Apple’s New CEO John Ternus Salary Package Reaches $58 Million | Gujarat News
એપલ કંપનીમાં એક નવા યુગની શરુઆત થઈ ચૂકી છે, જ્યાં લાંબા સમય સુધી સીઈઓ તરીકે સેવા આપનાર ટિમ કૂકના સ્થાને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ જોન ટર્નસને કંપનીના નવા સીઈઓ બનાવવામાં આવ્યા છે. આ પદ પરિવર્તનની સાથે જ એપલ દ્વારા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) સમક્ષ જોન ટર્નસ અને ટિમ કૂક બંનેના નવા પગાર પેકેજોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેણે ટેક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
551 કરોડનું મળ્યું પેકેજ
નવી જવાબદારી સંભાળ્યા બાદ એપલના નવા સીઈઓ જોન ટર્નસનું લક્ષ્ય વળતર પેકેજ આશરે 58 મિલિયન ડૉલર (અંદાજે 551 કરોડ રૂપિયા) રાખવામાં આવ્યું છે. આ વિશાળ પેકેજમાં આગામી નાણાકીય વર્ષ માટે 3 મિલિયન ડૉલરનો વાર્ષિક મૂળભૂત પગાર અને ૫૫ મિલિયન ડૉલરના લક્ષ્ય સ્ટોક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. અગાઉ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટર્નસનો અંદાજિત પગાર આશરે 25 મિલિયન ડૉલર હતો, જેમાં હવે મોટો ઉછાળો આવ્યો છે. તેમની કમાણીનો મોટો હિસ્સો બજારમાં એપલના શેરના પ્રદર્શન પર નિર્ભર રહેશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

