મંધાના મહિલા ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર:મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો; ભારત એશિયા કપની સેમિફાઇનલમાં
ઓપનર સ્મૃતિ મંધાનાની સદીના દમ પર ભારતે વિમેન્સ એશિયા કપમાં ગુરુવારે હોંગકોંગને 137 રનથી હરાવ્યું. દુબઈમાં મળેલી આ જીતથી ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચી ગઈ. 30 વર્ષીય મંધાનાએ 124 રનની ઇનિંગ રમી. તે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર બની ગઈ છે. પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજના 10868 રનનો રેકોર્ડ તોડી નાખ્યો. મંધાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 10880 રન બનાવી ચૂકી છે. મંધાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 18 સદી ફટકારનાર બેટર પણ બની ગઈ છે. તેણે ઓસ્ટ્રેલિયન બેટર મેગ લેનિંગના 17 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. મંધાનાની સદીની ઇનિંગ્સ દીપ્તિ વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલની ટોપ વિકેટ ટેકર દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં હોંગકોંગે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા. જવાબમાં હોંગકોંગ 16.2 ઓવરમાં 56 રન પર ઓલઆઉટ થઈ ગયું. ટીમ ઇન્ડિયા તરફથી દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપી. તે વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની. ભારતની સતત બીજી જીત, ટીમ ટોપ પર ભારતે આ ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી છે. ટીમ 2 મેચમાં 4 અંક સાથે ગ્રુપના પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. ભારતીય ટીમની આગામી મેચ 5 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે દુબઈના મેદાન પર જ રમાશે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

