નકશા પર ઝડપથી એક મહત્વપૂર્ણ શહેર બની રહ્યું છે, અને અહીં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવું એ અમારી રમત અને ભારત માટે એક મોટી તક છે. શહેર હવે 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે આ ઇવેન્ટ આપણને અહીંના સ્પોર્ટ્સ કમ્યુનિટી અને દર્શકો સાથે મજબૂત જોડાણ બનાવવાની તક આપે છે. ક્યૂ સ્પોર્ટ્સમાં ભારતનો અસાધારણ ઇતિહાસ રહ્યો છે, અને અમારી તાજેતરની ઇવેન્ટ્સ દ્વારા અમે જે પણ જોયું છે તે પરથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભારત વિશ્વમાં ક્યૂ સ્પોર્ટ્સના અગ્રણી દેશોમાંથી એક બની શકે છે.”
બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન ઑફ ઈન્ડિયા (BSFI)ના પ્રમુખ એસ. બાલસુબ્રમણિયમે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં કોમનવેલ્થ ક્યૂ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવું એ ભારતીય ક્યૂ સ્પોર્ટ્સ માટે ગર્વની ક્ષણ છે અને આ એવા સમયે આવી રહ્યું છે જ્યારે શહેર 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. અમદાવાદમાં 45 દેશોના ખેલાડીઓને લાવવાથી માત્ર આપણા ખેલાડીઓને હોમ ગ્રાઉન્ડ પર ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવાની તક નહીં મળે, પરંતુ સમગ્ર કોમનવેલ્થ સ્પોર્ટિંગ કોમ્યુનિટી સમક્ષ ભારતની સમૃદ્ધ ક્યૂ સ્પોર્ટ્સ વિરાસત, ક્ષમતાઓ અને આતિથ્ય સત્કાર પ્રદર્શિત થશે. આ મહિનાની શરૂઆતમાં પુણે ખાતે યોજાયેલી વર્લ્ડ હે બોલ ચેમ્પિયનશીપને આપણને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો; અમને વિશ્વાસ છે કે આ ચેમ્પિયનશીપ ભારતમાં ક્યૂ સ્પોર્ટ્સના વિકાસને વધુ વેગ આપશે.”
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


