Thinking of buying a 5G phone These special features are available in Philips S7221 | Gujarat News

Last Updated: September 2, 2026By

Philipsએ ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન Philips S7221 5G લોન્ચ કર્યો છે. આ ફોનમાં 120Hz ડિસ્પ્લે, ડ્યુઅલ 5G સિમ સપોર્ટ અને 5,700mAhની મોટી બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે 64 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળે છે. કંપનીએ ફોનને બે RAM અને સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કર્યો છે

₹20,499થી શરૂ થાય છે કિંમત

Philips S7221 5Gના 6GB RAM + 128GB સ્ટોરેજ મોડલની કિંમત ₹20,499 રાખવામાં આવી છે. જ્યારે 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹22,499માં મળશે. આ સ્માર્ટફોન Amazon પરથી ખરીદી શકાય છે. ફોન બ્લેક, બ્લૂ અને ગ્રે એમ ત્રણ કલર ઉપલબ્ધ છે. ફોનમાં 6.67 ઇંચનું HD LCD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રિઝોલ્યુશન 720×1600 પિક્સેલ છે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેમાં ઓક્ટા-કોર Spreadtrum T765 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જેની સાથે 8GB સુધી LPDDR4 RAM અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. સ્માર્ટફોન Android 16 પર કામ કરે છે.

64MP કેમેરાથી ફોટોગ્રાફી

ફોટોગ્રાફી માટે Philips S7221 5Gમાં ફ્લેશ સાથે 64MPનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16MPનો ફ્રન્ટ કેમેરા મળે છે. કેમેરામાં AI Scene Optimization અને Portrait Mode જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર અને Ultra Max Mode પણ મળે છે.

5,700mAh બેટરી સાથે 25W ચાર્જિંગ

પાવર બેકઅપ માટે ફોનમાં 5,700mAhની બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડ્યુઅલ નેનો સિમ, 5G, Wi-Fi, GPS, GLONASS, Galileo, Bluetooth અને USB Type-C જેવા વિકલ્પો મળે છે.

IP64 રેટિંગ અને સાઇડ ફિંગરપ્રિન્ટ

સુરક્ષાના ભાગરૂપે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. Philips S7221 5Gને IP64 રેટિંગ મળ્યું છે, જેના કારણે ધૂળ અને પાણીના છાંટાથી ફોનને સુરક્ષા મળે છે. બોક્સમાં ચાર્જર પણ આપવામાં આવે છે. ફોનનું વજન 200 ગ્રામ છે.

આ પણ વાંચો: Smart Phoneની બેટરી જલ્દી ઉતરી જાય છે? માત્ર આ એક ઉપાય રાખશે બેટરીને ટકાટક!

Leave A Comment