શ્રીલંકાનો કેપ્ટન મેન્ડિસ T20 સિરીઝમાંથી બહાર:અસલંકા ઇંગ્લેન્ડ સામે કેપ્ટનશીપ કરશે, ફર્નાન્ડો પણ નહીં રમે
શ્રીલંકાના લિમિટેડ ઓવર્સના કેપ્ટન કુસલ મેન્ડિસ ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. શ્રીલંકા ક્રિકેટ (SLC)એ શુક્રવારે આ માહિતી આપી હતી. મેન્ડિસને જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. 31 વર્ષીય મેન્ડિસ વન-ડે સિરીઝમાં રમશે કે નહીં તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી. ચરિથ અસલંકા T20 સિરીઝમાં શ્રીલંકાની કેપ્ટનશીપ કરશે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર બિનુરા ફર્નાન્ડો પણ ઈજામાંથી સાજા થવા માટે ચાલી રહેલા રિહેબિલિટેશનને કારણે T20 સિરીઝ નહીં રમે. SLCએ જણાવ્યું કે ફર્નાન્ડોને પીઠમાં ઈજા થઈ છે. બે ખેલાડીઓની જગ્યાએ નવા નામ SLCએ મેન્ડિસ અને ફર્નાન્ડોની જગ્યાએ પવન રત્નાયકે અને દિલશાન મધુશંકાને ટીમમાં સામેલ કર્યા છે. ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે પહેલી T20 મેચ 15 સપ્ટેમ્બરે સાઉથમ્પ્ટનમાં રમાશે. બીજી મેચ તેના બે દિવસ પછી 17 સપ્ટેમ્બરે કાર્ડિફમાં થશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 19 સપ્ટેમ્બરે માન્ચેસ્ટરમાં રમાશે. 22 સપ્ટેમ્બરથી વન-ડે સિરીઝ બંને ટીમ વચ્ચેની વન-ડે સિરીઝ 22 સપ્ટેમ્બરથી ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં શરૂ થશે. બીજી વન-ડે 24 સપ્ટેમ્બરે હેડિંગ્લે અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે ધ ઓવલમાં રમાશે. મેન્ડિસના વન-ડે સિરીઝમાં રમવાની પુષ્ટિ હજુ થઈ નથી. મેન્ડિસે T20 ઇન્ટરનેશનલમાં 2500+ રન બનાવ્યા કુસલ મેન્ડિસે શ્રીલંકા માટે T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ 5 જુલાઈ 2016ના રોજ ઇંગ્લેન્ડ સામે કર્યું હતું. મેન્ડિસે 109 T20 ઇન્ટરનેશનલ મેચમાં 2694 રન બનાવ્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

